સભ્ય પરિચય-જય ગજ્જર

મારો વિકાસ મારાથી આગળ વધી ગયો
પગલીઓ મારી મારાથી પાછળ રહી ગઈ
મનહર મોદીહું ગુજરાતી ભાષાનો ગરવો ગુજરાતી મહેસાણા જિલ્લાના પાનસર ગામનો વતની છું. પાનસર જૈનોની તીર્થભૂમિ છે. પ્રાથમિક શિક્ષણ પાનસરમાં મેળવી હાઈસ્કૂલ શિક્ષણ માટે અમદાવાદ આવ્યો. સરસ્વતી હાઈસ્કૂલ, સરસપુરમાંથી એસ.એસ.સી. ૭૫ ટકા માર્ક સાથે અને ગણિતશાસ્ત્રમાં બસોમાંથી બસો માર્ક મેળવી પાસ કરી. ઓપન મેરિટ અને બીજી કેટલીક સ્કોલરશિપ મળતાં, એન્જિનિયર થવાનાં સપનાં સાથે ગુજરાત કોલેજમાં એફ.વાય.સાયન્સમાં  એક વર્ષ પસાર કર્યું. પણ આર્થિક પરિસ્થિતિને કારણે આગળ અભ્યાસ છોડી અસારવા વિધાલયમાં શિક્ષક તરીકે જોડાયો. શિક્ષક તરીકે કામ કરતાં સવારની કોલેજમાં જોડાઈ બી.એ. અને  એમ.એ. કર્યું.  એમ.એ.માં સેકન્ડ કલાસ આવતાં શિક્ષક મટી  સીનિયર ભાષાન્તરકાર  તરીકે ગુજરાત સરકારમાં જોડાયો. એક વર્ષ પછી  તક મળતાં ગુજરાત યુનિવર્સિટીના પ્રકાશન વિભાગમાં  ૧૯૬૨માં જોડાયો. સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષી તે વખતે ઉપકુલપતિ હતા. તેમની  સદભાવનાને કારણે ખાસ મંજૂરી મળતાં ૧૯૬૭માં નવગુજરાત કોલેજમાં પ્રોફેસર થવાનો લાહવો મળ્યો. આમ બે નોકરી કરતાં સાહિત્યનો રસ વિકસ્યો. ૧૯૭૦નું વર્ષ એક યાદગાર બની રહ્યું. આ વર્ષે નસીબે પલટો લીધો. ૧૯૭૦માં નવી આશા અને નવા ઉમંગ સાથે કેનેડા આવી પત્ની કવિતાના સાંનિધ્યમાં સ્ટિવનવિલ, ન્યુફાઉન્ડલેન્ડમાં નવા જીવનનો આરંભ કર્યો. કડકડતી  ઠંડી અને બરફના ઢગ વચ્ચે પ્રિય પત્નીની એક જ ઉષ્માનો   હૈયે  આનંદ હતો. સ્ટિવનવિલમાં કવિતાને નર્સની નોકરી હોઇ એ શહેર બંનેની કર્મભૂમિ બની ગયું. લાંબે ગાળે એ ભોમકા મને ફળી અને નામદામના યશદાયી બનાવ્યો. સ્ટિવનવિલ પહોંચી પ્રથમ તો હાઇસ્કુલમાં  શિક્ષક  બન્યો. પત્નીની પ્રેરણાથી ૧૯૭૧માં પ્રિન્ટિગના ધંધામાં ઝંપલાવ્યું. પ્રિન્ટિંગના  ધંધામાં  ઉચ્ચ  ભાવિ દેખાતાં ૧૯૭૪માં  મારી પોતાની  કંપની  કવૉલિટી પ્રિન્ટર્સ  શરૂ કરી. ૧૯૭૭માં તક મળતાં દશબાર દુકાનો ધરાવતા હાર્મન મૉલ નામે શોપિંગ સેન્ટર ખરીદી લીધું. ધંધાની સાથે મારાં જ્ઞાન અને અનુભવની સમાજમાં લહાણ કરવા કેટલાક મંડળોમાં જોડાયો.  સ્ટિવનવિલના તે સમયના જજ  શ્રી રોબર્ટ સ્મિથ લખે છે, “શ્રી ગજજર અહીંની ઘણી બધી સામાજિક, સાંસ્કૃતિક અને વ્યાપારી સંસ્થાઓ, મંડળોના સભ્ય, કે પ્રમુખ તરીકે સંકળાયેલા છે અને સમાજ, રાજય અને દેશના સર્વાંગી વિકાસમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે… તેમની નેતાગીરી અને રાષ્ટ્રપ્રેમ સૌ માટે નમૂનારૂપ છે.”જેમકે લાયન્સ કલબ – બે વર્ષ પ્રમુખ,  હોસ્પિટલ ફાઉન્ડેશન- ચાર વર્ષ કોર્પોરેટ ચેરમેન, ચેમ્બર ઑફ કોમર્સ – બે વર્ષ પ્રમુખ, સ્ટિવનવિલ ચેમ્બર ટુરિઝમ – સાતવર્ષ ચેરમેન, એટલાન્ટિક પ્રોવિન્સિસ ચેમ્બર ઑફ કોમર્સ – ત્રણ વર્ષ ડિરેકટર, વેસ્ટ વાઇકિંગ કોલેજ બૉર્ડ – પાંચ વર્ષ બોર્ડ ડિરેકટર, ઉપરાંત, બીજા અનેક એસોસિએશનોમાં સભ્ય બની ઓતપ્રોત થઇ ખંતથી વિશિષ્ટ પ્રદાન કર્યું. સફળ અને સંસ્કારી સજજન તરીકે કેનેડિયન સમાજમાં પ્રતિષ્ઠા પામતાં શિક્ષિત, સાહિત્યિક અને સંસ્કારી પ્રતિભા રૂપે સમાજ, રાજય અને દેશે મારી  સેવાઓની કદર કરી નગર, રાજય અને રાષ્ટ્ર કક્ષાના અનેક એવોર્ડ અર્પણ કર્યાઃ ૧૯૭૫  ‘આઉટ સ્ટેન્ડિગ ન્યુ લાયન એવૉર્ડ’  લાયન્સ કલબ ૧૯૮૭ ‘દશ વર્ષ વિશિષ્ટ સેવા એવૉર્ડ’ સ્ટિવનવિલ  વિન્ટર કાર્નિવલ ૧૯૮૮   ‘હાર્ટ ઓફ ગોલ્ડ એવૉર્ડ’  એર કેનેડા ૧૯૯૦ ‘ધ સિટિઝન ઓફ ધ યર એવૉર્ડ’   ટાઉન ઓફ સ્ટિવનવિલ ૧૯૯૧   ‘ધ હાર્વે વેબર એવૉર્ડ’  એટલાન્ટિક પ્રોવિન્સિસ ચેમ્બર ઓફ કોમર્સ ૧૯૯૧  ‘ધ સાઈટેશન ફોર સિટિઝનશિપ એવૉર્ડ’ મિનિસ્ટિર, મલ્ટીકલ્ચરિઝમ, કેનેડા (રાષ્ટ્રિય એવૉર્ડ) ૧૯૯૧   ‘ધ કેનેડા વોલન્ટિયર એવોર્ડ’   મિનિસ્ટિર, નેશનલ હેલ્થ એન્ડ વેલફેર, (રાષ્ટ્રિય એવૉર્ડ) ૧૯૯૩   ‘ઓર્ડર ઓફ કેનેડા’  માનનીય રે નેટિશન, ગવર્નર જનરલ ઓફ કેનેડા (કેનેડાનો હાઈએસ્ટ નેશનલ એવૉર્ડ ) (ભારતના ‘પદ્મવિભૂષણ’ સમકક્ષ) ૨૦૦૩   ‘ધ કવીન્સ ગોલ્ડન જયુબિલી મેડલ’  માનનીય એડ્રિયન કલાર્કસ,  ગવર્નર જનરલ ૨૦૦૭ ગુજરાતના શ્રેષ્ઠ માસિક ‘નવચેતન’માં ૨૦૦૬માં પ્રગટ થયેલ વાર્તાઓમાં શ્રેષ્ઠ વાર્તા તરીકે મારી વાર્તા પસંદ પામતાં નાનુભાઈ સુરતી પારિતોષિક. ૨૦૦૮   મારી નવલકથા ‘આંધીનો ઉજાસ’ ૨૦૦૬માં પ્રકાશિત નવલકથાઓમા શ્રેષ્ઠ નવલકથા શ્રેણીમાં ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું ત્રીજું ઈનામ ૨૦૦૮   દરિયાપારના સાહિત્યકારો માટેનું ગુજરાતી સાહિત્યપરિષદનું ૨૦૦૬ના વર્ષના શ્રેષ્ઠ પુસ્તક માટેનું ‘ગુજરાત દર્પણ’  પારિતોષિક મારી નવલકથા ‘આંધીનો ઉજાસ’ને ૨૦૦૯   ગુજરાતી બિઝનેસ એસોસિયેશન, ટોરોન્ટોએ  ‘પ્રાઉડ ગુજરાતી ઓફ ટોરોન્ટો’         (ટોરોન્ટોના ગરવા ગુજરાતી) એવૉર્ડ અર્પણ કર્યો. આમ  સમાજસેવા મારી  પ્રકૃતિ  છે  તેમ સાહિત્ય એ મારી ગળથૂથીમાં છે. આજ સુધીમાં લગભગ ચારસો જેટલી નવલિકાઓ અને દશ નવલકથાઓ તથા ચાર નવલિકા સગ્રહો પ્રગટ થયેલ છે. મારી નવલિકાઓ દેશવિદેશનાં સામયિકો અને દૈનિકો – કુમાર, નવચેતન, ચાંદની, પ્રસ્થાન, નવનીત, ચિત્રલેખા, શ્રીરંગ, આરસી, સખી, સ્ત્રી, ગૃહશોભા, ગુજરાત, શબ્દસૃષ્ટિ, ગુર્જરી, ગુજરાત દર્પણ, ગુંજન, ઓપિનિયન, ગુજરાત સમાચાર, સંદેશ, જયહિંદ, વગેરેમાં પ્રગટ થઈ છે. વળી  કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી) ટીવી પર  તેર હપ્તાની  સીરિયલ (How to be a successful Buisnessman-13 episodes series) માં એક વેપારી તરીકેના મારા અનુભવો રજૂ કર્યા હતા. વિવિધ સમિતિઓના ચેરમેન કે સભ્ય તરીકે સીબીસી, કેનેડાના રેડિયો અને ટીવી પર  અનેક ઇન્ટરવ્યુ અને વાર્તાલાપો  આપ્યા છે. છેલ્લાં પંદર વર્ષથી ટોરોન્ટો, કેનેડામાં દર વર્ષે યોજાતા અંગ્રેજી અને ફેન્ચ લેખકો અને તેમના પુસ્તકોના ‘વર્ડ ઓન ધ સ્ટ્રીટ ફેસ્ટિવલ’માં ૨૦૦૪માં પ્રથમવાર ગુજરાતી ભાષાને સ્થાન અપાયું અને તે પ્રસંગે મારી નવલકથા  ‘કાચી માટીનું ઘર’ નું અને ફરી ૨૦૦૫માં ‘તિમિરનાં તેજ’નું એક પ્રકરણ વાંચવા આમંત્રણ અપાયું જે મારે માટે અને  ગુજરાતી ભાષા માટે ગૌરવ અને આનંદની ઘટના બની છે. હાલ હું મિસિસાગામાં મારા પુત્ર ડૉ. નીલ ગજજર સાથે રહું છું. મારી સામાજિક કે સાહિત્યિક પ્રવૃત્તિ અને સિધ્ધિ  માટે  મારાં  પત્ની  કવિતાનાં  અને  પુત્ર  ડૉ. નીલ ગજજરનાં પ્રેરણા અને પ્રોત્સાહન  સતત મળતાં રહ્યાં છે. ડીસેમ્બરથી ફેબ્રુઆરી દર વર્ષે દેશમાં મારા નિવાસસ્થાન ગાંધીનગરમાં રહું છુ અને મિત્રો અને સ્વજનોને મળી ભૂતકાળનાં સંસ્મરણોને વાગોળું છું. મારી વિવિધ પ્રકારની સિધ્ધિઓ માટે કર્મભૂમિ કેનેડાનો આભાર માનતાં કહું છું,  “શાંતિભર્યું જીવન જીવવા અને ગમે તે ક્ષેત્રે ગર્વથી કામ કરવા માટે સારાય વિશ્વમાં કેનેડા જેવો કોઈ  દેશ નથી.” મનહર મોદીના શબ્દોમાં કહીએ તો – એક પળનો યુગ બને પણ  એટલી નવરાશ કયાં છે? વાચકમિત્રો ગુજરાતી ભાષાનું ગોરવ વધારવા અને ગુજરાતી ભાષાને અમર બનાવવા સદા જાગ્રત રહી ‘યા હોમ કરી’ને તત્પર રહેજો. જય જય ગરવી ગુજરાત અને જય જય અમારી ગુણવંતી ગુજરાતી ભાષા. જય ગજજર, C.M., M.A 41 Palomino Dr., Mississauga, Ontario, Canada  L4Z 3H6  Tel. 905-568-8025 Email: gajjar@mail.com      www.jaygajjar.com રચનાઓ વાંચવા જય ગજજર માટે નામ ઉપર ક્લીક કરો.

Responses

  1. […] શ્રી જય ગજ્જરનો પરિચય એમના જ શબ્દોમાં અહીં વાંચો . […]

    Like

  2. […] તેમનો પરિચય -‘શબ્દસેતુ’ પર […]

    Liked by 1 person


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: