સભ્ય પરિચય-કિશોર પટેલ


જીવવા જેવું જ જીવાયું નહીં
જીવવાની આવડત મોંઘી પડી

જવાહર બક્ષી
વડોદરાની વાયડા પોળમાં લખોટી રમતા અને ગાળો બોલતા મોટો થયો. મોટા થવુ  ત્યારે ગમ્યું નહોતુ અને અત્યારે પણ ક્યાં ગમે છે.

એમ.એસ. યુનિવર્સિટીમાં, આર્ટસનો જીવડો ભૂલથી સાયન્સમાં ઘૂસી ગયો. ઘૂસાડવામાં આવ્યો એમ કહીએ તો યે ચાલે. બી.એ. થઇને શું પંતુજી થવાનો?

કૉલેજ કાળમાં શેરો શાયરીનો થોડો શોખ. બે ચાર નાની વાર્તા પણ લખેલી. એક બે મેગેઝીનમાં છપાયેલી પણ ખરી. કોલર ઉંચો કરીને ફરવા પૂરતી. હા, વાંચનની બૂરી લત. પરિક્ષા સમયે પણ નવલકથા પૂરી કરવાની ઘેલછા.

અમેરિકા આવવાનો કદી અભરખો નહોતો પરંતુ પરાણે કોઈકના સ્વપ્ના પૂરા કરવા વર્ષો પહેલાં યુ.એસ.એ. માં ભણવા આવી લાગ્યો અને ત્યાંથી રખડી, રખડીને ટોરાન્ટો, કેનેડામાં ઠરીઠામ થયો. આજે વિચારુ છું ત્યારે લાગે છે કે જે થયું એ ઘણું સારુ થયું.

પરદેશમાં જીવનની જવાબદારીઓ નિભાવતા, ટાબરીયાઓને મોટા કરતા, અને સાથે સાથે સુખ સાહય્બીઓ ભેગી કરતા, ઘરડા થઈ ગયા. અહીં રોજમરાની જિંદગીમાં સાહિત્યનું પેલુ ધીમે ધીમે વહેતુ ઝરણ સાવ સુકાઈ જ ગયું.  વાંચન છૂટી ગયું. વિચારવાનું અટકી ગયું. લખવા ભૂંસવાની તો વાત જ ક્યાં કરવી.

આજથી પંદર વર્ષ પહેલા બે ચાર મિત્રો સાથે ભેગા મળીને નિજાનંદની મસ્તી માટે “શબ્દસેતુ” નામની એક સાહિત્યિક સંસ્થા શરૂ કરી.

સાચુ માનશો,  પેલુ વિચારવાનું અટકી ગયું હતું ને,  એ પાછુ ચાલુ થઈ ગયું.  ગત વર્ષોમાં કાગળ ઉપર ઘણું બધુ ચિતરામણ કરી નાખ્યું.  તમને કદાચ ના પસંદ પડે પણ મને તો ખૂબ જ ગમે હોં.  વાંચવું છે?

કિશોર પટેલ

જાન્યુઆરી ૨૦૧૦

રચનાઓ વાંચવા માટે કિશોર પટેલ નામ ઉપર ક્લીક કરો.

Advertisements

Responses

 1. આજેજ જોઈ, બહુ સુંદર વેબસાઈટ છે.
  mdgandhi21@hotmail.com
  Los Angeles, U.S.A.

  Like

 2. ગુજરાતી બ્લોગની દુનિયામાં,
  આપનું આગમન એજ અમારો અમિત આનંદ.

  Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: