ફાગણ
ધબક ધબક ધબ ઢોલ બજાવ
છલક છલક છલ ધૂમ મચાવે
અંગ મરોડી ઝમક જમાવી
ફક્ક્ડ ફાંકડો ફાગણ આયો
મદ જોબન ગુલાલ ઉડાવે
રંગ ભરી પીચકારી મારે
ચંચલ કોમલ મન મલકાવી
ફક્ક્ડ ફાંકડો ફાગણ આયો
મહેક મહેકતી મંજરી ડાળે
કોકિલ કુંજ નિકુંજન ટહુકે
સંગ વસંત સુવાસ મિલાવી
ફક્ક્ડ ફાંકડો ફાગણ આયો
રૂમઝૂમ રૂમઝૂમ રાસ રમાડી
રુદિયે રેલમ છેલ છલાવે
રાજ કસુંબલ રંગ લગાવી
ફક્ક્ડ ફાંકડો ફાગણ આયો
દિલદડૂલો સમાલજે ગોરી
ફાગણવાયુ કમાલ છે હોરી
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી
વાગશે કો’કના નેણની ગેડી!
બાલમુકુંદ દવે
Nice Post.
Thanks for your Invitation.Kishorbhai
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar to VIEW the RECENT & OTHER Posts.
Hope to see you.
LikeLike
By: chandravadan on માર્ચ 13, 2012
at 9:45 એ એમ (am)
shabas prakrutipemi ;Babubhai
LikeLike
By: Rajesh on માર્ચ 10, 2012
at 4:45 પી એમ(pm)
ૠતુને અનુરૂપ કાવ્ય વાંચીને મજા આવી…આભાર સાથે,
http://rajvaidyamh.wordpress.com/
LikeLike
By: rajvaidya on માર્ચ 9, 2012
at 10:51 એ એમ (am)
સુંદર ગીત..
LikeLike
By: અશોક જાની 'આનંદ' on માર્ચ 9, 2012
at 1:21 એ એમ (am)