સભ્ય પરિચય-રાજેષ પટેલ

Yonger PicOlder pic
મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

જવાહર બક્ષી
નવસારીથી દક્ષીણે ત્રણ કિ.મી દુર આવેલ “દાંતેજ” ગામ, મારી જન્મભૂમિ. પ્રાથમિક શિક્ષણ દાંતેજની નિશાળમાંથી અને માધ્યમિક શિક્ષણ નવસારીની મદ્રેસા હાઈસ્કુલમાંથી. નવલકથા અને કવિતા વાંચનનો રસ બાળપણથી જ હતો એટલે શાળાના અભ્યાસ દરમ્યાન હું પણ કાંઈક લખું એવા વિચારો જરૂર આવતા પણ એનો અમલ કરી શકયો નહીં. હા, કાગળ ઉપર થોડું ચિતરામણ કર્યાનું યાદ છે.

નવસારીની ન.મ.કૃષિ મહાવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ વીસ વર્ષ ત્યાજ નોકરી કરી. નોકરી દરમ્યાન જુદા જુદા પાકો માટે નવિન ખેતી પદ્ધતિની રીતો તેમજ સંશોધન આધારિત લેખો લખી ખેડૂતો માટે કાંઈક કર્યાનો સંતોષ મેળવ્યો.

ચાલીસી વટાવ્યા બાદ ટોરોન્ટો કેનેડા આવવાનું થયું. કેનેડામાં પગભેર થવા માટે શરૂઆતમાં કરેલા સંઘર્ષના દિવસો કેવી રીતે ભૂલાય?

ટોરાન્ટોમાં સ્થાયી થયા બાદ બે એક હાસ્ય લેખ લખ્યા જે અમારા સમાજ ધ્વારા પ્રકાશિત દિવાળી અંકમાં છપાયા.

ત્યાર બાદ અમારા મિત્ર મનુભાઈ દ્વારા “શબ્દસેતુ” નો પરિચય થયો અને શબ્દસેતુની માસિક મીટિંગમાં દર મહિને જવાનું શરૂ કર્યું. એક્બીજાની સ્વરચિત રચનાઓ સાંભળતા અને ચર્ચાવિચારણા સહિત માણતા આગળ લખવાનું મન થયું.

પા પા પગલી કરતા મારા જેવાની રચનાને સુધારી મઠારી શબ્દસેતુ બ્લોગ ઉપર પ્રકાશિત કરે એનાથી વધારે શું જોઈએ! માધ્યમિક શાળા દરમ્યાન લેખન તરફ વળવાના અધૂરા રહી ગયેલ કોડ શબ્દસેતુના સાથ અને માર્ગદર્શનથી પુરા થઇ રહ્યા હોય એવું લાગે છે

રાજેષ પટેલ.

રચનાઓ વાંચવા માટે રાજેષ પટેલ નામ ઉપર ક્લીક કરો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: