ગઝલ
એકમ છે જે ગીતોમાં એ શેર ચલાવી જાય ગઝલ
એક પછી એક મિસ્રા લઈને એ જ ધપાવી જાય ગઝલ
સારી રાત જગાવે ને સપનામાં પજવી જાય ગઝલ
ટપકીને તનહાઈમાં દિલદાર બનાવી જાય ગઝલ
ગાગાગા લૈ ગીતોમાં, મતલબ સમજાવી ગાય ગઝલ
મ્હેફિલમા લલકાર કરી ઊર્મિ છલકાવી જાય ગઝલ
ગણ માત્રા લયને મેળ કરાવે, બાંધે અક્ષર અક્ષર, ને
પડખે રાખી રદીફ કાફિયા તરજ બનાવી જાય ગઝલ
સુંદર કોમલ ભાવ ભરી મિજાજ ઉમેરી છંદોમાં
શૈલી ચોટ છટા છલકાવી રંગ જમાવી જાય ગઝલ
શેર નશીલી આંખોના મદમસ્ત બનાવી જાય ગઝલ
શેર ઉદાસી રાતોના સાવન વરસાવી જાય ગઝલ
ચંચલ પ્રેમલ રંગ લગાવી મન મલકાવે આશકના
ને આંસુ સારી માશૂકના દિલદાઝ બુઝાવી જાય ગઝલ
બાબુ પટેલ
ગઝલ લખતાં હજી ક્યાં આવડે છે
જે મનમાં છે વિમાસણ, મોકલું છું
આદિલ મન્સૂરી
wahhh saras abhinanadan..
LikeLike
By: sapana53 on નવેમ્બર 20, 2012
at 4:07 પી એમ(pm)
ગઝલ વિષેની સુંદર ગઝલ
LikeLike
By: અશોક જાની 'આનંદ' on નવેમ્બર 20, 2012
at 5:36 એ એમ (am)