‘લખતાં લખતાં લહિયો થવાય’ની જેમ જ આજુબાજુ સતત ગઝલો અને છંદો અને એના માટે જરૂરી વિચારો ને શબ્દો સાંભળી સાંભળીને જ બિસ્મીલ મન્સૂરી ગઝલો લખતાં થયાં છે.
શરૂઆતના દિવસોમાં તેઓ આપણા લાડીલા ગઝલકાર આદિલ મન્સૂરીના પત્ની તરીકે જ ઓળખાણ પામ્યાં. આદિલજીની સાથે દેશ-વિદેશના કાર્યક્રમોમાં એમને પણ આમંત્રણો મળતા હતા અને હવે તો બિસ્મીલ મન્સૂરીને સ્વતંત્ર રૂપે એક સર્જક તરીકેની ઓળખાણ મળી ચૂકી છે.
૧૯૪૨માં અમદાવાદમાં એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં બિસ્મીલબહેનનો જન્મ થયો, અમદાવાદમાં જ ઉછેર અને ૧૯૬૪માં આદિલ મન્સૂરી સાથે લગ્ન થયા. ત્યાર બાદ તેઓ એક ઘરરખ્ખુ ગૃહિણી જ બની રહ્યાં અને પાંચ બાળકોના ઉછેરમાં જ પૂરેપૂરો સમય વિતાવ્યો, જો કે આદિલજીના કારણે ભાષા તેમ જ સાહિત્યકારો સાથે સતત સંપર્ક જળવાઈ રહ્યો.
૧૯૯૮માં ઈંગ્લેન્ડમાં યોજાયેલ દ્વિભાષી કાર્યક્રમમાં અમુક વક્તાઓને સાંભળ્યા પછી બિસ્મીલબહેને આદિલભાઈને કહ્યું કે, “આવું બધું તો હું પણ લખી શકું…” આદિલજીના પરિચયમાં આવનારા જાણે છે કે તેઓ હંમેશા બધાને જ લખવા માટે પ્રોત્સાહન આપતા રહેતા, જ્યારે આ તો ઘરની જ વાત! એમણે તરત જ એ વિચાર વધાવી લઈને બિસ્મીલબહેનને શિસ્તબધ્ધ છંદો શીખવા જણાવ્યું. આ તાલીમ બાદ બિસ્મીલબહેને ગુજરાતી તેમ જ ઉર્દૂમાં લખવાની શરૂઆત કરી.
સૌ પ્રથમ એક નાનકડી અછાંદસ રચના અવતરી અને એ પણ નમાજ પઢતી વખતે! ત્યાર બાદ… અને હવે તો આ કવિયત્રી પોતાના મનના ભાવોને સરળ ભાષામાં સાહજિકતાથી દર્શાવતાં આગળ વધી રહ્યાં છે. મનના અગાધ ઊંડાણમાંથી આવતી એમની એક રચના.
કળ વળે
વીતેલી જીર્ણશીર્ણ યાદોના શબ
ખભે લટકાવી ભટકું અહીં તહીં
શ્વાસના સ્પર્શે પડઘાઉં અંધકાર મહીં
ઊંડાણે સળવળતી સ્મૃતિ કણસતી
ડોકિયું કરી સમયના દર્પણ બેચેન બનાવે
મને કળ વળે પળવાર જો હવે…
નીતા દવે – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા
‘અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.
બિસ્મીલ મન્સૂરીના સ્વમુખે એમની રચના સાંભળવા અહીં ક્લીક કરો.
સવાર સાંજના આ પડછાયા – કાવ્ય પઠન
સવાર સાંજના આ પડછાયા
સુખ દુખની ફેલાતી માયા
આંખ મિલાવે હાથ મિલાવે
પણ મનમાં અંતર પથરાયા
માથાપર તોળાતો સૂરજ
રેબઝેબ પરસેવે કાયા
સમય સમયની બલિહારી
પોતીકા પણ થાય પારકા
વર્ષો વિત્યા તો પણ બિસ્મિલ
ભેદ જીવનના ક્યાં સમજાયા
આંખ મિલાવે હાથ મિલાવે
પણ મનમાં અંતર …………
સરસ !
LikeLike
By: Kiran K. on ફેબ્રુવારી 16, 2012
at 10:26 એ એમ (am)
સમય સમયની બલિહારી
પોતીકા પણ થાય પારકા/paraaya.
Khub sari maahiti aapi..Bismil Mansuri mate..Adil ji na mitra rahya ni maneu gaurav chhe..
LikeLike
By: Dilip Gajjar on જાન્યુઆરી 29, 2012
at 4:55 એ એમ (am)
Liked it.
nice.
thanks
LikeLike
By: Mera Tufan on જાન્યુઆરી 28, 2012
at 8:34 એ એમ (am)
વર્ષો વિત્યા તો પણ બિસ્મિલ
ભેદ જીવનના ક્યાં સમજાયા fine
LikeLike
By: praheladprajapatidbhai on જાન્યુઆરી 27, 2012
at 10:06 પી એમ(pm)