Posted by: Shabdsetu | ઓક્ટોબર 17, 2011

પીપળાનુ પાન

પીપળાનુ પાન

પાંસઠ મિણબત્તીઓ બુઝાવી
હવે, કેટલી બુઝાવવાની બાકી રહી?

ચાલુ ચીલાની પાર્ટી પૂરી થઈ,
સહુ વિખેરાયા, અને હું
ઘરના ખૂણે આવેલ પુસ્તકાલયમાં
પાંસઠ વર્ષોનું સરવૈયું કાઢવા બેઠો.

રુદિયાના એક ખૂણે, વર્ષોથી ટૂંટીયું વળીને થીજી ગયેલી દેશદાઝનો રોષ
વરજીન જુવાનીનો ધરબાઇ ગયેલો ફૂટયા વગરના બોમ્બ જેવો આક્રોશ
મરવા વાંકે જીવી રહેલા નપુસંક જેવા અધમરા ઓગળી રહેલા આર્દશ
આ બધાની એક પછી એક બાદબાકી કરી
માંયલાને મારીને કરેલા સમજોતાઓનો સરવાળો કર્યો
જાણે અજાણે, ભૂલથી થઇ ગયેલી ભૂલોનો ભાગાકાર કર્યો.

હાથ ખાલી હતા ત્યારે, પણ ઘણું બધુ હતું
આજે બે હાથે ભેગુ કરેલું ઘણું છે
તેમ છતાં સાવ ખાલી ખાલી લાગે છે
કંઇક ખૂટે છે, ખૂંચે છે, ખોટ વર્તાય છે
રોજ સવારે દાઢી કરતા આયનામાં
ઘણી વખત આંખ નથી મેળવી શકાતી

કાંત, કલાપી, મેઘાણી, મુનશી, પ્રેમચંદ
ગાલીબ, ઇકબાલ, ફૈઝ, ટાગોર, શરદ
હ્યુગો, હેમીંગ્વે, વોલ્તેર, ટોલ્સ્ટોય
પડયા હતા સૌ ધૂળ ખાતા અભરાઇએ
ધૂળ ખંખેરી એક પુસ્તક કાઢ્યું
“કલાપીનો કેકારવ”
એક જમાનાનું મારુ અતિપ્રિય
કોઈકે મને ભેટ આપેલું
ખૂબ જ પ્રેમથી, યાદગીરી માટે
અનેરા મીઠા સંભારણાં સહિત

પાના ફેરવતા, મળી આવ્યું
એક સૂકાઈ ગયેલું પીપળાનું પાન
અનાયાસ મારો હાથ ફરી ગયો.
ને હું બે ઘડી ફરી જીવી ગયો
કેવુ લીલુછમ હતું, આ એક સમયે!
આજે કંતાઈને જર્જરિત થઈ ગયું છે!

તમે મંઝિલ નજર સમક્ષ રાખી દોડો પૂર્વમાં
અને ખબર પડે કે પહોંચી ગયા છો પશ્ચિમમાં
એનુ નામ નસીબ!

જ્યોર્જ બર્નાડ શોનું પેલુ કોટેશન વિચારવા જેવું છે –
“જે ગમે એ કરો, નહી તો જે કરશો એ ગમવા માંડશે”.

કિશોર પટેલ

હો સકા ના કુછ મગર શામ બન ગઈ સહર
વહ ઉઠી લહરકી ઢહ ગયે કિલે બિખર-બિખર
ઓર હુમ ઝુકે-ઝુકે, મોડ પર રુકે-રુકે
ઉમ્ર કે ચઢાવ કા ઉતાર દેખતે રહે
કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે!

કવિ નીરજ


Responses

  1. Barnard shaw quatation reminds me following phrase–

    Doing what you enjoy is happyness but enjoying what you do is freedom.
    એક કવિની કલમે જિંદગીનું ગણિત વાંચીને અત્યાનંદ થયો. બહુ સરસ.

    Like

  2. Late to read this as usual!! The “pipal pan” is dry and dead. The sixty five candles are out however there are many more coming for you …. and then who knows – Colonel Sanders started at the age of SIXTY SIX!!! may be you will pursue what your heart desire – GOOD LUCK .

    Like

  3. આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો… આ એક ઉત્તમ ભાવ ગીતની પંક્તિ યાદ આવે છે ઉપ્રીક્ત રચના ને વાંચીને…

    આપણે આપણા ચોપડાનો તાળો / સરવાળો રોજે એઓજ મેળવવો જોઈએ, જેનો આપણી પાસે સમય નથી, અને જ્યારે પીપળ પાન પીળું પડી અને કહ્ર્વાનો સમય આવ છે ત્યારે સ્મરણ શક્તિ પણ નથી હોતી કે રેહતી કે આ ચોપડા ના સરવાળા ઠીકઠાક કરી શકીએ…

    સ્વ અનુભૂતિને ખૂબજ સુંદર રીતે દર્શાવવા કોશીશ કરેલ છે…

    આભાર !

    Like

  4. best of 65!

    Like

  5. ભાઈ બોલા હૈ …કબ્બી રોનેકા જ નૈ.
    અત્યારે શ્વાસ ચાલે છે; એનો ઉત્સવ મનાવો.
    કાલે નહીં ચાલે , એનો મનાવશું !!

    Like

  6. really heart touched

    Like

  7. અનુભૂતિની સુંદર અભિવ્યક્તિ…
    દરેક જણ જીવનની આથમતી સંધ્યાએ આવું સરવૈયું મનોમન માંડતો જ
    હોય છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પછી જે હાથ આવે છે
    તે ભાગ્યે જ સંતોષજનક હોય છે ને ત્યારે થાય છે કે સાલું આખી જિંદગી દોડ્યા
    પણ તે રેસના ઘોડાજેવું કે ઘાણીના બળદ જેવું……

    પછી તમે જ ક્વોટ કર્યું એ જ્યોર્જ બર્નાર્ડ શોના વાક્યને ફેરવી કહેવું પડે કે સંતોષ
    મળે તેવું કરો નહિ તો જે મળે છે તેમાં સંતોષ માનવો પડશે…

    Like

  8. સરસ સિમિલિ રચી આપી છે.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: