સભ્ય પરિચય-બાબુ પટેલ
લાગણી શોધું છું લાગણીથી આવ્યો છું
દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું

મરિઝદક્ષિણ ગુજરાતમાં નવસારી નજીક આવેલ કરાડી શહીદો અને સ્વાતંત્રતાના લડવૈયાનુ ગામ, જ્યાં મારો જન્મ થયો, આઝાદી મળ્યા બાદ.

હાઈસ્કુલમા હતો ત્યારથી જ સાહિત્ય પ્રત્યે રુચિ. ગુજરાતી શિક્ષકોના પ્રેરણાથી લખવાની શરૂઆત કરેલી. રમત ગમતનો રસીયો પણ દિલ સાહિત્યમા. સાયન્સનો વિધ્યાર્થી પણ વાંચવા લખવાનો શોખ. કાવ્ય લખવાની શરુઆત કોલેજમા થઈ. કોલેજના ચાર વરસ દરમ્યાન કાવ્યો લખેલાં. મેગેઝિનમા પણ છપાયેલાં.

૧૯૭૨ મા કોલેજ છોડી, વતન છોડ્યું અને વતનની હુફ છોડી. કેનેડાની બર્ફીલી ધરતી પર આવી કૌટુંબિક જવાબદારીના તાણાવણામા ગૂંથાઈ ગયો. તે સમયે ટોરોંટોમા ગુજરાતીઓનુ અસ્તિત્વ બહું ઓછું હતું. ગુજરાતી સાહિત્ય પ્રેમીઓને મળવાની વાત જ ક્યાં. લાયબ્રેરીંમા ગુજરાતી પુસ્તકો જવલ્લે જ જોવા મળે. ગુજરાતી લખવાનુ જાણે ભૂલી ગયો હોય એવુ લાગ્યું.

વરસો બાદ જ્યારે સુસ્ત બની સુતેલા શબ્દોને ઢંઢોળવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં શબ્દશેતુના સભ્યોને મળવાનુ થયું. સાહિત્યની ગોષ્ઠિંમા કવિ અને લેખકોનુ માર્ગદર્શન મળ્યું. પ્રકાશ દેખાયો. શબ્દો આળશ મરોડી જાગી ઊઠ્યા. કલમ ઉપાડી, કવિતા લખવાની શરુઆત કરી. મારાં કાવ્ય અને ગઝલનુ પઠન કરવાની તક મળી.

આજે સરસ્વતીની કૃપાથી દિલમા ઊઠતા તરંગોને કાગળ પર ચીતરું છું.

બાબુ પટેલ –

રચનાઓ વાંચવા માટે બાબુ પટેલ નામ ઉપર ક્લીક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: