“મધર્સ ડે”
બહુ વ્હાલી છે મને મારી મા,
કેટલાં દુ:ખો વેઠ્યાં મારે માટે
એને તો કેમ ભુલાય!
આજે “મધર્સ ડે” ને દિવસે
વર્ષમાં એક વખત તેને મળવા જવાની
ફરજ છે મારી
નર્સીન્ગ હોમમાં છે બિચારી
સાવ અપંગ, મારી મા
ગુલાબનું આ એક ફૂલ આપીને
પછી જ જઈશ હું મિત્રો સાથે
“લોન્ગ વીકએન્ડ” ઊજવવા!
વિચારે મા
દીકરા, વર્ષમાં એક જ વખત આવ્યો
ને તારા બાળકોનેય સાથે ના લાવ્યો
કાંઈ ખાવાનું ભલે હોય વાસી
એક વાર તો મને ખવડાવ
તારા ઘરનું અન્ન!
મધુરી ધનિક
મધુરી ધનિક્ના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. મધર્સ ડે – કાવ્યપઠન
હું મારી હયાતી નિભાવ્યા કરું છું,
સમયની દિવાલે ચણાયા કરું છું
બકુલ રાવળ
Thank you for sharing, Kishorebhai.
Madhuriben ne joine and saambhaline emani yaado taaji thai gayi.
LikeLike
By: Shalin Shah on મે 9, 2010
at 5:11 પી એમ(pm)