ચાલટો જાવાનો
ચાલટો જાવાનો, કામે ચાલટો ઉં જાવાનો
રોજ પગાર લાવવાનો, ખર્ચી બધ્ધો ઉં લાખવાનો
ચાલટો જાવાનો, નવહારી ચાલટો ઉં જાવાનો…..…..ચાલટો જાવાનો
રૂપિયા બચાવવા ચાર, ની બસમાં ઉં જાવાનો
હેર દારૂ રૂપિયા ચારનો, પીટો પીટો ઉં આવવાનો
ચાલટો ચાલટો જાવાનો, નવહારી ચાલટો ઉં જાવાનો…..…..ચાલટો જાવાનો
ભલે કાઇળો ઘેરમાંથી, ની ગામમાંથી ભાગી ઉં જાવાનો
લાયબેરીની છટ પર હુવાનો, ના’વા ટરાવે ઉં જાવાનો
ઓંહટો ઓંહટો જાવાનો, કામે રમટો ઉં જાવાનો……….ચાલટો જાવાનો
ભાઇ મારે ટો નાહી જાવાનો, બેન વઢે ટો હન્ટાઇ ઉં જાવાનો
ફોટાની હામે બા-બાપુના, ડૂમો ભરી ભરી ઉં રડવાનો
રડટો રડટો જાવાનો, ઉધાર પીટો પીટો ઉં આવવાનો……….ચાલટો જાવાનો
લગન ની કરવાનો, લાપસી ઝાપટવા લગનમાં ઉં જાવાનો
પગે ટો ની લાગવાનો, પેટની પૂજા કરવા મંદિરે ઉં જાવાનો
બીડી પીટો પીટો ગાવાનો, ને ગાટો ગાટો ઉં જાવાનો…..…..ચાલટો જાવાનો
ની’ઓય પૈહા ટે દા’ળે, આમલી-બોર-કેરી હીમનાં ઉં ખાવાનો
બધ્ધું જ દુઃખ મારું, દારૂવાળી સોમલીને ઉં કે’વાનો
ભૂખો ભૂખો ભટકવાનો, ભજીયાં સોમલીનાં ઉં ખાવાનો……….ચાલટો જાવાનો
શનિવારે ચડ્ડી પે’રી, પેન્ટ-સટ ઉં ધોઇ લાખવાનો
રઇવારે ચોટરે બેહી, બધ્ધાને કેમસો કેમસો ઉં કરવાનો
ઉં ટો બીડી પીવાનો,
ઉં ટો દારૂ પીવાનો,
ભજીયાં ટો સોમલીના જ ઉં ખાવાનો,
પણ, કામે ટો બધ્ધા દા’ળા ઉં જાવાનો
ચાલટો જાવાનો, કામે ચાલટો ઉં જાવાનો
ચાલટો જાવાનો, નવહારી ચાલટો ઉં જાવાનો
મનુ ગિજુના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. ચાલતો જાવાનો – કાવ્યપઠન
ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી
જવાહર બક્ષી
As Ganda Uncle mentioned, this is our katha vibhag language and sadly reflect the daily life of our youths.
LikeLike
By: Paresh Patel on જુલાઇ 5, 2010
at 9:05 પી એમ(pm)
વાહ, અમારી હુરટી ભાષામાં કવિતા સાંભળીને મોજ પડી ગઈ. મનુભાઈને અભિનંદન.
LikeLike
By: Heena Parekh on જુલાઇ 4, 2010
at 12:22 એ એમ (am)
મજા મજા મજા પડી ગઈ!!
તમારો બઢો બઉ આભાર!!!
LikeLike
By: યશવંત ઠક્કર on જુલાઇ 3, 2010
at 10:32 પી એમ(pm)
સરસ મનુભાઈ. અભીનંનદન.
જલાલપોર કાંઠાવીભાગની વીશીષ્ઠ બોલી છે. કેટલાક શબ્દો માત્ર આપણા આ વીભાગમાં જ પ્રચલીત છે. ખરેખર તો આ બોલી અને એના લોકસાહીત્ય પર સંશોધન કરવા જેવું છે. આપણા ઘણા પુર્વજો સાગરખેડુ હતા અને એના કારણે કદાચ કેટલાક શબ્દોનો આ વીભાગને વારસો મળ્યો હશે.
LikeLike
By: ગાંડાભાઈ વલ્લભ on જુલાઇ 3, 2010
at 9:12 પી એમ(pm)
ગાંડાભાઈ આ ભાષા , બોલી પર સંશોધન થાય કે ના થાય પણ આ બોલીનો વિસ્તાર વધારવો જોઈએ , આ ભાષા સાંભળવામાં મજાની છે. અમે અમદાવાદીઓ સ્પષ્ટ ગુજરાતી બોલવાવાળા ને આ ભાષા સાંભળવી ગમે જ. આ ભાષા પર વધુ લખાવું જોઈએ .રઈશ મનીયાર, નિર્મિશ ઠાકર ને સુરતી ભાષામાં સાંભળવાની મજા આવે.
LikeLike
By: Rupen patel on જુલાઇ 6, 2010
at 9:40 એ એમ (am)
સુરતી ભાષામાં ભઈ મને ટો મજો પડી ગયો.
http://rupen007.feedcluster.com/
LikeLike
By: Rupen patel on જુલાઇ 3, 2010
at 1:11 પી એમ(pm)