હવે આંખ સામે સૂર્યો જ સૂર્યો
અહીં બસ પણે ત્યાં સૂર્યો જ સૂર્યો
કિલ્લા બૂરજની દિવારો પછી થઈ
ધરાની ભિતર પણ સૂર્યો જ સૂર્યો
પવનની આંખો હવે તો ચકાચોંધ
કીકીમાં જુઓ તો સૂર્યો જ સૂર્યો
સવારે જુઓ તો સુગંધી ફૂલોના
રંગોમાં વ્યાપ્યા સૂર્યો જ સૂર્યો
જંગલ, પહાડો, ખીણો ને ગૂફાઓ
ધરી ચાલ્યા રસ્તે સૂર્યો જ સૂર્યો
જળમાં ચલાવી છે કાગળની હોડી
હલેસે હલેસે સૂર્યો જ સૂર્યો
હવે ફેફસામાં ભરી લો હવાઓ
હવે શ્વાસે શ્વાસે સૂર્યો જ સૂર્યો
સતિષ ડણાક ના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો.
હવે આંખ સામે સૂર્યો જ સૂર્યો – કાવ્યપઠન
‘ફના’ મેં સાંભળ્યો નહિ કેમ કોઈ છમકારો!
બધા કહે છે કે સૂરજ ડૂબ્યો છે દરિયામાં.
જવાહર બક્ષી
સુંદર
સૂર્ય સિવાય અસ્તિત્ત્વ અંધકાર
LikeLike
By: ઇન્દુ શાહ on એપ્રિલ 2, 2012
at 12:41 પી એમ(pm)
સુંદર રચના
LikeLike
By: અશોક જાની 'આનંદ' on જાન્યુઆરી 17, 2012
at 1:34 એ એમ (am)