પુસ્તકો મારી અભરાઈ પરનાં
નહિ હોય, કદાચ મારાં,
વિચારો પણ મૌલિક
નહિ હોય કદાચ મારાં,
તોયે મૂઠી ઊંચો છું
કારણ, ઊભો છું ચઢી અનેક પૂર્વજોના ખભા ઉપર.
હશે આ પિંડ
પાણીનો પોણા ભાગનો,
બીજા પંદર સત્તર હિસ્સા
હશે હાડ, માંસ અને મજ્જાના.
ભળી ગયા છે વળી
બુદ્ધ, ગાંધી ને મેકીઆવેલી
બે ત્રણ બાકીના હિસ્સામાં.
પણ હિસ્સો બચેલો એક
એ જ હું, પ્રતીક પ્રગતિનું, નથી કોઈ ક્લોન કોપી જેની,
મગરૂર છું હું,
એ જ હું, એ જ હું.
આ પ્રુથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એક્વચન છે, એ બીજો નથી,
એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે
પણ એનો દ્વિતીય નથી.
હું એક જ છું.
મારા જેવો બીજો નથી.
ચંદ્રકાંત બક્ષી
Dear friends,
This ” Achandas” by poet is a absolute observation about the self. Each individual is a unique, it’s scientifically proven.
But the poetically also proved by the poet of this poet at the best.
All the best to this poet with aspactations of more poetries in the Humble service of Mother Gujarati.
Jay Gujarat – Jay Hind
Jayesh Panchal
LikeLike
By: Jayesh Panchal on જુલાઇ 22, 2011
at 9:14 પી એમ(pm)
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
–ગિરીશ પરીખ
LikeLike
By: girishparikh on જુલાઇ 21, 2011
at 8:50 એ એમ (am)
શબ્દસેતુ સંસ્થાના સર્જક વિશે કોઈ પ્રતિભાવ નથી તમારી પાસે ? આ તો દરેક વેબસાઈટની સભ્યતા પૂર્વકની અવહેલના છે…
LikeLike
By: himanshupatel555 on જુલાઇ 21, 2011
at 11:45 પી એમ(pm)
ભાઈશ્રી,
શબ્દસેતુ સંસ્થાના સર્જક તો નિમિત્ત માત્ર, મહત્વનું છે સભ્યોનુ સર્જન. આંગણીને વેઢે ગણાય એટલા સંસ્થાના સભ્યો, મહિનામાં એક વાર ભેગા મળે અને એક્બીજાને વાંચી સંભળાવે. સોળ વર્ષમાં જે લખતા નહોતા એ લખતા થયા અને જે પહેલાં લખતા હતા એ વધારે લખતા થયા. ટૂંકમાં નિજાનંદનું સર્જન.
પહેલાં એક્બીજાને વહેંચતા, હવે બ્લોગ દ્વારાઅગણિત અનેકોને. પ્રૌઢતા તરફ પ્રયાણ કરી રહેલ પેઢીનો પોતીકો પડઘો.!
કિશોર પટેલ.
વધુ માહિતિ માટે –
https://shabdsetutoronto.wordpress.com/2010/02/19/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3/
LikeLike
By: Kishore Patel on જુલાઇ 23, 2011
at 12:03 એ એમ (am)