સભ્ય પરિચય – મુહમદઅલી ભૈડુ

 

હમ કુછ ભી નહીં ફીર ભી હમારે હોનેકા હૈ વાહેમાં
વકત કી ચક્કી મેં પીસકે મિટ જાયેંગે એક દિન

મુહમદઅલી ભૈડુ – “વફા”

 

 

નામ: મુહમ્મદઅલી યુસુફ ભૈડુ

ઉપનામ(તખલ્લુસ): વફા સાહિત્ય વર્તુળમાં મુહમ્મદઅલી વફા થી ઓળખાય

જન્મ સ્થળ: લુવારા, તાલુકા: મોટામિયાં માંગરોળ જિલ્લો: સુરત, ગુજરાત, ભારત

અભ્યાસ: સીવીલ ઈંજિ.(ભારત), સી.એન.સી.પ્રોગ્રામીંગ(કેનેડા)

વ્યવસાય: બાપીકો ધંધો ખેતી વાડી(ભારત) – 1964થી 1972 પબ્લીક વર્કસ ડીપાર્ટમેંટમાં સીવીલ ઇંજી. તરીકે કામ કર્યું. હાલ બે વર્ષથી  નિવૃત્ત

રસ: વાંચન, લેખન, પ્રવાસ

લખવાનો શોખ: દસમાં ધોરણથી. એમ.એસ. યુની. બરોડામાં પ્રી. સાયન્સમાં શ્રીયુત સુરેશ જોષી પાંસે ગુજરાતી ભણવાનું સદભાગ્ય.

ગુજરાતી ગઝલનાં ઉસ્તાદ: મર્હુમ મસ્ત હબીબ સારોદી(સુરત) અને આચાર્ય મસ્ત મંગેરા(તંત્રી વ.સમાચાર-સુરત)થી ગઝલોની ઇસ્લાહ લીધી હતી.

1965-66થી વ્યવસ્થિત ગઝલો લખી. ઈસ્માઇલી અઠવાડિક(તંત્રી: હસનઅલી નામાવટી)માં તરહી કલમી મુશાયરામાં 1972 સુધી વ્યવસ્થિત ભાગ લીધો.

ભારત ના રોકાણ દરમિયાન ગુજરાતમિત્ર, રંગતરંગ, ઇંન્સાન, શબનમ, વ. સમાચાર, ઇસ્માઈલી, મુઝાહિદ(સુરત), વિ.માં પ્રારંભમાં રચનાઓ પ્રકાશિત થયેલી.

ગુજરાતી અને ઉર્દૂ મળી 600 ઉપર ગઝલો લખાઈ છે. હાસ્ય સમ્રાટ આઈ.ડી.બેકાર, નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી), સીરતી, રતિલાલ અનિલ, ઉશનશ, ભગીરથ, ડો.જયંત પાઠક, રાઝ નવસારવી, ડો.અદમ ટંકારવી, રૂસ્વા મઝલુમી, શૂન્ય, ઘાયલ, નાઝ માંગરોલી સાથે  મુશાયરામાં પ્રેક્ષક તેમજ વકતા તરીકે ભાગ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલ છે. હાસ્ય સમ્રાટ બેકાર સાહેબ સાથે બે, “ટુ મેન” શો પણ અનાયાસે કરવા પડ્યા.

અહીં ટોરંન્ટોના ગુજરાતી અને હિન્દી સાપ્તાહિકોમાં રચનાઓ પ્રકાશિત થતી રહે છે. 1972માં કેનેડા ગમન પછી વાંચનની પ્રક્રિયા તો ચાલુજ રહી. ઉર્દૂ ઘણું વાંચ્યું.એક ઓરડામાં નાની સરખી લાઈબ્રેરી થઈ ગઈ છે. પણ લેખન કાર્ય લાંબા સમય સુધી બંધ રહ્યું. ધર્મ, તત્વ દર્શન પર કદી કદી દેશ વિદેશમાં પ્રવચનો થતા રહ્યાં.

કેનેડા(1972થી) વસવાટ દરમિયાન બે દાયકા સુધી સર્જન કાર્ય સ્થગિત રહ્યું હતું. ટોરંટોમાં તેમજ બ્રિટનમાં આદિલ મન્સૂરી. યુ.કેના ડૉ.અદમ ટંકારવી, પ્રોફેસર મહેક ટંકારવી, અહમદ  ગુલ, બેદાર લાજપુરી, શબ્બીર કાજી, દિલીપ ગજ્જર સાથે મુશાયરામાં ભાગ લેવાની તક મળી.

ઉર્દૂનું નાગરી લિપ્યાંતર અને હિન્દીનું ઉર્દૂ લિપ્યાંતર કરી ઉર્દૂ-હિન્દી ભગિની ભાષાને એના ચાહકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ ચાલૂ છે. આદિલ મંન્સૂરી માટે  ગુજરાતી, ઉર્દૂમાં બે બ્લોગો ડીઝાઈન કરેલ છે.

મારા ત્રણ બ્લોગ્સ વર્ડ પ્રેસ ઉપર છે.

ગુજરાતી ઉર્દૂમાં મળી કુલ મારી 730 રચનાઓ (મહદ અંશે  પદ્ય) પોસ્ટ થઈ છે.

બધા બ્લોગો પર મળી કુલ આશરે 2350 જેટલી રચનાઓ પોસ્ટ થઈ ચૂકી છે.

અને એના પર 1 70000 જેટલી કલીક (મુલાકાતીઓ) પડી ચુકી છે

મહમદઅલી ભૈડુ – “વફા”

કૃતિઓ વાંચવા માટે મુહમદઅલી ભૈડુ”વફા” નામ ઉપર ક્લીક કરો.

Responses

  1. this is first time I find an oean of info.

    about me these r detials
    am aged about 86 years young
    am at Anand between Baroda and Ahemdabad
    and have famoise A M U L dairy.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: