કેનેડાનો જન્મદિન એટલે કેનેડા ડે
ભારતમાં ૧૫મી ઑગષ્ટ સ્વાતંત્ર્યદિન તરીકે ઉજવાય છે તેમ કેનેડામાં જુલાઈની પહેલી તારીખ કેનેડાનો જન્મદિન ‘કેનેડા ડે’ તરીકે સારાય દેશમાં ધામધૂમથી બહુ સારી રીતે ઉજવાય છે.
કેનેડા કોઈ એક પ્રજાનો કે એક ધર્મનો દેશ નથી. એ મલ્ટિકલ્ચરલ એટલે કે અનેક સંસ્કૃતિઓ, અનેક ધર્મ, અનેક પ્રજાનો બનેલો દેશ છે. દુનિયાના નકશા પર આ એક જ દેશ એવો છે જે ‘ઈમિગ્રન્ટસ કન્ટ્રી’ એટલે કે અન્ય દેશોમાંથી અહીં આવીને વસેલા લોકોના દેશ તરીકે ઓળખાય છે. આજે એના ઈતિહાસ પર દષ્ટિપાત કરીએ.
લગભગ સત્તર હજાર વર્ષ પહેલાં ઉત્તર અમેરિકામાં માનવ વસાહત હોવાનું મનાય છે. દસથી બાર હજાર વર્ષ પહેલા ‘આઇસ એજ’ દરમ્યાન સાઇબેરિયા અને અલાસ્કા એક બીજા સાથે જોડાયેલા હતાં. ભૂસ્તરશાસ્ત્રીઓ અને આદિવાસીઓના અભ્યાસીઓના મતે રશિયા અને આસપાસના વિસ્તારમાં ભટકતી જાતિઓ સ્થળાન્તર કરતી રહી અને કાળ ક્રમે ધીરે ધીરે સાઇબેરિયા – અલાસ્કા થઇને ઉત્તર કેનેડામા આવી. લગભગ એક હજાર વર્ષ પહેલાં ‘વાયકીન્ગ્સ’ લોકો પણ ગ્રીનલેન્ડ થઇને ઉત્તર પૂર્વ કેનેડામાં ઉતર્યા હતાં.
કેનેડાનો આજનો ઇતિહાસ પંદરમી સદીથી આરંભ થયાનું મનાય છે. આમ કેનેડા દુનિયાના નકશા પર વર્ષોથી છે પણ એક નવા દેશ તરીકે ઓળખાતો આ દેશ થોડાં વર્ષોથી જ જાણીતો થયો છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ઈંડિયાની શોધમાં નીકળેલો કોલમ્બસ અમેરિકાના કિનારે પહોંચી ગયો હતો એ તો સૌ કોઇ જાણે છે. યુરોપિયન મુસાફરો પંદરમી સદીના અંતમાં દુનિયાની સફરે નીકળી પડયા હતા. ઇ.સ. ૧૪૯૭માં જહોન કેબટ નામનો એક ઇટાલિયન કેનેડાના પૂર્વ કિનારે, ન્યુ ફાઉન્ડલેન્ડની હાલની રાજધાની સેન્ટ જહોન્સ બંદરે પહોંચ્યો હોવાનું મનાય છે. એ વખતે જહોન કેબટે અમેરિકાના એક કિનારા તરીકે આ નવી ભૂમિને ઓળખાવ્યાનું નોંધાયું છે. એ પછી કેટલાક યુરોપિયન મુસાફરો નવા દેશની શોધમાં આ દેશમાં આવ્યાનું મનાય છે. ઇ.સ. ૧૫૩૪માં ફ્રાન્સનો વતની જેકસ કાર્ટિયર કયૂબેક અને આસપાસના મુલકમાં આવ્યો હતો અને આસપાસના પ્રદેશોમાં ઘૂમ્યો. ઇ.સ. ૧૫૩૫માં “કેનેડા” શબ્દ વાપરનાર એ પહેલો યુરોપિયન મુસાફર હતો. એ પછી આસપાસના બધા પૂર્વના રાજયોનું એકીકરણ કેનેડા તરીકે ઓળખાયું. આ સમયથી ફ્રેન્ચ ભાષા અને ફ્રેન્ચ સામ્રાજ્યની અસર કેનેડા પર થઈ.
ઇ.સ. ૧૭૭૩-૧૭૮૩ની અમેરિકન ક્રાંતિના વર્ષો દરમિયાન અમેરિકામાંથી લગભગ ચાલીસ હજાર લોકોએ ઉત્તરમાં એટલે કે કેનેડામાં સ્થળાંતર કર્યું. ઇ.સ. ૧૮૧૨માં ગ્રેટ બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સના યુધ્ધ વખતે કેનેડા યુધ્ધનું મેદાન બન્યું. આ સમયે અમરિકાએ કેનેડાને પોતાના દેશનો એક ભાગ બનાવવા પ્રયત્ન કર્યો હતો પણ કેનેડાની અંગ્રેજ અને ફ્રેન્ચ પ્રજાએ જરાકે નમતું ન જોખ્યું. પરિણામે જુલાઇ ૧, ૧૮૬૭માં બ્રિટિશ નોર્થ અમેરિકન એક્ટ અનુસાર કેનેડા બ્રિટિશ રાજયના એક ભાગ રૂપે સ્વાયત્ત દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો.
૨૦મી જૂન, ૧૮૬૮એ ગવર્નર જનરલ લોર્ડ મોન્કે બ્રિટિશ નોર્થ અમેરિકાના કેનેડાના આ બધા રાજયોના જોડાણની પ્રથમ સંવત્સરી દર પહેલી જુલાઈએ ‘કેનેડા’ નામે ઉજવવાનો આદેશ આપ્યો. ૧૮૭૯માં ‘ડોમિનિયન ડે’ તરીકે સરકારી કાયદા અનુસાર કાયદેસર રજાના દિવસ તરીકે અમલમાં આવ્યો. કેનેડાની પ્રથમ સંવત્સરી પછી જાહેર ઉજવણી થયાનું નોંધાયું નથી. છેક ૧૯૧૭માં પ્રથમ વાર પચાસમી સંવત્સરી ઉજવાઈ. સારાય દેશમાં સૌથી નોંધપાત્ર ઉજવણી ૧૯૬૭માં ‘શતાબ્દિ સંવત્સરી’ સેન્ટેનિયલ સેલિબ્રેશન પ્રસંગે બ્રિટનનાં મહારાણી કવીન એલિઝાબેથ સેકન્ડની હાજરીમાં ભવ્ય રીતે ઉજવાઈ.
જો કે વર્ષો સુધી ‘ડોમિનિયન ડે’ તરીકે ઓળખાતો જુલાઈ પહેલીનો દિવસ ઓકટોબર ૨૭, ૧૮૮૨થી “કેનેડા ડે” તરીકે અમલી બન્યો. કેન્દ્ર સરકારે ૧૮૮૫થી દેશના દરેક ભાગમાં ‘કેનેડા દિન’ની ઉજવણી માટે આયોજન કરવા અને ઉજવવા ‘કેનેડા દિન સમિતિ’ રચી. સમિતિના આયોજન અને ઉજવણી માટે કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ આપવાનો આરંભ કર્યો.
હાલ, કેનેડામાં કુલ દશ રાજયો અને ત્રણ ટેરીટરી છે. આ દશ રાજયો ન્યુ ફાઉન્ડલેન્ડ, નોવા સ્કોસિયા, ન્યુ બ્રન્સવિક, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, કયૂબેક, ઓન્ટારિયો, મેનિટોબા, સાસ્કેચવાન, આલ્બર્ટા, બ્રિટિશ કોલમ્બિયા છે. ત્રણ ટેરિટરીમાં નોર્થ વેસ્ટ ટેરિટરી, યુકોન અને ન્યુનાવટ છે.
આ બધા રાજયોની રાજધાની અનુક્રમે સેન્ટ જહોન્સ, હેલિફેકસ, ફેડરિકટન, ચારલોટટાઉન, કયૂબેક સિટી, ટોરોન્ટો, વિનિપેગ, રજાઇના, એડમન્ટન, વિકટોરિયા અને યલો નાઇફ, વ્હાઇટ હોર્સ અને ઇકાલુઇટ છે.
Canada is formed of ten provinces and three territories – Newfoundland, Nova Scotia, New Brunswick, Prince Edward Island. Quebec, Ontario, Manitoba, Saskatchewan, Alberta, British Columbia, and three territories – Northwest Territories, Yukon and Nunavut
Their capital cities are: St. John’s, Halifax, Fredericton, Charlottetown Quebec City, Toronto, Winnipeg, Regina, Edmonton, Victoria, Yellowknife, Whitehorse, Iqaluit
કેનેડાનું મુખ્ય પાટનગર એટલે કે કેપિટલ સિટી ઓટાવા છે. દેશની પાર્લામેન્ટ અને ગવર્નર જનરલ હાઉસ ઓટાવામાં છે. આપણા દેશના રાષ્ટ્ર પ્રમુખની જેમ ગવર્નર જનરલ દેશના વડા છે. કેનેડામાં લોકશાહી સરકાર છે. ચૂંટાયેલા લોકસભાના સભ્યોમાંથી બહુમતિ પક્ષના નેતા પ્રાઈમ મિનિસ્ટર બને છે. નિયુકત થયેલા સભ્યોની બનેલી સેનેટ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
આખાય દેશમાં જુલાઇ ૧, જાહેર રજાનો દિવસ મનાય છે અને કેનેડા દિન તરીકે બહુ ભવ્ય રીતે ઉજવાય છે. આખો દિવસ જાહેર સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાય છે. લોકોમાં રાષ્ટ્રિય ભાવના કેળવવા અને દેશનું ગૌરવ વધારવાના અનેક પ્રયાસો થાય છે. કેનેડાનો રાષ્ટ્ર ધ્વજ ઠેર ઠેર જોવા મળે છે. મધ્યાહ્ને જાહેર સ્થળે ધ્વજવંદન થાય છે અને રાત્રે ઠેર ઠેર દારૂખાનું ફોડાય છે અને રોશની કરવામાં આવે છે.
કેનેડાના રાષ્ટ્રધ્વજે તબકકે તબકકે જુદા જુદા આકાર લીધા છે. જુદી જુદી સમિતિઓની અનેક ભલામણો પછી આજે જે રાષ્ટ્રધ્વજ બન્યો છે તે રાષ્ટ્રધ્વજમાં બે બાજુ બે લાલ પટ્ટા છે અને વચ્ચે મેપલ લીફ છે. આ નવો ધ્વજ કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર લેસ્ટર પીઅર્સન, ગવર્નર જનરલ જયોર્જ વેનિયર, કેનેડાના મંત્રીઓ અને હજારો કેનેડિયનની હજરીમાં ૧૫ ફેબ્રુઆરી, ૧૯૬૫માં કેનેડાની રાજધાની ઓટાવામાં પાર્લામેન્ટ હિલ પર સૌ પ્રથમ ફરકાવવામાં આવ્યો હતો.
કનેડાના વર્તમાન રાષ્ટ્રગીતનો ઇતિહાસ પણ બહુ લાંબો છે. જુદા જુદા તબકકે એમાં પણ ઘણા ફેરફારો થતા રહ્યા છે. સૌ પ્રથમ ફ્રેન્ચ કવિ કેલિક્ષા લવાલીએ ૨૪ જૂન, ૧૮૮૦માં ગાયેલ ગીત પછી બરાબર સો વર્ષે ‘ઓ કેનેડા’ આજના સ્વરૂપે રાષ્ટ્રગીત તરીકે ૧ જુલાઈ, ૧૯૮૦થી સ્વીકારાયેલ છે.
O Canada!
Our home and native land!
True patriot love in all thy sons command.
With glowing hearts we see thee rise,
The True North strong and free!
From far and wide,
O Canada, we stand on guard for thee.
God keep our land glorious and free!
O Canada, we stand on guard for thee.
O Canada, we stand on guard for thee.
દુનિયાના એક મહાન દેશ અને આપણા દેશના લાખો લોકોની કર્મભૂમિ બનેલ કેનેડાને આપણા સૌના લાખ લાખ વંદન.
વિવિધ રંગો, ધર્મોનો સાથ છે કેનેડા
અનેક આંગળીઓનો હાથ છે કેનેડા
કિશોર નિજાનંદ
Excellent article displaying Canadian patriotic sentiments. I am sure, all of us who live in Canada, we all proudly wave Canadian flag first and foremost as suggested in your last para.
LikeLike
By: Rajesh on જુલાઇ 14, 2010
at 4:32 પી એમ(pm)
Excellent article promoting Canadian patriotic sentiments. I am sure, all of us who are here in Canada, we all wave Canadian flag first and foremost as you have suggested in your last para.
LikeLike
By: Rajesh Patel on જુલાઇ 14, 2010
at 11:35 એ એમ (am)
Good informative article for a newcomer like me. Jaybhai.
LikeLike
By: Salil Dalal (Toronto) on જુલાઇ 10, 2010
at 9:56 એ એમ (am)
Nice. I learned something too!
I can also show this to some one who can not read English.
Gangji Gala
LikeLike
By: Gangji Gala on જુલાઇ 10, 2010
at 7:36 એ એમ (am)