સંસ્થાના હમસફરો

“શબ્દ્સેતુ” સંસ્થાના સહિયારા બ્લોગનો આરંભ

હમસફર મિત્રો,

આજથી પંદર વર્ષ પહેલા બે ચાર મિત્રો સાથે ભેગા મળીને  નિજાનંદની મસ્તી માટે “શબ્દસેતુ” નામની એક સાહિત્યિક સંસ્થા શરૂ કરી હતી.  આપ સૌ એના સાક્ષી છો, સહભાગી છો.  શબ્દસેતુને પંદર વર્ષથી જીવન્ત રાખવામાં, એને આગળ લઈ આવવામાં, જુદા જુદા તબક્કે આપ સહુ એ સારી એવી જહેમત ઉઠાવી, મન મૂકીને કામ કર્યુ છે, અને યથાશક્તિ પ્રમાણે યોગદાન આપ્યું છે. એ માટે શબ્દસેતુ તરફથી હું આપ સૌનો આભાર માનું છું.  મારા વતી હું શું કહું? આપ સૌનો ઋણી છું.

આજે જ્યારે હું શબ્દસેતુ સંસ્થાનો બ્લોગ શરૂ કરી રહ્યો છું ત્યારે શૈલેશને ગમતો અને મારો મનપસંદ મરીઝ સાહેબનો આ શેર યાદ આવે છે.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

કોઈ પણ સંસ્થા, એના સભ્યો અને કાર્યકર્તાઓની અતૂટ મહેનત, એકતા અને અવલંબન ઉપર ચાલતી હોય છે.  શબ્દસેતુની આ લાંબી દડમજલમાં ઘણા બધા હમસફરો ભાગીદાર બન્યા છે. કોઈએ હાથ તો કોઈએ સાથ આપ્યો છે.  કોઈએ સાંભળવા કાન તો કોઈએ સંસ્થાને શાન અપાવી છે.  કોઈએ શબ્દો વહાવ્યા તો કોઈએ સેતુ બાંધ્યો છે. દરેક સભ્યે દિલથી પોતપોતાનો ફાળો નોંધાવ્યો છે.  તો આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરુ છું કે શબ્દસેતુના આ ભગીરથ કાર્યમાં સહભાગી બને.

શબ્દસેતુની વેબસાઇટનુ એડ્રેસ છે https://shabdsetutoronto.wordpress.com

હું આ ક્ષેત્રમાં નવો નિશાળીયો છું,પા પા પગલી ભરી રહ્યો છું એટલે વેબસાઇટ જોયા બાદ આપના સૂચનો તેમ જ પ્રતિભાવ જરૂરથી જણાવશો. ઇ-મેલ એડ્રેસ –
shabdsetu@hotmail.com – kishore46@hotmail.com – kishorecanada1@gmail.com

વેબ સાઇટ ઉપર જઇ સભ્યોની યાદીમાં આપનુ નામ જોવાનું ચૂકશો નહીં. આપનુ નામ ક્લીક કરવાથી આપનો પરિચય જોવા મળે એ માટે તમે તમારો ટૂંકો પરિચય – તમારા જ શબ્દોમાં ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં લખીને મારા ઈ-મેલ એડ્રેસ ઉપર જરૂરથી મોકલી આપશો. સાથે બે ફોટોગ્રાફસ મોકલવા ખાસ વિનંતી. એક બ્લેક ઍન્ડ વાઈટ ફોટોગ્રાફ, સ્વ્પ્નીલ આંખોવાળો, તદ્દન ફ્રેશ, તાજગી ભરેલો રોમાની ચહેરો,  જ્યારે જિંદગી “ઓન ધ રૉક્સ” જીવાતી હતી અને બીજો કલર ફોટોગ્રાફ, અત્યારનો, ક્દી ઘરડી ન થતી આંખોવાળો, સમયની થપાટોથી કંડારાયેલો ચહેરો, ઢળતી બપોરનો.

ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં લખવા માટે શબ્દસેતુની વેબસાઇટ ઉપર જઇ ગુજરાતીમાં લખવુ છે? એ લીન્ક ઉપર ક્લીક કરો. બધી માહિતી મળી રહેશે. તો મિત્રો, આપ સૌને આપનો પરિચય તેમ જ બે ફોટોગ્રાફસ મોકલવા હું ફરી એક વાર હાર્દિક વિનતી કરું છું.

શબ્દસેતુ એ એક નાની અમસ્તી સાહિત્યિક સંસ્થા અને આંગણીને વેઢે ગણાય એટલા એના સભ્યો પણ એમની આકાંક્ષા આકાશ ફાડી નાખે એવી અને અત્યાર સુધીમાં ચાર સભ્યો આકાશ ફાડી નાખવા અવકાશમાં જતા રહ્યા છે.

અહીં જ વિરમુ છું.  વધુ આપના સહકાર બાદ……

કિશોર પટેલ – શબ્દસેતુ
જાન્યુઆરી ૨૦૧૦

શબ્દસેતુ એ ટોરોન્ટો, કેનેડાના કલાનુરાગી, કલારસિકોનું એક ટોળું છે. “ફેસબુક” ના અતિ પ્રચલિત શબ્દ ‘શેર’ ને અમે અમારો મંત્ર બનાવ્યો છે. તમારામાંથી કોઈને પણ લખવા વાંચવાનો શોખ હોય, સારી ફિલ્મો જોવાનો શોખ હોય, સંગિત, ચિત્રકળા કે ફોટોગ્રાફીમાં રસ હોય, તો આ નાના અમસ્તા ટોળામાં જરૂરથી જોડાવો. સરખા રસ ધરાવતા કલાપ્રિય મિત્રો મળશે, જે મોટે ભાગે આપણા મિત્રમંડળોમાં મળતા નથી. ટૂંકમાં ગમતાનો ગુલાલ કરીએ નિજાનંદની મસ્તી કાજે.

શબ્દસેતુમાં સભ્ય બનવા માટે કોઈ પણ જાતની ફી નથી. સંસ્થાનુ કોઈ માળખું પણ નથી, બધા જ સરખા – equal footing. જે સભ્યો અવાર નવાર શબ્દસેતુ ની માસીક બેઠકમાં આવતા હોય, એમની રચના પરસ્પર સંમતિથી સુધારી મઠારીને, વારફરતી થોડા થોડા મહિનાને અંતરે, શબ્દસેતુના બ્લોગ ઉપર પોસ્ટ કરવામાં આવે છે.

દર મહિનાના બીજા રવિવારે શબ્દસેતુના સભ્યો ટોરાન્ટો, કેનેડામાં બપોરે બે થી છ નીચે જણાવેલ જગ્યાએ  ભેગા મળે છે.

Dennis R. Timbrell Resource Centre – Room # 2
29 St Dennis Drive
North York, ON
M3C 3J3
Canada

‘શેર’ કરવા સમય કાઢો. સંપર્ક સાંધો. ઇ-મેલ એડ્રેસ –
Kishore46@hotmail.com – shabdsetutoronto@gmail.com – kishorecanada1@gmail.com

તમારુ નામ શુભેચ્છકોની યાદીમાં જોવા સંસ્થાના શુભેચ્છકો ઉપર ક્લીક કરો.

કિશોર પટેલ – શબ્દસેતુ
સપ્ટેમ્બર ૨૦૧૫

Responses

 1. gujarati every where……

  Like

 2. Hi Kishorebhai!
  greetings from English dept of Gujarat Universuty! Ranjana Harish here.
  My association with Shabdsetu is old,lmost from its day of inception.It goes back to 1997!
  Lately I have lost touch.Good to see it on the web.
  Hearty congratulations for the excellent work that you are doing.
  It is great service to Gujarati .
  With good wishes,
  Ranjana Harish
  Professor & Head,Dept of English, Bhashabhavan,Gujarat Uni,Ahmedabad.

  Like

 3. કિશોરભાઈ,
  માતૃભાષા માટે તમે ખુબ ઉમદા કાર્ય કરી રહ્યા છો … આજે જ આપની આ વેબસાઈટ ધ્યાનમાં આવી. સુંદર સંકલન કરી મૂક્યું છે. આપની જહેમત દાદ માંગે તેવી છે. ખુબ ખુબ શુભેચ્છાઓ …

  Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: