Posted by: Shabdsetu | ડિસેમ્બર 24, 2010

મિલન જેવું નથી હોતું

1433671809_37e0fd7b41- Milan Jevu

મિલન જેવું  નથી હોતું

જગતમા  સર્વના  ભાગે   લખન  જેવું  નથી હોતું
નિકટમા  હોય  પ્રેમી પણ  મિલન જેવું  નથી હોતું

અડે   છે   એક   બીજાને   કિનારા  જલ  તરંગોથી
સમાગમ   એ  કદી  એનું  મદન   જેવું  નથી  હોતું

નજર બે  રોજ મળતી હોય છે પલકો તણી છાયે
હ્રદયની આપ  લે વિણ તો સનમ જેવું નથી હોતું

મળે  જે  રોજ સપનામા,  જગાડે  એ  જ  રાતોમા
છતાં એ  વાસ્તવિકતામા  ઘટન  જેવું  નથી  હોતું

વચન  આપી  અદાલતને ભલે  એ બાંધશે  નાતો
કરારો  લાખ લખશે પણ  લગન  જેવું  નથી હોતું

રહે  નજદીક  સંગે  જળ કમળ  આ  જિંદગી આખી
અલગ  જીવન અહિં  એનું પવન જેવું નથી  હોતું

બાબુ પટેલ

બાબુ પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. નથી હોતું  – કાવ્યપઠન

અમારા સ્વપ્નનું એ સદભાગ્ય ક્યાંથી?
સ્વપ્નમાં રહેલાં સુખો થાય સાચા
કે આ વાસ્તવિક જગતના સાચા સુખો પણ
અમારા નસીબે સ્વપ્ન થઈ ગયાં છે.

બરકત વિરાણી – ‘બેફામ’


Responses

  1. જીન્દગી મો સ્વપ્નો ની વાસ્તવિકતા એ મૃગજળ સમાન હોય છે

    Like

  2. સરસ બહુજ સરસ
    વધુ કહેવાનું મન થાય છે કે
    ઇન્તજાર નો અંત એનું નામ જ મિલન

    Like

  3. સરસ પરંપરાગત શૈલીની ગઝલ.

    Like

  4. ખુબ જ અસરદાર. મઝા આવી ગઈ,
    શબ્દ સેતુને ધન્યવાદ.
    વતનથી દુર રહી માતૃભાષાના પ્રેમ માટે.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: