સભ્ય પરિચય – સ્મિતા ભાગવત

for blog-1-jpeg  for Blog-2

 

એ પછી આગળ ને આગળ અને આગળ હશે
નીકળેલી નાવ સામે હદ વગરના જળ હશે

જયન્ત પાઠક

દેશ-વિદેશના ૧૯ ઘરોમાં મારો વસવાટ રહ્યો. હવે વીસમા ઘરના એંધાણ મળતા થયા છે. માટે વિચારુ છું કે આ શેર જાણે મારા જીવનને અનુલક્ષીને લખાયો હોય!

ગરવી ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર વડોદરાના સંસ્કારી ઘરમાં હું જન્મી. પિતાના દાદાજી મહારાજા સયાજીરાવ ગાયકવાડની સેનામાં કપ્તાન! માતા-પિતા સ્વાતંત્ર્યસેનાની! માતાને  કારાવાસ થયો, ત્યારે હું ધાવતી બાળકી! માતાસાથે હુંયે બંદી બની! દેશસેવા વિના કારાવાસ ભોગવેલ હું વિરલ વ્યક્તિ છું. ઘરમાં ભાઈ અને મારી ઉછેરમાં ફરક નહોતો. ત્રણ વર્ષની ઉમરે પિતાએ મને વાર્તા કહેવાની હરીફાઈમાં માઈક સામે ઉભી કરી. શાળા-મહાશાળામાં સાહિત્ય અને સંગીત હરીફાઈ તથા મહેફિલોમાં, માઈકે મને બક્ષીસ અને મેડલોની વર્ષાનું સુખ બક્ષ્યું. સોળ વર્ષની વયે માતૃભાષામાં કરેલ લખાણ પુસ્તકરૂપે મહારાષ્ટ્ર સરકારની પસંદગી પામ્યું.

સાહિત્યમાં રૂચી ને  વિજ્ઞાનમાંય! અભ્યાસાર્થે મેં  સાયંસ  શાખા પસંદ કરી. કોલેજમાં અભ્યાસ ઉપરાંત મેં ડીબેટ અને સ્વીમીંગમા સર્વતોપરીતા પ્રાપ્ત કરી. પરણીને અમદાવાદ  ગઈ ત્યા સુધી ન મારો ગુજરાતીસાથે પરિચય કે ગુજરાતી ભાષામાં દિલચસ્પી! સદભાગ્યે મુરબ્બીશ્રી  ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ તથા રમણલાલ સોનીનો અમારી સોસાયટીમાં વસવાટ! આઝાદીની લડતમાં મારા સસરા તથા પિતાએ તેમની સાથે કામ  કર્યું હોવાથી ઘરોબો! તેમણે  “એક ભાષા સારી હોય તેને બીજી ભાષાસાથે કામ કરવાનું સહજતાથી ફાવે.” એમ કહી મારી સામે ઉત્તમ ગુજરાતી સાહિત્યનો ખજાનો મોકળો કર્યો. વાંચન વધ્યાં પછી તેમણે મારા હાથમાં કલમ મૂકી. શરૂમાં સમય ફાળવી શકે તે મારું લખાણ જોઈ જતુ. દત્તગુરુસમાં મૂર્ધન્ય સાહિત્યકારોએ ગુજરીતીનો કક્કો ન જાણતી મરાઠી તરુણીમાંથી ગુજરાતી નવલકથાકાર ઘડવાનો ચમત્કાર સર્જ્યો. ગુજરાતીમાં ૨૯, મરાઠીમાં ૧૮ પુસ્તકો તથા હિન્દી અને અંગ્રેજીમાં પચાસથી વધુ કૃતિ  આજે મારા નામે  જમા છે. લોકચાહના ઉપરાંત તે ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્ય, ભગિની નિવેદિતા તથા ડૉકટર રાજા રામ મોહન રોય કલકત્તાની પસંદગી પામી છે. દત્તગુરુના આશીર્વાદના એ મીઠા ફળ છે, એમ હું માનું છું. એમણે જ મને માતૃભાષામાં લખી સંતોષ પામવાને બદલે અનેક ભાષામાં અભિવ્યક્ત થવાની સલાહ આપી. કૅનૅડા દુરદર્શને W ચૅનલ પર ‘Tell a tale like it is’ પ્રોજેક્ટમાં એકલાએ અડધો  કલાક કાર્યક્રમ રજૂ કરતી હું પહેલી એશિયન વ્યક્તિ  હોવાનું કહેવામાં આવ્યું, ત્યારે વર્ષો પહેલા મારા ગુરુજનોએ વિવિધ ભાષામાં લખવાની પ્રેરણા આપેલ, તે ક્ષણની યાદ મને અભિભૂત કરી રહી અને આંખોમાં આનંદાશ્રુના તોરણ બંધાયા! ગુરુજનોએ ‘ઈદમ ન મમ’ મંત્ર આપેલ. જશની ગુંચમાં અટકી, અહંકાર પોષવાનું ટાળી, ‘હવે શું?’ એ વિચારને અગ્રીમતા આપવાની મને ટેવ પડી.

પતિની બદલીની નોકરી હોવાથી ભારતભર ભ્રમણ થયું. વિવિધતાએ નવલકથાકારનો  વિકાસ કર્યો. ફૅમિલી કાઉન્સેલીંગના સમાજકાર્યએ અનેકની સમસ્યા તથા પ્રશ્નોસાથે પરિચય કરાવ્યો. અનેક કથાબીજ પ્રાપ્ત થયા. લોકોને મદદ કરવાની તકે મને અનુભવસમૃદ્ધ બનાવી. પૅરીસની જાગતિક પરિષદમાં ‘રોલ ઓફ કાઉન્સેલિંગ ઇન ડીક્રીજીંગ પર્સેન્ટેજ ઓફ ડીવોર્સીસ’ તથા અમેરિકામાં ‘ઇન્ડિયન ફમિલી લાઈફ યસ્ટરડે ટુડે અઁડ ટુમોરો’ વિષે અનુભવો રજૂ કરવાની તક મળી. પરિણામે મારો સાહિત્યપ્રેમ વાર્તા, કવિતા કે નવલકથાના વાડામાં  બંદી ન બન્યો અને ધગશે કાર્યક્ષિતિજ વિસ્તરી કલમને ચેતનવંતી રાખી.

પાંચ દાયકા દેશમાં વસવાટ થયો ને અણધાર્યો વંટોળિયો ફૂંકાયો. નવલકથા હોત તો સમીક્ષકો અતીરંજિતાનું આળ મૂકે, તેવી વિપદા સર્જાઈ. ભારતમાં શિષ્ટાચાર બનેલ ભ્રષ્ટાચારે કાળો કેર વર્તાવ્યો. સ્વાતંત્ર્યસેનાનીના બાળકો ૧૯૯૭ માં કેનેડા ફેકાયા. ન નિવૃત્તિની ઉંમર કે તકનું બહોળું આકાશ બક્ષતી જૂવાની! કપરા ચઢાણનો પડકાર હતો. પણ જિન્દગીની મહાશાળામાં હતાશાની જાહોજલાલીમાં રચવાની ટેવ પડી નહોતી. કેનેડામાં કામ કરનારને ભ્રષ્ટાચારનો અભિશાપ નડતો નથી. માટે વિચિત્ર ઉમરે પારકી ભૂમિમાં પગભર થઈ શક્યાં. સાહિત્યપ્રેમ ઉછેરતા થયા. તેમાં શબ્દસેતુંનો આનંદપ્રદ મુકામ આવ્યો. સાહિત્યપ્રેમીઓનો સહવાસ અને રસભર્યું લખાણ માણવાની તક મળી. ચોસઠ વર્ષ જિંદગીની વાટેઘાટે સતત રસ્તા બદલતા મુસાફિરની જિંદગી, જૂજ શબ્દોમાં રજૂ કરવી એ ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ ઠરે. પછીના મુકામની ખબર નથી. કદાચ એ જ જીવનની સુંદરતા છે. હવે પછીના જીવનપ્રવાસ અંગે હું સર્વશ્રી અમીનઆઝાદના શબ્દોની મદદ ઝંખું.  એઓ કહે છે….

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી, મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે.

સ્મિતા ભાગવત

કૃતિઓ વાંચવા માટે સ્મિતા ભાગવત નામ ઉપર ક્લીક કરો.

Advertisements

Responses

  1. I LIKE YOUR BLOG. WANT TO PUT MY GHAZALS IN IT.
    DARSHITA

    Like

  2. શ્રી સ્મિતાબહેન, ઘણા સમયે તમારા વિષે આ રીતે જાણવા મળ્યું , બહુ આનંદ થયો. તમારી કલમ સતત ચાલતી રહે છે એનો પણ આનંદ.

    નવસારીમા આપણા પરીવારોનો મૈત્રીસંબંધ હજુ સ્મરણમાં તાજો જ છે. તમારા બાળકોની પ્રગતી વિશે જણાવશો. તર્જની પણ એક બાળકીની માતા બની છે.તરુ મઝામાં છે. શ્રી સિધ્ધાર્થભાઇને યાદ-મારો ઇ rajnikumarp@gmail.com. સંપર્ક્માં રહેશો તો આનંદ થશે-આપનો-રજનીકુમાર પંડ્યા.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: