કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં – ચિનુ મોદી ‘ઈર્શાદ’
ચિનુ મોદી આદિલ સાહેબના જીગરી દોસ્ત. ૨૦૧૦ના શબ્દસેતુના મુશાયરામાં આદિલ સાહેબની ખોટ વર્તાતી હતી. ચિનુભાઈના શબ્દોમાં “મયખાનુ સાવ ખાલી ખાલી લાગે છે.”
એમના શેરોમાં અપનાપન – આપણાપણું ડોકાય છે જાણે આપણા જ મનની વાતોને વાચા ન આપતા હોય! ચિનુભાઇ સાચું કહેવામાં ક્દી અચકાતા નથી. એમની વાતો સાચી અને સચોટ હોય છે પણ કેટલાંકના દિલને કઠે છે.
અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.
કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા
ચિનુ મોદી ‘ઈર્શાદ’ના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં – કાવ્યપઠન
થોડા મુક્તકો
કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં
સમયસર નિખાલસ થવાતુ નથી હોં
તને ભૂલવાના હતા કંઈક રસ્તા
પણ હવે આપણાથી ચલાતુ નથી હોં
ક્રૂરતા ક્યાં કદી બતાવે છે
માત્ર એ જીવતા ચણાવે છે
મખમલી મોજડી અપાવે છે
પગ વગરના પછી બનાવે છે
ધબકવા ન દે, શાંત પડવા ન દે
કમાડો ઉઘાડે, નીકળવા ન દે
ઘણી વાર વરસાદ એવો પડે
ચિતા પર ચઢો ને સળગવા ન દે
પ્રતિસાદ આપો