હવે બે પુરુષો પણ પરણતા મળે છે
હવે જગતમા માણસ ભલા ક્યાં મળે છે
કે પોતાને ઈશ્વર સમજતા મળે છે
કદી ના ભરમાશો ચહેરા ઉપરથી
જુઓ ભીતરે સૌ તડપતા મળે છે
હવે માર્ગમાં મિત્રો કંટક બિછાવે
ને શત્રુઓ ફૂલ ધરતા મળે છે
જરા ધ્યાનથી જો જો કંકોત્રીને
હવે બે પુરુષો પણ પરણતા મળે છે
જુઓ ધૂન લાગી છે આબિદને કેવી
હવે એ ગઝલો લખતા મળે છે
આબિદ ઓકડિયાના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો.
હવે બે પુરુષો પણ પરણતા મળે છે – કાવ્યપઠન
સારો અગર નઠારો ગણો મરજી આપની
કલ્પી શકો છો મુજને તમારા વિચારની જેમ
નાઝિર દેખૈયા
પ્રતિસાદ આપો