Posted by: Shabdsetu | જૂન 11, 2010

કોને મળું?

કોને મળું?

ભીડના દરબારમા કોને મળું.
રેતની વણઝારમા કોને મળું

લોક કીનારા ઉપર મળતાં ડરે,
હું હવે મઝધારમા કોને મળું.

મૌનના હોઠો તણી ઝુંબીશ લૈ,
શબ્દની જંજાળમા કોને મળું.

અજનબી થૈને મળે મિત્રો બધા
ખોખરા સંસારમા કોને મળું.

સાથમા વરસો રહ્યાપણ નામળ્યા
હું હવે પળવારમા કોને મળું.

કોઇ મળતુ પણ નથી ઘરમા હવે,
તો પછી પરસાળમા કોને મળું.

મુહમ્મદઅલી ભૈડુ “વફા”

મુહમદઅલી ભૈડુ ના સ્વમુખે આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો. કોને મળું?–કાવ્યપઠન

આ મૂંગા શહેરમાં કોઈને કંઈ પુછાય નહીં
ને લાગણીના ચહેરાઓ ઓળખાય નહીં

જવાહર બક્ષી

Advertisements

Responses

  1. વફાસાહેબની સરસા ગઝલ અને માણવી ગમે એવી રજૂઆત.

    Like

  2. સુંદર રચના !

    Like

  3. સુંદર અને સશક્ત અભિવ્યક્તિની ગઝલ – ગમી.
    પ્રથમ શેરમાં દરબાર અને વણઝાર કાફિયા(અહી એક જ ટાઈપીંગમાં વધારાનો આવી ગયો જણાય છે) લેવાયા પછી આગળ બે શેરમાં,જંજાળ અને પરસાળ કાફિયા લેવાયા -એમ કેમ?

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: