Posted by: Shabdsetu | જૂન 17, 2010

પટેલ બચ્ચો

પટેલ બચ્ચો

એ બહુ ભણ્યો નહોતો, ડબ્બો હતો ભણવામાં એ
બાપના પૈસા બગાડવા નહોતા એટલે એ કોલેજ ગયો નહી
અને ત્રણ ટ્રાયેલે નનમેટ્રિક થઇને રેલ્વેમાં કારકૂની કરતો થઇ ગયો.

એક વિચારવા જેવી વાત છે –
પટેલ કાયમ ફેલ થાય અંગ્રેજીમાં અને કેટલુ બધુ વાંચે અંગ્રેજીમાં!
ઉપરથી વિચારે પણ અંગ્રેજીમાં, તોયે પાસ ના થાય અંગ્રેજીમાં.
શું થાય, નસીબ એનું ઇન્ડિયન!

પણ પટેલ અંગ્રેજી બોલે બહુ ફ્ક્ક્ડ અને ચાલે પણ અક્ક્ડ.
અંગ્રેજની જેમ સૂટ બૂટ પહેરે, માથે ટોપો મૂકે, સિગારેટ ફૂકેં
દારૂ પીએ,  ને ગોટ પીટ કરે,  સેક્સપીયર વાંચે,  નાટક કરે
ક્રિકેટ રમે, ને ક્લબમાં જાય, ઉપરથી હોર્સરેસીંગમાં જાય
અરે, શ્વાસ લે તો પણ અક્કડ થઇ અંગ્રેજની જેમ!
આમ કાળો ને બટકો, પણ વટનો કટકો
પારસીઓની જેમ પટેલ સમજે જાતને પૂરો નહી તો અર્ધો અંગ્રેજ.

આવો પટેલ, પછી પરણ્યો, લેડીને નહીં પણ લેડી જેવી જ
લીસ્સી લીસ્સી, ધોળી ધોળી, રૂપાળી મજાની ગામડાની ગોરીને
ગોરી ગામડ, ભૂલી પડી ગઇ મુંબઇમાં, પણ પટેલ ભોમિયો, ર્બોન એન્ડ રેઈઝ્ડ મુંબઇમાં.

પટેલના બે મેઇન પ્રિન્સીપલ્સ –
ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલીસી ને સીમ્પલ લીવીંગ હાય થીન્કીંગ.

અને પટેલ થીન્ક કરવા લાગ્યો અંગ્રેજીમાં કે આ ગામડાની ગોરીને લેડી કેમ બનાવવી?
જો અંદરથી જ થીન્કીંગ ચેઇન્જ થાય તો કેવું!
અને પટેલ જામી પડયો ગોરીને અંદરથી થીન્ક કરાવવા ને સમજાવવા
ને માંડયો ડે ટુ ડે ભણાવવા, ને ચાલ્યો ચોપડીઓ વંચાવવા
અને જોતજોતામાં આ ગામડાની ગોરી, પોલીશ થઇને બની ગઇ શહેરની છોરી
અને કરવા લાગી ગોટ પીટ અંગ્રેજીમાં!
પ્રાઉડ પટેલ કહે જોયુ મારુ એચિવમેન્ટ!

સમય જતાં ગોરીએ આપ્યા પટેલને ગુલાબ અને ગલગોટા જેવાં બે સરસ મજાના ફૂલ.
પટેલ ફેમીલી પ્લાનીંગમાં સો ટકા માને અને ડીસીપ્લીનમાં તો એક સો ને દસ ટકા!
હેલ્થ, સ્પોટસ, ને એકસરસાઇઝ જાણે, નાટક, સિનેમા અને આર્ટસ પણ માણે.
આમ પટેલ હતો પૂરો ઓલરાઉન્ડર.

પટેલને ચાલુ ચિલામાં ચાલવાનુ ન ગમે, એને તો ચિલો ચાતરવાનુ ગમે.
પગદંડી પાડવાનુ ગમે.
ટૂંકમાં હતો પટેલ, એના જમાનાથી આગળનો, લાંબી નજરવાળો માણસ!

રોજ સવારે પટેલ ગુલાબ અને ગલગોટાને લઇને દોડવા જાય,
કસરત કરાવે, ને દરિયા કિનારે ફેરવે
અને પછી એક બદામ આપે ને શિંઘોડાવાળુ દૂધ પીવડાવે.
પટેલનુ બેલેન્સ બજેટ, આવક એટલી જ જાવક
એક પૈસો પણ વધારે ખર્ચવાનો નહીં, કે બચાવવાનો નહી.

પટેલ ટાબરીયાઓને ક્દિક
કાવસજી જહાંગીર હોલમાં બોક્સીંગ જોવા લઇ જાય
તો કદિક મેટ્રોમાં અને ઇરોઝમાં અંગ્રેજી ફિલમ બતાવે,
જાતજાતની ચોપડી વંચાવે અને દેશ વિદેશની વાતો કરે.
કાર્લ ર્માક્સ અને લેનીનની, હીટલર અને સ્ટાલીનની
ટોલ્સટોય અને ટાગોરની, સુભાષ અને સરદારની
પટેલ ઓર્ડીનરી પણ જીવે એક્સ્ટ્રાઓર્ડીનરી!

હા, એક બીજી વાત –
આમ હતો એ અરધો અંગ્રેજ, પણ અંદરથી આખે આખો દેશભક્ત!

પટેલ ગાંડો, પૂરો પ્રમાણિક ને ઉપરથી આદર્શવાદી.
ઘડિયાળના કાંટે જીવનાર માણસ,
આઝાદી પછીના ભ્રષ્ટાચારમાં પેટિયુ રળનાર માણસ,
ટોળામાંનો એક અનૂઠો માણસ!

એટલે વારે ઘડિયે થાય દલીલો, ઉપર નીચે જાય દલીલો
બહેરી ભિંતે અથડાય દલીલો, એક પછી એક પછડાય દલીલો
ર્ફ્જ અને કાનૂનની વાતો, હક્ક્ અને ઝનૂનની વાતો
નાના માણસની મોટી વાતો, ગાંડા માણસની ખોટી વાતો
સરકારી પગથિયા ઘસતી વાતો, વીસમી સદીની વસમી વાતો

પટેલ અકળાય, અંદર કકળાય, દિલમાં રુંઘાય ને મનમાં મુંઝાય
આઝાદી આવી ને લોકશાહી લાવી પણ લોકોના હક્કો ખાદી ગઇ ચાવી

પટેલ વિચારે, ગઇકાલના આ નેતાઓ
આઝાદી માટે સત્યાગ્રહ કરતા, ભૂખે મરતા, ને જેલમાં જતા
અને આજે ખુરશીએ ચોંટી, પેઢીઓ ભરી, ભ્રષ્ટાચાર વધારે?

એમ કેમ બને? આવુ કેવી રીતે થાય? પટેલને કાંઇ નહીં સમજાય.
પટેલ બહુ વિચારે, વિચાર કરીને વિચારે, ફરિયાદ કરીને વિચારે
અને વિચારતા વિચારતા પટેલ એક દિવસ ઘરડો થઇ ગયો
અને ભિંતે ટિંગાઇ ગયો ગાંધી ડોસાની જેમ
પેલા ગુલાબ અને ગલગોટાને મન!

કિશોર પટેલ

પપ્પા ભિંતે ટિંગાઇ ગયાને આજે એકત્રીસ વરસ વીતી ગયા………………………….ફાધર્સ ડે

કિશોર પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. પટેલ બચ્ચો – કાવ્યપઠન


કેવો તું કીમતી હતો સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો!
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!

શેખાદમ આબુવાલા


Responses

 1. મુરબ્બી કિશોરભાઈ,
  પટેલ જાતિ ખમીર , જાત મહેનત, અને દીર્ઘ દ્રષ્ટી વળી હોય.
  સરદાર પટેલ સાથે ચર્ચિલ કે માઉન્ટ બેટન પણ ઓછી ચર્ચા
  કરતા. આખાબોલો અને સ્પષ્ટ વક્તા હોય.
  પૂજ્ય રવિશંકર દાદા કહેતા કે જે ગામમાં પટેલનું એક ઘર હોય
  ત ગામ રાષ્ટ્રીય ગામ કહેવાય. પટેલ ખેતીમાં ઓછુ ઉત્પાદન થાય
  બીજા ખર્ચા હોય પણ દેવું કરે કે ફાળામાં અગ્રેસર રહી પાણીની
  ગામમાં વ્યવસ્થા કરે ટાંકી બનાવે પીપ લાઈન નખાવે.
  સ્વપ્ન

  Like

 2. Late in reading this piece. Belated fatherr’s day. He must make you proud of him and we can see the legecy he left behind in you. Good show!!

  Like

 3. Nice tribute!

  Like

 4. A great tribute to your father. Now I have even better understanding of you. Great contex and structure. Happy father’s day to you and all your readers.

  Like

 5. “પટેલના બે મેઇન પ્રિન્સીપલ્સ –
  ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલીસી ને સીમ્પલ લીવીંગ હાય થીન્કીંગ.”

  100 % true.
  Nice poem.

  Like

 6. કિશોરભાઈ – અંગત વાત કહેતા હોય એ રીતે ઘણી બધી બાબતોને વણી લીધી. સહજ પઠન શૈલિ પણ ગમી.

  Like

 7. wahhhhhh… moj padi gai

  Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: