સમય બદલાય તો જાશે
જગાડી જગત પરભાતે સમય બદલાય તો જાશે
ઢળી આરામ લઈ રાતે સમય બદલાય તો જાશે
વહે વણઝાર રણ વગડે સબંધોના ભરી ઘરબાર
મજલ જો ના મળે વાટે સમય બદલાય તો જાશે
ચિરાડો પ્યારની સંધાય છે વિશ્વાસ ને ધાગે
ગળું કાપે દગલ બાજે સમય બદલાય તો જાશે
જવાની જામ દોલતનો નશો એક મીણ જેવો છે
ખુમારી પીગળી જાશે સમય બદલાય તો જાશે
વસંતો લાવશે રંગત ખુશી ને ઢોળશે બાગે
પડે જો પાંડદાં ઘાતે સમય બદલાય તો જાશે
જનમ ને મરણ વચ્ચે જે જીવનના હાલ છે આજે
જનાજો ઊઠતાં સાથે સમય બદલાય તો જાશે
વક્ત સે દિન ઔર રાત, વક્ત સે કલ ઔર આજ
વક્ત કી હર શૈ ગુલામ, વક્ત કા હર શૈ પે રાજ
આદમી કો ચાહિયે, વક્ત સે ડર કર રહે
કૌન જાને કિસ ઘડી, વક્ત કા બદલે મિઝાજ…
સાહિર લુધિયાન્વી
સમય કેવી ગજબની સંતાકૂકડી રમે છે,
સૌને દોડાવી-હંફાવી પોતે શાંતિથી ભમે છે.
ચાલવું પડશે મારી સાથે એવું સૌને કહે છે,
રહીએ પાછળ તો સંગાથે કયાં કોઈ રહે છે.
http://okanha.wordpress.com/2011/03/16/સમય/
LikeLike
By: ભરત ચૌહાણ on જુલાઇ 4, 2011
at 11:47 પી એમ(pm)