સભ્ય પરિચય – મનુ પટેલ
સૂરજ થવાની વાત તો આકાશમાં રહી
ચકમકથી નીકળુ છું ધુમાડાઇ જાઉં છું

જવાહર બક્ષીદક્ષિણ ગુજરાતમાં, નવસારી નજીક કરાડી ગામમાં જન્મ અને ઉછેર. દાંડી યાત્રા દરમ્યાન ગાંધી બાપુનો મુકામ અમારા ગામમાં એટલે ગામ આખુ ગાંધી ઘેલું. અમે પણ તેનાથી ભિંજાયેલ. નાનપણથી ગાંધી અને ગાંધીસાહિત્ય પ્રત્યે વધારે લગાવ. મને નવલકથાઓ વાંચવાનો ભારે શોખ.

દેશમાં ભણીને પછી કેનેડા આવ્યો. અહીં પરદેશમાં કમાઈને સ્થાઈ થવામાં, બાળકોને ઉછેરીને ભણાવવામાં મોટા ભાગનો સમય પસાર થઈ ગયો. વાંચન એકદમ ઘટી ગયું. વિસરાઈ જ ગયું એમ કહીએ તો યે ખોટુ નહીં. લખવાનું બહુ ફાવે નહીં પણ કદિક પોતાની કોમ્યુનિટીના દિવાળી અંક માટે એકાદ લેખ લખવાનું થતું એનો આનંદ અને ગર્વ રહેતો.

વર્ષો પહેલા ટોરોન્ટોમાં એક વાર ‘શબ્દસેતુ’ યોજીત કાવ્ય અને ગઝલ મહેફિલમાં જવાનું થયું. લેખકો અને કવિઓને સાંભળવાનો તથા પ્રત્યક્ષ મળવાનો લાભ મળ્યો અને વાંચવાનો રસ પાછો જીવંત થયો. બે હજાર એક પછી શબ્દસેતુની માસીક સભામાં જવા લાગ્યો. સૌ સભ્યમિત્રોના સર્જન સાંભળતાં, માણતાં અને રચનાત્મક ચર્ચાવિચારણાના આનંદ સાથે કંઇક લખવાની પ્રેરણા જાગી.

તળપદી ભાષામાં લખાયેલી મારી ‘ચાલટો જાવાનો’ અછાંદસ કાવ્યરચના “શબ્દસેતુ”ના સભ્યમિત્રોને બહુ ગમી. પછી તો યુ.એસ.એ.માંથી નીકળતા ત્રિમાસીક ગુર્જરીમાં પણ એ પ્રગટ થઈ.

આજકાલ શોર્ટ સ્ટોરી – ટૂંકી વાર્તા તરફ વળ્યો છું. હું સાયન્સમાં સ્નાતક એટલે પ્રયોગોનો શોખિન, હવે સાહિત્યમા પ્રયોગો કરવા મંડ્યો છું

ગુજરાતી ડિક્ષનરીનો ઉપયોગ કરીને વર્ષમાં એકાદ બે રચનાઓ લખાય છે અને કોમ્યુનિટીના દિવાળી અંકમાં પ્રેમથી છપાય છે. હવે “શબ્દસેતુ”નો અમારો બ્લોગ શરુ કર્યો છે એટલે તમને પણ બોર કરવાનો લહાવો જરૂર મળશે. કાગળ પર લખતા લખતા કોમ્પુટરના સ્ક્રીન પર આવી ગયો છું. જોઇએ આગળ શું થાય છે.

મનુ ગિજુ

રચનાઓ વાંચવા માટે મનુ પટેલનામ ઉપર ક્લીક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: