Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 2, 2010

હું ભગવાન

ઈશ્વરનું માર્મિક સ્મિત

હું ભગવાન

હું ભગવાન
ખોડાઈને બેઠો છું મંદિરમાં
દરરોજ દૂધ ઘીથી નાહવાનું
પછી સુગંધીદાર ચંદનનો લેપ
સવાર સાંજ નિત નવા વાઘા પહેરવાના
ઢોલ વગાડાય, શંખનાદ થાય, રૂમઝૂમ ઘંટડી ઓ રણકે
મારે વાંસળી પણ વગાડવી ન પડે
અને મીઠું મધુર સંગીત સંભળાય

ન ખાવાની ખોટ કે ન પૈસાની ઓટ
બધા જ આપે મન મૂકીને
જે આવે એ જાય ખિસ્સા ખાલી કરીને

પણ ભાઈ, આ લોકો બહુ માગે હો!
હાથ ઊંચા કરીને માગે, પગ લાંબા કરીને માગે
અરે, માથુ ખાઇ જાય માગી માગીને

પણ હું આપું, બોલ્યા વગર આપું, બધાને આપું
મારે ક્યાં ગજવામાંથી કાઢીને આપવાનું છે?
મેળવે સૌ સૌના નસીબે, એમની આવડત પ્રમાણે
પણ પાછા વળીને પગે લાગે મને હો!

હું મૂછમાં હસું, મનમાં મલકાઉં!

આ બધાને તો એમ જ કે
હું આ જીવ સૃષ્ટિનો તારણહાર
સૂરજ, તારા, નક્ષત્રોને દોરનાર
અખંડ બ્રહ્માંડનો સંચાલક

પણ હું આમાનું કશું જ કરતો નથી
હું નિષ્ક્રિય છું
સાચુ કહું ખાનગીમાં
તો હું છું જ નહીં, મારુ અસ્તિત્વ જ નથી

પણ શું થાય
વર્ષો પહેલા લોકોને જરૂર પડી
એટલે એમણે મને બનાવ્યો
અને ત્યારથી
હું એમને બનાવ્યા કરુ છું.

કિશોર પટેલ

કિશોર પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. હું ભગવાન – કાવ્યપઠન

હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો
ઈશ્વર હશે તો કોઈ દિવસ કામ આવશે

જલન માતરી


Responses

  1. Kishorebhai,

    I liked it very much. It looks like ‘svayam bhagwan’ aavine tamara mukha maan aa rachanaa muki gaya hoy

    Thanks for sharing the clip as well.

    Like

  2. ભ – ભયથી ઉત્પન્ન થયેલું
    ગ – ગભરાવી નાંખે તેવું
    વા – વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું
    ન – નકારી ન શકાય તેવો ભ્રમ
    વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું ભયથીઉત્પન્ન થયેલું કે
    જે આજદીન સુધી માનવસમુદાય દ્વારા નકારી શકાઈ નથી
    તેવી ભ્રમણા ભગવાનના નામે ઓળખાય છે.

    Like

  3. કોણ કોને બનાવે છે તે જ સમજાતું નથી ! આમતો કહેવાય છે કે ઈશ્વરે માણસ બનાવ્યા પણ તેની કોઈ સાબિતી ના હોય એક વાત નિશ્ચિત છે કે માણસે ભગવાનને બનાવ્યો અને હજુ રોજ રોજ બનાવ્યા કરે છે અને ભગવાન આપે કહ્યુ તેમ મૂછમાં હસ્યા કરે છે.

    Like

  4. ખુબ જ સરસ .ઈશ્વરની વાત.અને એ હકીકત છે.
    ઈશ્વરને કોઈ ખોટ નથી. કામકાજ કઈ નહિ ફક્ત
    બેસીને પુજાવાનું . સરસ રચના.

    મારો બ્લોગ ” પરાર્થે સમર્પણ “

    Like

  5. Khuda/bhagwan bhi milta hai, dhoondhne se, but ofcourse not in masjid and mandir.

    Like

  6. Kishore bhai, dhoondhne se khuda(=bhagwan) bhi milta hai.

    Like

  7. very nice and very true. Good work, now spread the message!
    Gangji Gala

    Like

  8. ek jugjuna vishayni saras abhivyakti.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: