જિંદગી મારી
બરાબર દબદબાવી મેં મનાવી જિંદગી મારી
પળે પળ ને વટાવી મેં સજાવી જિંદગી મારી
સફર કીધી સમંદરમાં વમળમાં ને તુફાનોમાં
કિનારે છીછરા જળ મહિ ડુબાવી જિંદગી મારી
નદી જાણી ભલા ઝાંઝવ કને દોડી ગયો રણમા
છિપાવી ના તરસ મારી જલાવી જિંદગી મારી
રણાંગણમા હરાવી દુશમનો ચંદ્રક લગાવ્યા ત્યાં
અહીં ઘર આંગણે આવી છુપાવી જિંદગી મારી
બનાવી ને નનામી, ઘોર પણ જાતે જ ખોદી મે
કફન ઓઢી બખોલે મેં શમાવી જિંદગી મારી
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
અમૃત ઘાયલ
બરાબર દબદબાવી મેં મનાવી જિંદગી મારી
પળે પળ ને વટાવી મેં સજાવી જિંદગી મારી
લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા
હજઝ છંદ -16અક્ષરી(નારચ છંદ )
આ છંદમાં 8અક્ષરી કરી પ્રમાણિક છંદ-32અક્ષરીથી મીમેત છંદ બને છે.
સુંદર પ્રયાસ .અભિનંદન.ગઝલ સંપૂર્ણ છે.
છંદ વિહિનતા સાથે કંઈ અ કાવ્ય કે અગઝલૢકુછંદી રચના રચ્વાથી બચશો.
એવી રચના કાવ્યૢછંદ અથવા અછાંદસની ગણતરીમાં પણ આવતી નથી.
અપણી હોંસલા અફઝાએ માટે અભિપ્રાય આપનારા ભોઠા પડે છે.
એમનું કવ્ય અંગેનું અજ્ઞાન છતું થઈ જાય છે.
વફા
LikeLike
By: bazmewafa on સપ્ટેમ્બર 13, 2010
at 2:25 એ એમ (am)