હું કોઈ કવિ કે લેખક નથી
હું કોઈ કવિ કે લેખક નથી
લેખન તો મારો વ્યવસાય છે માત્ર
હું શબ્દોનો સ્વામી, શબ્દો રમાડી ને વેચી જાણું
પેટ પકડીને હસાવી જાણું, દરિયો ભરીને રડાવી જાણું
કોઈની આસ છુપાવી જાણું તો કોઈની ટૂંપાવી પણ જાણું
કલાના બીજા ફલકમાં નટ નટીઓ
અગણિત મહોરાંઓ પહેરી કલાનો વેપાર જ કરે છે ને?
મનમાં આનંદના ઓઘ તોયે રૂદાલી રડાવી શકે
ખોબે આંસુએ રડતું મન તો યે નટ હસાવી શકે
જેટલાં વધારે મહોરાં, એટલો મોટો કલાવંત.
હું તો સુખી જીવ, ભગ્નહ્રદયી ગઝલો લલકારું
સચ્ચાઈનો ઇજારદાર નથી એટલે ખરું ખોટું પણ લખું
વાપરી જાણું, વેચી જાણું, નાણી જાણું, નાણામાં જોખી જાણું
મૌલિક, ચતુરાઈથી ચોરેલા કે રદ્દી શબ્દો, ગદ્યના કે પદ્યના, જથ્થાબંધ વેચું
કારણકે કે હું કોઈ કવિ કે લેખક નથી, શબ્દોનો વેપારી છું, ફ્ક્ત વેપારી જ.
વિવેચક તો નાહક ગમે તે કહે,
અહીં તો અમે જે લખ્યું તે ખરું
ખલીલ ધનતેજવી
ગુજરાતી ભાષામાં વેબ પર પહેલી આકાર આપેલી કવિતા ૫૦-૬૦ના દાયકાની કોન્ક્રિટ કવિતા યાદ કરાવી ગઈ.
LikeLike
By: himanshupatel555 on એપ્રિલ 20, 2011
at 10:06 પી એમ(pm)