સભ્ય પરિચય-મધુરી ધનિકકેવી ઝૂરે છે રાત તને શી ખબર પડે?
રુદિયાની એવી વાત તને શી ખબર પડે?

મનહર તળપદા


આ પંક્તિઓ મને મધુરીબેન અને શાંતિલાલ ધનિક્ની યાદ અપાવે છે.

ધનિક દંપતી દાઝેલા હૈયાનો પર્યાય!  ફૅમિલી કાઉન્સેલિંગ કરતી હોવાથી મને માનવીની ખાલ ઓઢીને ફરતા અનેક જાનવરોને મળવાનું થાય છે. પત્ની ત્યજતા પતિ અને ક્યારેક પતિ ત્યજતિ પત્ની મેં જોઈ છે, પણ વૃદ્ધ માં-બાપને તરછોડી, સદંતર સંબંધ તોડી લાપતા થતો પુત્ર જોવાનું એક જ વાર બન્યું છે.  લોહીના સંબંધોની આ કેવી કઠોર અને કરુણ વિડંબણા?

ધનિક દંપતીને ઓથ મળી શબ્દસેતુની! શબ્દસેતુના સભ્યોએ સેતુ બાંધવાની પ્રત્યેક પ્રક્રિયામાં રસસિદ્ધ કરતો અભિગમ સિદ્ધ કર્યો. ઘાયલ દંપતીને જાણે  સંસ્થાએ દત્તક લીધા. ઉપકારની લાચાર ભાવનાનો ઉદ્ભવ ન થાય તેમ! ડૉ. ધનિકના અવસાન પછી શબ્દસેતુ અને ઈતર મિત્રોએ મધુરીબેનને એકલતા સાલવા ન દીધી. અંતિમ શ્વાસ સુધી તેમને સથવારો પૂરો પાડ્યો. શબ્દસેતુનો આ માનવીય અભિગમ સંસ્થાને આકાશથી ઊચી કક્ષાએ પહોંચાડે છે; એવો મારો અંગત અભિપ્રાય છે.

શબ્દસેતુમાં સૌથી વડીલ અને સૌથી ઉત્સાહી સભ્ય મધુરીબેન! મનથી જૂવાન! શબ્દસેતુનો બ્લોગ બને અને તેમાં ધનિક દંપતીનું પ્રદાન હોય, એવી તીવ્ર ઈચ્છા ધરાવતા! શબ્દસેતુના બ્લોગની સંકલ્પના અને શરૂઆતની કારવાઈ તેમણે  જોઈ; પણ મહાજાલપર-ઇન્ટરનેટપર બ્લોગ અવતરે તે પહેલા તેમને મહાકાળની ઈચ્છાને વશ થવું પડ્યું.

શબ્દસેતુના સભ્યોએ એમના કંઠે અનેક વાર કવિતા સાંભળવાનો લહાવો માણ્યો છે. શબ્દસેતુના સભ્યની પ્રેરણા અને સહકારને પ્રતાપે ધનિક દંપતી નો ‘સાથોસાથ’ નામનો સહિયારો કવિતા સંગ્રહ પુસ્તકરૂપે પ્રગટ થયો. એક વૈચારિક  પુસ્તકનો પણ તેમણે ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. શબ્દસેતુ માટે એ ગૌરવની વાત છે.

શબ્દસેતુ સંસ્થામાં આ વિદેહી સાહિત્યપ્રેમી દંપતી સ્મરણ રૂપે હંમેશા જીવંત રહેશે.

મધુરી ધનિક – વિદાય – ન​વેમ્બર ૨૦૦૯.

સ્મિતા ભાગવત

એમની રચનાઓ વાંચવા માટે મધુરી ધનિક નામ ઉપર ક્લીક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: