સભ્ય પરિચય-શાંતિલાલ ધનિક

 

જીવન ની સમી સાંઝે મારે,
જખ્મો ની યાદી જોવી’ તી
બહુ ઓછાં પાના જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતા

સૈફ પાલનપૂરી

મુંબઇમાં મોટો થયો, પાટણમાં પ્રેક્ટીસની શરૂઆત કરી અને ત્યાંથી મુંબઇ, લંડન, અમેરિકા ફરી સૂરતમાં સ્થાયી થયો. સૂરતમાં સહચરી-સહધર્મિણી સાથે શીતળ ચાંદની જેવા શાંતિમય વર્ષો વિતાવ્યા. તાપી કિનારે સપ્તરંગી મેઘધનુષ જેવું સુખ મેળવ્યું.

કુદરતને પણ કદીક ઈર્ષા આવતી હોય છે એટલે મોટી ઉમ્મરે ઊર્મિઓના આવેગમાં, સેંટિમેંટલફૂલની જેમ બધુ વેચી સાટીને, પીંડની પીડા ભોગવવા કેનેડા આવી લાગ્યા અને  પુત્ર-પૌત્રોના સહવાસની એષણામાં બધુ સમર્પિને સ્થાનભ્રષ્ટ થયા.

બેઘર થવાની અણીયે  ‘શબ્દસેતુ’ ના સાથીઓએ સાથ આપ્યો. શબ્દસેતુ આમ એક સાહિત્યિક સંસ્થા પણ અમારા માટે તો આશાનો સંચાર, જીવનનો આધાર. પ્રાણવાયુ જ કહોને. લાંબુ જીવવાનુ લલાટે લખાયેલુ એટલે ટોરોંટોના સીનિયર હોમમા ડગુમગુ ટગુમગુ થતા ફરતાં રહયા.

મને વાતો કરવાનુ ખૂબ ગમે પણ ઉપરથી તેડું આવ્યુ એટલે જવુ પડશે. અમારા કિશોરભાઈને ચાલુ રાખવાનુ કહું, જેમણે આ બ્લોગ થોડો મોડો શરૂ કર્યો.

શાંતિલાલ ધનિક  આમ વ્યવસાયે ડોક્ટર, પણ દિલથી કળા પ્રેમી. સંગિત અને ચિત્રકળાના માહેર, ફોટોગ્રાફીના શોખીન, સારી ફિલ્મોનો જાણકાર – ઉપરથી કવિ જીવ, એટલે કવિતા કરે, વાર્તા લખે. ટૂંકમાં સાયન્સ અને આર્ટસ, બન્નેના ધણી.

આગળ કહું તો રેશમી મુલાયમ શબ્દોના માલિક, લાગણીઓથી ઉભરાતા, હૈયે ઉમળકો લાવીને મળતા માણસ, ધ્યાનથી સૌની વાતો સાંભળતા માણસ, ટોળામાંના એક અનૂઠા માણસ.

એમની પાસેથી હું બે વાતો ખાસ શિખ્યો છું. ઍક તો હાઉ ટુ ઍજ વિથ ગ્રેસ અને બીજુ હાઉ ટુ બી ઍ ગુડ લીસનર. બન્ને વાતો ધ્યાનમાં રાખીને પયત્નો કરી રહહ્યો છું.

એકાણું વર્ષની ઉમ્મરે પણ ધનિક સાહેબ પાસે સેન્સ ઓફ હ્યુમર અને પ્રેઝન્સ ઓફ માઇંડ  બન્ને અકબંધ હતા. ગપ્પા મારવા માટે મારા એ કરીબી દોસ્ત હતા. એમની લાંબી સફરના અગણિત અનુભવો અને અંગત જીવનની દાસ્તાન મને ઘણું બધુ શિખવતી ગઈ છે.

શાંતિલાલ ધનિક – વિદાય – સપ્ટેમ્બર ૨૦૦૬.

કિશોર પટેલ

એમની રચનાઓ વાંચવા માટે શાંતિલાલ ધનિક નામ ઉપર ક્લીક કરો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: