આઇ. સી. સી. યુ. ની બેડ પરથી
પરવા નહીં હવે જીતની કે હારની, બાથ ભરી મેં મ્રુત્યુ સાથ
બચપણમાં જેમ રમ્યાં બહુ, કરી ગડમથલ ભાંડુઓ સાથ
કહે યમદૂત, “ચાલ ભાઈ, ચાલ કર ઉતાવળ”
મેં કહ્યું ભાઈ બંધવા, થોડો ધીરો પડ, ધીરો પડ
જા લઈ આવ બે સમન્સ ને પાછો આવ એક વાર.
અરે, તું તો પીળું પાન ને પત્ની તારી લીલી કુંજાર
ક્યાંથી લાવું હું સમન્સ એનો, જરા તો કર વિચાર?
ઓછાં વરસો પડે એનાં તો ઢગલો એક છે મારા
કરી નાખ સરવાળો પાકો, તુ લઇ ને થોડાં મારા
જા લઈ આવ બે સમન્સ ને પાછો આવ એક વાર.
ચાંદલો, ચૂડી ને લાલચટક ચૂંડદી ઓઢી, ચાલે એ સપ્તપદીની ચાલ
ઠસ્સો એનો જોઈને એક વાર, તુ પણ ખરેખર થઇ જઇશ ન્યાલ.
જા લઈ આવ બે સમન્સ તું ને પાછો આવ એક વાર.
જીવન તો ખૂબ માંણ્યું, ચાલ મ્રુત્યુની મજા લઈએ,
હવે મન થાય છે કે આપણે અહીંથી જતા રહીએ.
જલન માતરી
“જીવન તો ખૂબ માંણ્યું, ચાલ મ્રુત્યુની મજા લઈએ,
હવે મન થાય છે કે આપણે અહીંથી જતા રહીએ.”
સરસ ઉપરોક્ત પંક્તિ ખૂબ જ ગમી ! શકય છે કે મૃત્યુની પણ એક આગવી મજા હશે જે અહીથી જઈએ તો જ માણવા મળે ખરું ને ?
LikeLike
By: arvind adalja on જૂન 28, 2010
at 3:40 એ એમ (am)