Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 16, 2011

હિંદ છોડો

હિંદ છોડો

મુઠ્ઠી ભરી મીઠું ઉપાડ્યું ને ડોલવા લાગ્યું અંગ્રેજોનું શાસન
કરેંગે યા મરેંગે, હિન્દુસ્તાન હમારા હૈ.
૭૩વર્ષિય વયોવૃધ્ધ ગાંધી બાપુએ ૧૯૪૨માં અંગ્રજોને હાકલ કરી:
“હિંદ છોડો”
ને દેશને મળી અહિંસક આઝાદી
“જયહિંદ ! વંદે માતરમ્ ! ભારત માતાકી જય !” ના નારા સાથે.

આઝાદી આવી઼, સત્તા અને સૂત્રો લાવી
અમે બે અમારાં બે, કરાવો નસબંધી
આરામ હરામ હૈ! હઠાવો ગરીબી!
જય જવાન, જય કિશાન; મેરા દેશ મહાન
ને દેશને મળી અસીમ ગરીબી
“જયહિંદ ! વંદે માતરમ્ ! ભારત માતાકી જય !” ના નારા સાથે.

નેતાગીરી ને ગુંડાગીરી આવી, પુષ્કળ પોકળ ભાષણો લાવી.
સગાંવાદ ને વંશવાદ આવ્યો, ખુરસીવાદ ને આતંકવાદ લાવ્યો.
લાંચરુશવત ને ભ્રષ્ટાચાર આવ્યા, અસહય મોંઘવારી ને ભૂખમરો લાવ્યા.
ઠગનારા સાધુસંતો ને ધાર્મિક  માફિયાઓ, નેતા-અભિનેતા ને શિક્ષિત ઘેટાંઓ,
રૂઢિચુસ્ત રિવાજો ને ધર્માંધતાએ દેશની કરી બેહદ બરબાદી
“જયહિંદ ! વંદે માતરમ્ ! ભારત માતાકી જય !” ના નારા સાથે.

આજે ૭૩વર્ષિય વયોવૃધ્ધ અમારા બાપુએ પ્રતિજ્ઞા લેવડાવી
પરદેશમાં રહી દેશ સેવા કરવાની
એ સાચા ગાંધીવાદી સૈનિકે,
પાષાણ બની, ભારે હૈયે,
બેદિલ શરમિંદી સાથે, ગળગળા કંઠે કહ્યું:
“હિંદ છોડો”

મનુ ગિજુ

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
            અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.            

આદિલ મન્સૂરી

Advertisements

Responses

  1. વતનની યાદથી હૈયું હમેશા હલબલી ઉઠે

    અરે એ યાદે બાકી જીવન હર્યુભર્યુ ખીલે

    ભ્રષ્ટાચારીઓ તમારો અંતરાત્મા છે સૂતો

    જાગો દેર ન કરો વરના કમોતે મરશો

    Like

  2. Superb!!!

    Like

  3. liked it.
    very good.
    thanks

    Like

  4. […] હિંદ છોડો (via શબ્દસેતુ) September 17, 2011 vijayshah Leave a comment Go to comments હિંદ છોડો મુઠ્ઠી ભરી મીઠું ઉપાડ્યું ને ડોલવા લાગ્યું અંગ્રેજોનું શાસન કરેંગે યા મરેંગે, હિન્દુસ્તાન હમારા હૈ. ૭૩વર્ષિય વયોવૃધ્ધ ગાંધી બાપુએ ૧૯૪૨માં અંગ્રજોને હાકલ કરી: “હિંદ છોડો” ને દેશને મળી અહિંસક આઝાદી “જયહિંદ ! વંદે માતરમ્ ! ભારત માતાકી જય !” ના નારા સાથે. આઝાદી આવી઼, સત્તા અને સૂત્રો લાવી અમે બે અમારાં બે, કરાવો નસબંધી આરામ હરામ હૈ! હઠાવો ગરીબી! જય જવાન, જય કિશાન; મેરા દેશ મહાન ને દેશને મળી અસીમ ગરીબી “જયહિંદ ! વંદે માતરમ્ ! ભારત માતાકી જય … Read More […]

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: