માઇનસ ૧૬ ડિગ્રી સેન્ટિગ્રેડ
આ કેવી સુંદર જેલ છે, જેમાં સળિયા નથી.
સેન્ટ્રલ હિટીંગ છે, પણ તાજી હવા નથી.
બહાર વૃક્ષો દેખાય છે, ઉપર એક પણ પાંદડું નથી.
કુદરતે સફેદ ચાદર પાથરી છે, બીજો કોઈ રંગ પણ નથી.
રસ્તા પર માણસો જોવા છે, પણ બહાર ચકલુંય નથી.
નાહીને તૈયાર થવું છે, પણ નહાવાનું મન નથી
પેરોલ પર ફરવા નીકળવું છે, પણ નીકળાતું નથી.
એકસ્ટ્રીમ કોલ્ડ એલર્ટ છે, જવાય તેમ પણ નથી.
આખો દિવસ ટીવી સામે બેસું છું, પણ મજા નથી.
સરાઊંડ સાઊન્ડ છે, પણ પંખીઓના કલરવ નથી.
આ વેધરમાં જામ છલકાવા માટે પણ કોઈ કંપની નથી.
ગોદડા ઘરણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
શૂન્યમાંથી સર્જન કરવા ‘મુસાફિર’ ને કવિતા લખવી છે.
કાગળ છે, પણ અસહ્ય ઠંડીમાં કલમ પકડાતી નથી.
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
મનોજ ખંડેરિયા
સુંદર કાવ્ય રચના. સળિયા વિનાની જેલ, ગોદડા ઘરણ, પંખીઓના કલરવ અહીના શિયાળાની કઠોર વાસ્તવિકતા વર્ણવે છે. ચિંતન સભર સબ્દો.
ઈશ્વર ર દરજી બરનબી બી સી
LikeLike
By: ઈશ્વર ર દરજી on જૂન 15, 2011
at 1:31 એ એમ (am)
A perfect way to describe Canadian winter. So beautiful and true.
PravinDesai, Markham, Ontario
LikeLike
By: Pravin Desai, Markham,ON on મે 22, 2011
at 7:22 એ એમ (am)
simple, nice and touching.
Thanks
LikeLike
By: Gangji Gala on મે 18, 2011
at 7:38 પી એમ(pm)