Posted by: Shabdsetu | ફેબ્રુવારી 13, 2012

સાથોસાથ

હજી પણ અમે એક બીજાના હાથ પકડીને જ ચાલીએ છીએ
પણ હવે દિનપ્રતિદિન જરૂર પડે છે એક્મેકના ટેકાની

હજી પણ અમે કદમ મિલાવી સાથે જ બહાર જઈએ છીએ
પણ હવે બેની વચ્ચે વોકીંગ-સ્ટીક અટવાય છે ટેકાની

હજી પણ અમે ગમતી ગઝલો મોટેથી સાથે જ સાંભળીએ છીએ
પણ હવે જરૂર પડે છે કાનોમાં હીયરીંગ એઇડની

હજી પણ અમે ઝરમર સ્નો ઝીલવાની મજા સાથે જ માણીએ છીએ
પણ હવે સપ્તપદીનાં પગલાંની જેમ ધીમે ધીમે સાચવી સાચવીને

હજી પણ અમે શોપીંગ કરવા એક સાથે જ નીકળીએ છીએ
પણ હવે બીલ પે કરવા જરૂર પડે છે એની આંખોની
સવારે છાપુ વંચાવવા, સમયસર ગોળીઓ ગણવા
જરૂર પડે છે એની આંખોની

હજી પણ આદત મુજબ હું જ એને બંગડી પહેરાવું છું
પણ હવે એના જકડાઈ ગયેલ કાંડાને જરૂર છે મારા હાથોની
બ્રાના હુક્સ ઉઘાડ-બંધ કરવા, માથાના વાળ ઓળવા
જરૂર પડે છે મારા હાથોની

હજી પણ સવારની અમારી દોઢ કપ ચા સાથે બેસીને જ પીએ છીએ
પરંતુ “પ્રશમ” ના ફૂલઝાડથી સજાવેલ ચોતરાને બદલે
સીનીયર હોમના પીજીયન હોલમાં પુરાઈને

હજી પણ અમે સાથે જ રહીને જીવીશું ક્યાં સુધી…?
પ્રાર્થીએ છીએ બે સમન્સ સાથે આવે ત્યાં સુધી…!

શાંતિલાલ ધનિક

‘શબ્દસેતુ’ના હમસફર ધનિક દંપતીની યાદમાં……………………………………’વેલેનટાઇન ડે’

    કોના સાનિધ્યમાં હૈયું એવું તો ખુલ્લી જાય છે
     જેવું એકાંતમાં ખુલ્લે પોતાની પણ પાસ ના

ઉમાશંકર જોશી


Responses

 1. dear Shantilal dhanik,
  it is really very touching. those who get 2 summons together are really lucky.
  almost all couples expect but the expectations always fall below reality. life is
  full of unfulfilled intentions. the world is a chess-board, we are merely playthings on the chess-board and almighty plays from above.

  Like

 2. પ્રિય મિત્રો, હું ૭૪ દિવાળી ( અને હોળી પણ ) જોઇ-જાણી-માણીને તર થયેલો એક સાહિત્ય પ્રેમી છું. જન્મ તારીખ: ૧૧-૧૦-૧૯૩૭ અને ભવ્ય ભારતના ગરવા ગુજરાતના
  રંગીન સૂરતનો વાસી ( શરીરે થોડો વાસી પણ સ્વભાવે પુરતો તાજોમાંજો )છું.
  આમ તો હાર્ટ એટેકમાંથી બાયપાસ સર્જરી અને આર્થ્રાઇટીસનો મલાવ્યો-કલાવ્યો કૃપાપાત્ર છું. મને “શબ્દસેતુ” ની કૃતિઓ ગમી. મારી પત્નિની ષષ્ઠીપૂર્તિ પર તેને પાઠવેલી એક રચના આ સાથે મોકલું છું કદાચ આપ સૌને ગમશે.

  છેલ્લે આપણે બે’જ હોયશું એક અનાવરણ સત્ય

  ભલે ઝગડીએ, રડીએ – રડાવીએ, કે એકબીજા પર તૂટી પડીએ,
  પરસ્પર દાદાગીરી કરવા – સહેવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

  તું કહે – કરે તે હું નિભાવી લઉ છું, પણ હું કહું – કરૂં તે સહી લેજે.
  દવલી પાનખરમાં હૂંફ-હાશ શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

  હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો, હું પણ મનાવીશ,
  એક-બીજાને મલાવવા – કલાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

  આંખો જયારે ઝાંખી થશે,અશ્રવણ આવી જશે યાદી પણ પાંખી થશે,
  ત્યારે,એકબીજાને,એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

  ઘુંટણ જયારે દુ:ખશે,કેડ જ્યારે ઝૂકશે,બાવડાનું બળ ખૂટશે,હૈયું હામ ખોશે,
  ત્યારે એકબીજાની ટેકણ-લાકડી બનવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

  મને કંઇ થતું નથી,મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,તું જરા ચિંતા ન કર,
  એમ કહી એકબીજાને છાવરવા-છેતરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

  હરીભરી દુનિયામાં જ્યારે આપણે એકલા પડશું,એકલતા, કોરી ખાશે,
  રમત-ગમ્મત-રંગતથી મન બહેલાવવા છેલ્લે તો આપણે બેજ હોઈશું

  ન કરે નારાયણ એવું,પણ,બનવાકાળ કદી કોઇ તકલીફ આવી ચઢે,
  ધીરજ ધરવા અને અમી વરસાવવા, છેલ્લે તો આપણે બે’જ હોઇશું.

  સાથ જયારે છૂટી કે છોડી જશે, વસમી-વિદાય વેળા સામે ઊભી હશે,
  ત્યારે, એક-બીજાને હૂંફાળું માફ કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

  Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: