સભ્ય પરિચય-નિધીશ દલાલ

Younge-1Recent Photograph
અય વતન અય વતન હમકો તેરી કસમ
તેરી રાહોમેં જાં તક લુટા જાયેંગે
ફૂલ ક્યા ચીઝ હૈ તેરે કદમોં પે હમ
ભેંટ અપને સરોં કી ચઢા જાયેંગે
અય વતન અય વતન

પ્રેમ ધવનનામ:             કેપ્ટન નિધીશ રજનીકાંત દલાલ (મુસાફિર)

ઉપનામ:        ‘મુસાફિર’. સાહિત્યરસિકોની મંડળીમાં ‘મુસાફિર’ થી ઓળખાય

જન્મ:             મુંબઈ. સમય બીજા વિશ્વ યુદ્ધનો

અભ્યાસ:         બી.એસ.સી(ઓનર્સ), એલ.એલ. બી, ડી.એમ.એસ

નોકરીનું ક્ષેત્ર:  પ્રોડક્ક્ષન, સેલ્સ અને માર્કેટિંગ

નોકરીભ્રમણ:   કોલકાતા, મુંબઈ , હૈદરાબાદ , દાર-એસ-સલામ (ટાન્ઝાનિયા)

સેનાની:          ઈન્ડિયન આર્મી

એર ડીફેન્સ આર્ટીલરી ૧૯૬૫ અને ૧૯૭૧ ની લડાઈમાં સક્રિય ભાગ – ૬ વોર મેડલ્સ મેળવ્યા

ચાલવાનું શીખ્યો હોઇશ ત્યારે બાપુજીની બદલી કોલકાતા થઇ.   ત્યારે જ ભવાનીપુરમાં ગુજરાતી બાલમંદિર અને ગુજરાતી શાળાની શરૂઆત થઇ હતી.   સ્કૂલના નાના ફળીઆમાં સો થી ઓછા લોકો આવતા.   શાળાના ચાર એક શિક્ષકો ઉત્તર ગુજરાતથી આવતા અને જાદવજી પડિયાના બંગલામાં એક રૂમમાં રહેતા.   એમની જ વીશીમાં જમતા.   જસ્ટીસચંદ્ર માધવ રોડ પર એક મકાનના બે રૂમ માં બાલમંદિર ખૂલ્યું અને એલન્બી રોડ પર ચાર રૂમમાં સ્કૂલ શરૂ થઈ.

સાતમી થી અગીઆરમી દાદાને ત્યાં સાંતાક્રુઝ મુંબઈ રહીને ભણ્યો.   કોલેજ કોલકાતામાં અને બે વરસ બીઝનેસ મેનેજમેન્ટ મુંબઈમાં.   ૪૦મે વરસે ભણ્યો.    ૧૯૬૫ ની લડાઈ પછી દેવલાલી સ્કૂલ ઓફ આર્ટીલરીમાં એક કોર્સ કર્યો.

જયારે સ્કૂલ માં ભણતો હતો ત્યારે ૧૯૫૩ માં એડમંડ  હિલરી અને તેનસિંગ નોર્ગે પહેલીવાર માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોચ્યાં હતા તે વિષય પર ‘ધ કોન્કવેસ્ટ  ઓફ માઉન્ટ એવરેસ્ટ’ એક લેખ સ્કૂલ ના મેગેઝીન માં લખ્યો હતો.   ત્યાર બાદ ૧૯૬૫ ની લડાઈ પછી દેવલાલી સ્કૂલ ઓફ આર્ટીલરી માં કોર્સ  કરી પાછા કોલકાતા ફરતા ટ્રેનમાં ‘મીરાં કે પ્રભુ’ એક નાની વાર્તા મીલીટરીના મેજર પર  સ્ફૂરી તે વર્ષા નામના માસિક માં છપાઈ હતી.   પછી ‘દીપ જલે જાય’લખેલી.   આ એરફોર્સ વિશે હતી  બંનેમાં બંગાળી ઘરો ની વાત હતી.  અમારું કુટુંબ ૩૩ વરસ કોલકાતા માં વસ્યું  એટલે ત્યાં ની સંસ્કૃતિની અસર પડેને!   હા કોલેજ માં હતો ત્યારે કોલકાતામાં નવરાત્રીમાં અમારી ૬-૭ લોકોની મંડળી સાથે એકાંકી પ્રહસનો કરતા.   નવરાત્રીમાં હજારથી વધારે લોકો આવતા અને સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા.

રીટાયર થયા પછી ટોરોન્ટો આવવાનું થયું.  અહીંની લાયબ્રેરીમાં એક વાર આદિલ મન્સૂરી  ની એક ગઝલ માં વાંચ્યું – ‘ભલા માણસ કંઈક તો લખ’.  એમાંથી મને પ્રેરણા મળી.   પહેલા તો એક વાર્તા કે નવલકથા લખવાનું મન થયું  પણ એક વિષય કે વ્યક્તિ ને લઈને વિસ્તારથી ૨૦૦ થી ૩૦૦ પાના લખવાનું જચ્યું નહીં.   પણ ત્યાર બાદ એક એક કરીને ૧૭-૧૮ કવિતાઓ લખી જે ટોરોન્ટો ના ગુજરાતી છાપાઓમાં પ્રકાશિત થઈ.   જન્મભૂમિમાં અને અભિષેક માં આવી અને લોસ એન્જેલીસ, યુ.એસ.એ. ના આનંદરાવ ના ‘ગુંજન’ માં પણ છપાઈ.

હું મારી કવિતામાં ૧૨-૧૪ લાઈનમાં એક સાથે આજના સાંપ્રત સમાજ ના પ્રશ્નો અને સમસ્યાઓને સાંકળી લેવાનો પ્રયત્ન કરું છું.   મારી કૃતિઓ અલંકારિક કરતા આધુનિક અને ગુજલીશ વધારે લાગશે.   કવિતા લખવી નથી પડતી એ તો આપમેળે લખાઈ જાય છે.  આજે હું ગુજરાતી કમ્પ્યુટર પર  લખતો થઇ ગયો છું.   શીખવાની કોઈ ઉંમર નથી હોતી.

શબ્દસેતુ ના સાથીઓ સાથે મળવાનુ થયું.  સરખા રસ ધરાવતા મિત્રો મળ્યા, પછી બીજુ શું જોઈએ. ગમતાનો ગુલાલ કરીએ છીએ.

કેપ્ટન નિધીશ દલાલ ‘મુસાફિર’

રચનાઓ વાંચવા માટે નિધીશ દલાલ નામ ઉપર ક્લીક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: