માન્ડો મારો હબાડ્ડો ગાંડો
કે’ય કેટલુ ને કરે કેટલુ, માન્ડો મારો, હબાડ્ડો ગાંડો
કે’ય પાહેર ને ઢીંચે હેર, માન્ડો મારો, હબાડ્ડો ગાંડો
પૈહાની કમાણી ઓયની, ને વાત લાખે લાખની
ખાવહુ મરઘી માસલી કાલે, ડંફાહ હાંકે રોજની
બેન, ખા’યે રોજ રોટલો ને ચટની,
કે’ય હુ ને ખવળાવે હુ? માન્ડો મારો, હબાડ્ડો ગાંડો
પેલા બા’રવારાના હાથે હાથે ગીયુ એનુ ચહકી
ચણા પાપળના ચાખણા હાથે, ચાલુ કરી વ્હિસ્કી
બેન, કરાવહે હરાજિ, બાપના જમીનની,
કે’ય હુ ને કરે હુ, માન્ડો મારો, હબાડ્ડો ગાંડો
બારી બાન્ના બંધ કરે, જો કોઇ મરદ વાળામા આવી પળે
ફાટી મુઓ ફટકારે મને, જો મારી નજર તીફા જઇ પળે
બેન, મરહે વે’મમાં ને વે’મમાં એક દા’ળો
વા’લ થોળો ને વે’મનો ઢગલો, માન્ડો મારો, હબાડ્ડો ગાંડો
હાંખલામા ની ઓગરે દારુ, સોમલીના ઘેર વગર
ખાટલામા ની હુએ પાધરુ, મા બેનની ગાર વગર
બેન, હોધે દુધ ગામ્મા, ને ભેંહ તો ઘેરમા
મુઓ ફરે કાં ને ચરે કાં? માન્ડો મારો, હબાડ્ડો ગાંડો
બેન, એક દા’ળો એ ગાંડો મને હમજાવે
વાણિયા, બામણ, દેહાઇ, દુબરા, બધા જ હરખા
કીળી, મકોળા, કૂતરા બિલાળા, બધાં જ મરતા
બેન, વેદ ભણાવે મને, ની કોઈ મોટા કે નાલ્લા,
નાત કેવી ને જાત કેવી? માન્ડો મારો, બો તો ની ગાંડો
માન્ડો = પતિ હબાડ્ડો = સાવ, બિલકુલ કે’ય = કહે
ઓયની = હોય નહીં બા’રવારા = બહારવાળા, પરદેશીઓ ખાવહુ = ખાઇશું
તીફા = તે તરફ વે’મ = વહેમ, શંકા દા’ળો = દિવસ
વા’લ = વહાલ, પ્રેમ હાંખલામા = ગળામાં ઓગરે = ઉતરે
પાધરુ = સરખું હોધે = શોધે ગાર = ગાળ
ની કોઈ = નહીં કોઈ નાલ્લા = નાના બો = બહુ
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની
ડો. રઇશ મનીયાર
મનુભાઈ,
આપણા નવસારી કાંઠાવીભાગની બોલીમાં કેટલાક ધારદાર શબ્દો પણ છે અને એ બોલીની અમુક વીશીષ્ટતાઓ છે.
આ બોલીમાં વધુ ને વધુ સાહીત્ય પીરસી એને ભવીષ્યની પેઢી માટે સચવાય તેમ તમારા જેવા એમાં રસ ધરાવનારાઓ કરે એમ હું ઈચ્છું છું.
સરસ કાવ્ય મનુભાઈ. હાર્દીક અભીનંદન. આવાં વધુ કાવ્યો તેમ જ અન્ય સાહીત્યકૃતીઓનું નીર્માણ કરતા રહો.
-ગાંડાભાઈ
LikeLike
By: ગાંડાભાઈ વલ્લભ on નવેમ્બર 2, 2015
at 4:13 પી એમ(pm)
મરઘી ને દારૂ.. જીવને હારુ..
હેર પળે તો..ફેર પળે…
LikeLike
By: અમિત પટેલ on મે 5, 2012
at 10:19 એ એમ (am)