હરીશ મીનાશ્રુ
અકળ કળાથી સકળ નર્તે છે જાણે મદ્યપનો લય પ્રવર્તે છે
માન એણે મૂકાવ્યા મદિરાનાં સર્વ વસ્તુમાં સોમરસ આપી
આવી અર્થસભર, લયબદ્ધ, શબ્દમાધુર્ય ભરી પંક્તિઓ આપનાર કવિ – ગઝલકાર હરીશ મીનાશ્રુનો જન્મ આણંદ જિલ્લાના કંજરી ગામે જાન્યુઆરી ૩, ૧૯૫૩માં થયો હતો. શાળાનું શિક્ષણ તેમજ કોલેજનો અભ્યાસ આણંદમાં કરેલો. ૧૯૭૪માં સરદાર પટેલ યુનીવર્સીટી, આણંદમાંથી રસાયણ શાસ્ત્ર સાથે એમ.એસ.સી.ની ડીગ્રી મેળવી. ત્યાર બાદ બેંકમાં નોકરી લીધી.
શાળામાં હતા ત્યારથી જ કવિતા લખવાની શરૂઆત કરેલી. તેમની કવિતા શાળાના નોટીસ બોર્ડ પર પણ મૂકાતી. કોલેજકાળ દરમ્યાન ‘કવિતા’ અને ‘કવિલોક’ જેવા સામાયિકો પ્રથમ વખત જોયા ત્યારે તેમને ખબર પડી કે કવિતાના સામાયિક પણ હોય, કવિતા છપાય અને લોકો વાંચે પણ ખરા! એટલે લખ્યું ‘ચાડિયાનું દુકાળ ગીત’ જે ‘નૂતન શિક્ષણ’ નામના સામાયિકમાં પ્રથમ વખત છપાયું.
ત્યાર પછી તો કવિતાઓનો જાણે કે ધોધ જ શરૂ થયો અને અનેક સામાયિકોમાં તેમની કવિતાઓ છપાવા લાગી. તેમના સોનેટ ‘કુમાર’માં પણ પ્રસારિત થયેલાં.
તેમના કાવ્યસંગ્રહોમાં ‘ધ્રીબાંગસુંદર એણી પેર ડોલ્યા’, ‘તાંબુલ’, પર્જન્યસૂક્ત’, ‘શબ્દમાં જિનકું ખાસ ખબરાં પડી’, ‘પંખી પદારથ’, ‘દેશાટન’, ‘શેષ વિશેષ’, ‘નખશિખ’, ‘વોંગ વિ નાં કાવ્યોના અનુવાદ’ A tree with thousand wings વગેરે પ્રસિદ્ધ થયેલ છે.
કવિ શ્રી હરીશ મીનાશ્રુને મળેલ નામી પારિતોષિકો અને પુરસ્કારોની સૂચિ આ પ્રમાણે છે .
ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘તખ્તસિંહ પરમાર પારિતોષિક’, ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’, ‘સોહામ સ્મારક પુરસ્કાર’, ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ તથા ‘કલાપી’ એવોર્ડ.
બેન્કમાંથી સ્વ નિવૃત્તિ લઇ હાલમાં કવિ શ્રી વલ્લભ વિદ્યાનગર મુકામે કવિતા સાથે સંપૂર્ણ સમય વિતાવે છે.
એમની અતિ પ્રિય કવિતાની બે પંક્તિઓ:
એક મુફલીસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે
છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ” એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.
અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.
પ્રીતિ શાહ
હરીશ મીનાશ્રુના સ્વમુખે એમની રચના સાંભળવા અહીં ક્લીક કરો.
કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે? – કાવ્યપઠન
શાથી છે?
કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે?
તેજતલવાર ને તરફડતી ઢાલ શાથી છે ?
અઢી અક્ષરની રમત સમજીને હું બેઠો’તો
અઢી પગલાંની સાવ ટેઢી ચાલ શાથી છે?
પડી ગયું છે મૌન ખુદાનુ દેખ દર્પણમાં
છતાં મસ્જિદની ભીંત ખુશખુશાલ શાથી છે?
કોણે ટૂચકો કર્યો છે, કોણે મૂઠ મારી છે
આ દ્વાર, દ્વાર મટીને દીવાલ શાથી છે?
હુતાશનીની ભસ્મ ચોતરફ ઊડે છે હજી,
બધાનાં ચિત્તમાં ચપટી ગુલાલ શાથી છે?
સહુની આંખ સાવ કોરી છે એ સાચું પણ,
સહુના હાથમાં ભીના રૂમાલ શાથી છે?
સવાલી છો તો અદબ જાળવીને ચૂપ બેસો
સવાલ પર સવાલ પર સવાલ શાથી છે?
ફેંકતા ફેંકી દીધો જેમ તમે પંખી પર
એના મનમાં હજી ઊડવાનો ખ્યાલ શાથી છે?
અમે તો હાથ ઉઠાવીશું એ જ પૂરતું છે,
સહુના કરમાં સળગતી મશાલ શાથી છે?
હરીશ મીનાશ્રુ
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
કે હાથ આખે આખો બળે એમ પણ બને
મનોજ ખંડેરિયા
હરીશભાઈ વિષે જાણી ખુશી.
સાહિત્યમાં એમનો ફાળો સુંદર છે !..ભવિષ્યમાં વધુ સફળતા મળે એવી આશા.
એમની રચના વાંચી અને ગમી !
“શાથી ?નો સવાલ કરી, જગતમાં થઈ રહેલી ઘટનાને ગુંથી, એમણે સૌને “સત્ય” કહ્યું છે.
હરીશભાઈને “ચંદ્રપૂકાર” પર પધારવા વિનંતી !……ચંદ્રવદન
Kishorbhai,
Hope Harishbhai read this comment. Hope to see him on my Blog.
Inviting you & OTHERS to my Blog too !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
LikeLike
By: DR. CHANDRAVADAN MISTRY on સપ્ટેમ્બર 24, 2012
at 8:29 પી એમ(pm)
nice to know history behind writers.
NICE poem. Nice questionable contrasts.
LikeLike
By: Mera Tufan on સપ્ટેમ્બર 22, 2012
at 10:31 એ એમ (am)
સુંદર ગઝલ….
LikeLike
By: અશોક જાની 'આનંદ' on સપ્ટેમ્બર 22, 2012
at 1:10 એ એમ (am)