Posted by: Shabdsetu | જૂન 15, 2011

‘ફાધર્સ ડે’

ફાધર્સ ડે

આ રવિવારે ‘ફાધર્સ ડે’ આવી રહ્યો છે.  ‘ફાધર્સ ડે’ હોય કે ‘મધર્સ ડે’, એ દિવસે સ્તવન બહુ જ ઉદાસ થઈ જાય.  વર્ષોના અગણિત ઉપકારોને યાદ કરવા માટે આખા વર્ષમાં આવતો આ એક માત્ર દિવસ!  પણ આ દિવસ એને ખૂબ વિહ્વળ બનાવી દે. એક લાચારીનો અહેસાસ કરાવે.  એ અહીં પરદેશમાં અને ઘરડા બા બાપુજી દેશમાં.  ઘણી વાર એ વિચારે, શું પરદેશમાં વસતા બધા જ પુત્રો મારી જેમ  આવી ‘ગિલ્ટી ફીલ’ કરતા હશે!

સ્તવન એક નો એક દીકરો.  વર્ષોથી કેનેડામાં સ્થાયી થયો છે.  એક મોટી કંપનીનો એ પ્રેસીડન્ટ છે.  સુંદર પત્ની અને બે બાળકોનો સંસાર છે, પૈસો પણ અપાર છે.  કશાની ખોટ નથી તોયે મનને એક ખૂણે ખૂબ ખૂંચે છે.  આજે જ્યારે એના ઘરડા મા બાપને એની ખાસ  જરૂર છે ત્યારે એ અહીંથી જઈ નથી શકતો.  મા બાપને  લાકડી બનીને ટેકો આપવો છે.  હાથ પકડીને હૂંફ આપવી છે.  એમની સેવા કરીને સંતોષ મેળવવો છે પણ એ એવું નથી કરી શકતો  બસ, વર્ષમાં બે ત્રણ વાર દેશ જઈને મળી આવે છે.  અઠવાડિયામાં બે ચાર ફોન કરીને મન મનાવે છે.

એ જાતે આ સુખ સાહ્યબી છોડીને જવા તૈયાર છે.  પત્નીને પણ કદાચ સમજાવી શકે પરંતુ બાળકોને એ કેવી રીતે મનાવી શકે?  એમને એક નવા અજાણ્યા દેશમાં, અપરિચિત વાતાવરણમાં કેવી રીતે લઈ જઈ શકે?  ડાંગરના ધરુને એક ક્યારામાંથી ઉખેડીને નજીકના બીજા ક્યારામાં રોપવામાં આવે છે ત્યારે એ પાકે છે પણ અહીં તો નાના અમસ્તા છોડને એક ભોમમાંથી ખેંચીને બીજી ભોમમાં, જુદી જ આબોહવામાં લઈ જઈને રોપવાનો?  અને એ છોડ મોટો થઈને પાંગરે ત્યારે એને પરદેશ મોકલવાનો?  અને પછી પોતાની જેમ જ આખી જિંદગી દેશ-પરદેશ કલ્ચરના ઘર્ષણમાં રહેંસાતા રહેવાનું?  જે ભણતર, જ્ઞાન, સુખ, સાહ્યબી, પૈસો મેળવવા પોતે અહીં પરદેશ આવ્યા, એનાથી જ એમને વંચિત રાખવાના?

સ્તવનના બાપુજી આઝાદીની લડાઈના એક લડવૈયા હતા.  ૧૯૪૨ની ‘ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટ’ માં લાઠીઓ ખાઇને જેલ જઈ આવેલા. પૂરેપૂરા દેશભક્ત અને ગાંધીબાપુના સાચા અનુયાયી.  આઝાદી પછી એ ડોક્ટર બન્યા અને ગાંધીજીના આદર્શ પ્રમાણે ગ્રામસેવા કરવા ડાંગના જંગલમાં આદિવાસીઓની વચ્ચે જઈને વસ્યા.  ગ્રામોદ્ધાર કરતા કરતા ઘણાં ગામડાંઓને એમણે ઉપવન બનાવી દીધા.  સ્તવનનુ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ આદિવાસીઓની શાળામાં જ  થયેલું.  સ્તવનના બાપુજી કોઈ મોટા શહેરમાં પ્રેક્ટીસ કરીને ખૂબ કમાઈ શક્યા હોત પણ આદર્શના પંથે ચાલનાર માટે તો જીવન જરૂરિયાતથી  વધારેનો પૈસો એ પથ્થર બરાબર.

સ્તવન ભણવામાં બહુ જ હોશિયાર.  એસ.એસ. સી બોર્ડની પરિક્ષામાં એનો પહેલો નંબર હતો.  આગળ ભણવા એ મુંબઈ ગયો.  બાપુજીની કમાણી ખાસ કાંઈ નહોતી  બા બાપુજી કરકસર કરીને થોડા પૈસા બચાવી એને ભણાવતા હતા.  ઘરમાં પૈસાની તંગી હંમેશા રહેતી પણ સેવાના ભેખધારી માટે તો પૈસો એ પાપનુ મૂળ!  કેટલી મુસીબત, કેટલી તકલીફ વેઠીને બા બાપુએ  એને ભણાવ્યો હતો!  સ્તવન એ કદી ભૂલ્યો નહોતો.

બાપુજી ઇચ્છતા કે સ્તવન એમની જેમ ડોક્ટર બનીને ગરીબ લોકોની સેવા કરે.  ગ્રામ વિકાસમાં સહભાગી બને, પણ સ્તવનને ડોક્ટર નહોતુ બનવું.  એને તો એંજિનિયર થવું હતું અને એ ઇલેક્ટ્રોનિક એંજિનિયર થયો.  આખી યુનિવર્સિટીમાં એ પહેલે નંબરે આવ્યો.  વધુ અભ્યાસ માટે પરદેશ જવાની સ્કોલરશિપ મળી અને એ કેનેડા આવીને સ્થાયી થઈ ગયો.

વર્ષો બાદ ઉમ્મર થતા સ્તવનના બાપુજી માટે ગામે ગામે ફરવાનું અશક્ય થવા લાગ્યું એટલે તેઓ દક્ષિણ ગુજરાતના એક નાના શહેરમાં આવીને સ્થાયી થયા.  સેવાભાવી માણસ માટે તો સબ ભૂમી ગોપાલ કી.  અહીં પણ એમનું નાનુ દવાખાનું હંમેશા ભરાયેલું જ રહેતું.  મનુષ્ય જીવનના સારા પાસાઓનો ગુણાકાર કરતા રહેવુ અને નબળાઈઓની બાદબાકી, એ એમનો જીવન મંત્ર હતો.

શરૂઆતના વર્ષોમાં સ્તવન થોડું કમાઈને પાછા દેશ જવાનું વિચારતો પરંતુ ધીરે ધીરે એ આકર્ષણ ઘટતું ગયું.  બા બાપુજીને કેનેડા બોલાવી ને સાથે રાખવાનો એને ખૂબ ઉમળકો હતો.  બાપુજીએ આખી જિંદગી દોડધામ કરી હતી.  હવે એ પાછલા વર્ષો સુખમાં, આરામથી વિતાવે  એમ એ ઇચ્છતો હતો.  બાને જે જોઈએ એ મળ્યુ નહોતુ.  હવે એ આપી શકશે એટલે એણે બન્ને ને સ્પોન્સર કરી દીધા.

બા બાપુજી આવ્યા પણ અહીં ક્યાંથી ગમે!  રાતદિવસ કાર્યરત રહેલા માણસને આરામ હરામ લાગે.  બા પણ થોડા દિવસમાં કંટાળી ગઈ.  બા દેશમાં સામાજિક કાર્યકર્તા રહેલી.  અનાથ આશ્રમમાં એ સેવા આપતી.  અહીં ચાર દિવાલોમાં એને ગૂંગળામણ થવા લાગી.  પૌત્રોનું થોડુ આકર્ષણ ખરું પણ નાનપણથી સાથે રહેલા નહીં એટલે થોડી અતડાઈ પણ રહે.  ધીરે ધીરે ઘર એક જેલ જેવુ લાગવા માડ્યું.  છેવટે બા અને બાપુજી દેશ પાછા ગયા

સ્તવનની બા પૈસાદાર ઘરમાંથી આવી હતી.  અહીં મન મનાવીને આદર્શવાદી પતીના પંથે ચાલવાનું હતુ.  ક્યારેક એ જીવનની મુશ્કેલીઓથી કંટાળતી ત્યારે બાપુજીને એ અચૂક સંભળાવતી – “તમારા ઘરમાં આવીને મેં જોયું છે શું?”.  સ્તવન એ ભૂલી નહોતો શકતો.  બાને મોટા ઘરનો ખૂબ અભરખો એટલે સ્તવને દેશમાં, સોસાયટીમાં એક બંગલો બંધાવ્યો.  જાતજાતની ચીજોથી ઘર ભરી દીધું પણ વ્યર્થ.  પૈસો આવ્યો પણ પારકો બનીને!  બાપુજી મહોલ્લો છોડીને સોસાયટીના નવા ઘરમાં જવા તૈયાર નહોતા.  જીવનભર વસ્તુઓના અભાવથી જીવવાની ટેવ કેવી રીતે બદલાય!  સ્તવન ઘણું સમજાવે, દલીલો કરે પણ બાપુજી ન માને!   ઉલટા બાપુજી સ્તવનને હંમેશા સમજાવતા રહે “ભાઈ, અમારી ચિંતા તુ ના કર. તુ તારા સંસારમાં ત્યાં સુખી છે અને અમે પણ અહીં ખૂબ સુખી છે”.

વર્ષો વિતતા જાય છે અને બા બાપુજી દિવસે દિવસે દુર્બળ થતા જાય છે.  આ વર્ષે બાપુજીને મોટો હાર્ટ એટેક આવ્યો.  શરીરે લકવા થઈ ગયો.  આ મરણાંત હવે પથારીવશ રહેવાના.  હલન ચલન સદંતર બંધ થઈ ગયું છે.  આંખો ચકળવકળ ફેરવ્યા કરે છે અને થોડું થોડું તોતડું બોલી શકે છે.  બા હવે બહુ જ ઓછુ સાંભળે છે અને સાવ સુકાઇ ગઈ છે.  સ્તવને ચોવીસ ક્લાક સાથે રહેવા એક નર્સ રાખી છે પણ હવે બન્નેની હાલત જોવાતી નથી.  દર બે ત્રણ મહિને એ દેશ જઈ થોડા દિવસ બા બાપુજી સાથે રહી એમની સેવા ચાકરી કરે છે પરંતુ કાયમનું રહેવું અશ્ક્ય છે.  આગળ શું કરવું એ સમઝાતું નથી.  સગાસંબંધીઓ જાતજાતના સલાહ સૂચનો, વણમાગી શિખામણો આપી ચાલતા થાય છે.  કોઈક વળી સામે નહીં તો પાછળ સંભળાવી પણ જાય છે – “શું નસીબ છે! બાપ મરણ પથારીએ અને દિકરો પરદેશમાં”

સ્તવન વિચારે કે આ માણસ જીવનભર જંગલમાં જઈ આદિવાસીઓની વચ્ચે વસી લોકોની સેવા કરતા રહ્યા તોયે અંત સમયે આવી પરિસ્થિતિમાં?  આવી દયનીય દશા?  આ તે કેવો ન્યાય?  અને આવો ન્યાય કરનાર કોણ?  ભગવાન?  આ કેવો ભગવાન!  કે પછી કર્મના સિધ્ધાંત પ્રમાણે આ પૂર્વ જન્મોના કર્મનુ ફળ છે એમ મન મનાવવાનુ કે પછી નસીબનો દોષ કાઢવાનો?   આ જન્મમાં કરેલા કર્મના ફળ લૉજિકલ રીતે આવા હોઈ જ ના શકે એટલે પૂર્વ જન્મોમાં કરેલા કર્મના ફળ ભોગવવાનાં એમ માનીને સંતોષ મેળવવાનો?

બાથી પણ હવે બાપુજીનુ દુ:ખ જોવાતુ નથી  આ પીડા, આ કષ્ટ સહેવાતા નથી.  એ એના લાલજીના ફોટા સામે બેસી બબડ્યા કરે છે -“શું આવા સારા માણસની તને જરૂર નથી?”.  નિરંતર ઈશ્વરને પ્રાર્થના કરતી રહે છે કે બસ થયુ!  હવે તુ એમને બોલાવી લે!  સ્તવનને થાય ઈશ્વર ના બોલાવે તો  ઈશ્વરને ત્યાં જલ્દી જવામા આધુનિક વૈજ્ઞાનિક જગતની સગવડો તેમ જ એના કર્તા હર્તા મદદ ના કરી શકે?  ‘ડોક્ટર આસિસ્ટેડ સુસાઈડ – યૂથનેઝિઆ’ જેવુ કાંઈ ના થઈ શકે?

યુ.એસ.એ.ના ડોક્ટર જેક કેવોર્કિઅન, જે યૂથનેઝિઆ એક્ટીવિસ્ટ હતા અને જેમણે જાહેરમાં ટર્મીનલી ઇલ દર્દીઓને મરવા માટે મદદ કરી, વર્ષો જેલ ભોગવી હતી.  તેઓ માનતા કે જીવલેણ, અસાધ્ય રોગથી પીડાતા માનવી માટે મરવું એ ગુનો નથી અને એમને ડેથ વિથ ડિગ્નિટિ બક્ષવી એ એક ડોક્ટરની ફરજ છે.  પરંતુ ધર્મના ધૂરંધરો તેમ જ સમાજનો એક મોટો ભાગ એમની આ વાત સાથે સહમત નથી.  પશ્ચીમના કેટલાક દેશોમાં, જ્યાં હેલ્થ કેરનો બોજ ગવર્મેન્ટ ઉપાડી રહી છે એ આ રીતે ઓછો પણ થઈ શકે.

આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં પણ ઇચ્છા પ્રમાણે દેહત્યાગ કર્યાના ઉલ્લેખો જોવા મળે છે.  તત્ત્વજ્ઞાનીની દષ્ટિએ વિવેક બુદ્ધિથી જોતાં, આત્યંતિક દુ:ખથી છુટકારો એ જ શું મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ ના હોવો જોઈએ?!   પ્રશ્નો અનેક છે પણ ઉત્તર નથી.

કિશોર પટેલ

એનો ક્યો મુકામ હશે કંઇ ખબર નથી
રઝળ્યા કરે છે આખી વસાહત વિચારની  

રમેશ પારેખ

 


Responses

  1. પરદેશમાં વસતા કેટલાયે પુત્રોની આંતરિક વ્યથાને આ રીતે વાચા આપી છે. ખૂબ ખૂબ આભાર.

    Like

  2. અમારે માટે આ વાર્તા નથી, અનુભવ છે. વૃધાવસ્થા માં પણ કુટુંબ સાથે અમે બન્ને આનંદથી જીવીએ છીએ. અમને તો પરદેશ પણ પોતીકું જ લાગે છે. ( એક સુપર સીનીયર નો અનુભવ )

    Like

  3. […] […]

    Like

  4. […] ‘ફાધર્સ ડે’ (via શબ્દસેતુ) Posted on July 21, 2011 by vijayshah ‘ફાધર્સ ડે’ આ રવિવારે ‘ફાધર્સ ડે’ આવી રહ્યો છે.  ’ફાધર્સ ડે’ હોય કે ‘મધર્સ ડે’, એ દિવસે સ્તવન બહુ જ ઉદાસ થઈ જાય.  વર્ષોના અગણિત ઉપકારોને યાદ કરવા માટે આખા વર્ષમાં આવતો આ એક માત્ર દિવસ!  પણ આ દિવસ એને ખૂબ વિહ્વળ બનાવી દે. એક લાચારીનો અહેસાસ કરાવે.  એ અહીં પરદેશમાં અને ઘરડા બા બાપુજી દેશમાં.  ઘણી વાર એ વિચારે, શું પરદેશમાં વસતા બધા જ પુત્રો મારી જેમ  આવી ‘ગિલ્ટી ફીલ’ કરતા હશે! સ્તવન એક નો એક દીકરો.  વર્ષોથી કેનેડામાં સ્થાયી થયો છે.  એક મોટી કંપનીનો … Read More […]

    Like

  5. વિનોદભાઈ,

    તમારી વાત ૧૦૦ ટકા સાચી છે. તમે આ રીતે વિસ્તારપૂર્વક તમારી, તમારા પિતાશ્રી અને ભાઈઓની વાત જણાવીને બહુ મોટું કામ કર્યું છે.

    પરદેશમાં વસતા કેટલાયે પુત્રોની આંતરિક વ્યથાને આ રીતે વાચા આપી છે. ખૂબ ખૂબ આભાર.

    કિશોર.

    Like

  6. “ફાધર્સ ડે” …….એ એક વાર્તા નથી પણ હકીકત છે કેટલાયે પુત્રોની કે જેમના વૃદ્ધ માતા પિતા દેશમાં રહે છે. હું પણ એમાંનો એક છું. હું હંમેશા ગિલ્ટી ફિલ કરું છું અને નક્કી નથી કરી શકતો કે ફોરેનમાં સેટ થવાનો નિર્ણય સાચો હતો કે ખોટો. આવતી કાલે મારી બર્થ ડે છે. દર વર્ષે હું મારી બર્થ ડે નાં સવારે મારા બા- બાપુજીને ફોન કરું ત્યારે તેઓ કહે કે ” ખુબ ખુબ સુખી થાઓ અને લીલા લહેર કરો, અમારી કોઈ ચિંતા ન કરો, તમે ત્યાં એકલા છો અમે અહી પરિવાર સાથે છીએ, માતાજી તમને સફળતા અપાવે.” હું હંમેશા વિચારું છું કે મારી ફરજ હું ચુક્યો છું. વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમને મારા સહારા ની જરૂર હતી ત્યારે હું ન હતો, મારી વરસમાં એક બે મુલાકાતો શું પુરતી હતી? ના….
    જરા બીજું પાસું જોઈએ. મારા બાપુજી છેલ્લા ૧૦-૧૨ વર્ષ થી બીમાર હતા, તેઓને વર્ષમાં ૩-૪ વાર હોસ્પીતલાઇઝ્ડ કરવા પડતા, મારા ત્રણ ભાઈ-ભાભી મન મુકીને સેવા કરતા, અને હું અહીંથી તેમની સારવારનો ખર્ચ મોકલતો. છેલ્લે ૬-૭ મહિના તેઓ બિલકુલ અપંગ થયા તેમના માટે હોસ્પીટલના આઈ.સી.યુ. જેવી બધી સગવડો વાળો રૂમ પણ તૈયાર કરાવ્યો, ત્યારે રાત-દિવસ માટે બે નર્સ રોક્યા. સ્પેશ્યાલીસ્ટ ડોકરો ઘેર વિઝીટ કરે તેવી વ્યવસ્થા પણ કરી. હું જાતે ત્યાં હાજર હોત તો પણ જે કામ નર્સ કરી શકે તે હું ન કરી શકત. કે ડોકરો જે કરી શકે તે પણ ન કરી શકત. બાપુજી સપ્ટેમ્બર માં દેવલોક પામ્યા ત્યારે હું અંતિમ ક્રિયા માટે ગયો. હું મારા ભાઈઓ સામે વાત કરી ન શકતો અને ગિલ્ટી ફિલ કરતો કે હું અહી ન રહી શક્યો અને કાઈ ન કરી શક્યો. ત્યારે મારા મોટા ભાઈ એ મને દિલાસો આપ્યો અને કહ્યું કે કે સારું છે કે તમે ફોરેન રહો છોં અને અમે અહી છીએ તો આપણે બાપુજીની બધી જ જરૂરિયાતો પૂરી કરી, સેવા કરી કરાવી શક્યા. હું હંમેશા એક વાતે ખુબ દુઃખી રહેતો, તે એ વાત હતી કે હું પોતે ત્યાં હાજર રહીને સેવા નથી કરી શક્યો, પણ મારા ભાઈએ મને સમજાવ્યું કે “ભગવાને બધું જ પ્લાનિંગ કરી રાખેલ હશે, તેથી તમે વિદેશ ગયા, ત્યાં રહીને આર્થિક ટેકો કર્યો અને બે ભાઈ ગામડેથી અમદાવાદ રહેવા આવ્યા, તો સારામાં સારા ડોકટરો ની મદદ લઇ શક્યા અને એક ભાઈ ગામડે રહ્યા તો બધો સામાજિક વહેવાર સાચવી શક્યા.” મારા મન માં હંમેશા એક પ્રકારનો ભાર, ગિલ્ટી ફિલ થયા કરતી તે હવે ઓછી થઇ છે.

    Like

  7. સતત પરીવર્તન એ કુદરતનો નીયમ છે અને તેમાં ફેરફાર કરવો શક્ય નથી તેથી સ્વીકાર્યાં સીવાય છુટકો નથી. આવી સમસ્યા લગભગ બધા જ એન. આર. આઈ. અનુભવતા હોય છે. પૈસાની ખેંચ ન પડે તેટલું જ કરી શકાય. એન. આર. આઈ. નું મંડળ બનાવીને આદર્શ વૃધાશ્રમ બનાવી શકાય તો થોડી ગીલ્ટ ઓછી થાય એમ લાગે છે.
    વીક્રમ દલાલ (અમદાવાદ)

    Like

  8. This is a dreaded dilema we all immigrants face inside us. We came with hopes and with noble intentions,one of them being with our parents in their old age. Time flew by and and circumstance, over which we had no control (or were not strong enough to control), changed. Most of us every now and then ask one question; did I do the right thing years ago? No one has the answer. We only hope our parents and us after them do not have to go thorugh the pain that this article portrays.

    Pravin Desai
    Markham On

    Like

  9. I like this story at the same time agree with Mr.Ashok Jani

    Like

    • ભાઈશ્રી,

      આ વાર્તા બે મિત્રો સાથે ઘટી ગયેલી, ઘટી રહેલી ઘટનાઓની ઘટમાળ છે. સત્યઘટના પર આધારિત આ વાર્તા-લેખમાં અતિશયોક્તિને બહુ જ ઓછો અવકાશ છે. પ્રશ્નો અનેક છે એટલે સામે મૂક્યા છે. આપણા પશ્નોના ઉત્તર મેળવવા આપણે જ વિચારવું રહ્યું.

      ‘ડોક્ટર આસિસ્ટેડ સુસાઈડ–યૂથનેઝિઆ’ જેવી વાત જાહેરમાં – મીડિયામાં જોર શોરથી ચર્ચાવી જોઈએ એની જગ્યાએ એને ટાળવામાં આવે છે. સમાજના જૂના રૂઢિચુસ્ત રીતરિવાજોની પકડમાંથી તેમજ પરંપરાગત ચાલી આવેલી ધર્મની ચુંગાલમાંથી બહાર નીકળીને વિવેક બુદ્ધિથી વિચારતા શીખીએ એ મહત્વનું છે. લોજિકલ રીઝનીંગ અને રૅશનલ થિંકિંગ ડેવેલોપ થાય તો કેવું!

      ‘બેબી બુમર્સ’ ની પેઢી, જે દિવસે દિવસે ઘરડી થઈ રહી છે અને આધુનિક વૈજ્ઞાનિક સગવડોને લઈને લાંબુ જીવવાની છે. આ હેલ્થ કેરનો બોઝ કોણ ઉપાડશે? નવી પેઢી? આ વિશ્વવ્યાપક, ચડસાચડસીના સંઘર્ષમાં એ કરી શકશે?

      કિશોર.

      Like

  10. ઉગતી પેઢી અને આથમતી પેઢે વચ્ચે એવો કોઇ સેતુ નથી કે જે આ અંતરો દૂર કરી શકે? સ્તવન એવા કેટલાય લાગણીશીલ સંતાનો છે જે આ વ્યથામાંથી પસાર થયા જ કરે છે.

    Like

  11. […] ‘ફાધર્સ ડે’ (via શબ્દસેતુ) Posted on July 21, 2011 by vijayshah ‘ફાધર્સ ડે’ આ રવિવારે 'ફાધર્સ ડે' આવી રહ્યો છે.  'ફાધર્સ ડે' હોય કે 'મધર્સ ડે', એ દિવસે સ્તવન બહુ જ ઉદાસ થઈ જાય.  વર્ષોના અગણિત ઉપકારોને યાદ કરવા માટે આખા વર્ષમાં આવતો આ એક માત્ર દિવસ!  પણ આ દિવસ એને ખૂબ વિહ્વળ બનાવી દે. એક લાચારીનો અહેસાસ કરાવે.  એ અહીં પરદેશમાં અને ઘરડા બા બાપુજી દેશમાં.  ઘણી વાર એ વિચારે, શું પરદેશમાં વસતા બધા જ પુત્રો મારી જેમ  આવી 'ગિલ્ટી ફીલ' કરતા હશે! સ્તવન એક નો એક દીકરો.  વર્ષોથી કેનેડામાં સ્થાયી થયો છે.  એક મોટી કંપનીનો … Read More […]

    Like

  12. You hit the nail on the head. Very appropriate sentiments for the first generation immigrants leaving abroad and their dilemma. Living between the rock and the hard place, one has to make the best out of the current situation he or she is in.

    Like

  13. F. A. M. I. L . Y. is one of the strongest word anyone can say,
    because the letter of FAMILY means ” Father And Mother I Love You “.

    Like

  14. Gud story on father’s day. Many problems has been brought out but no solution found from the story. Really many NRIs lives in North America with such problems.

    Like

  15. Nice.
    Thanks

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: