તિરાડ તો પૂરાય ના
દિલ તણી તિરાડ તો પૂરાય ના
આયનો તૂટેલ છે સંધાય ના
છો પડે એ તીર આઘું લક્ષ થી
આ નયનનાં બાણતો સહેવાય ના
શબ્દ તો ચારો તરફ ગુંજી રહે
મૌનનું આ દર્દ ક્યાં પડઘાય ના
શોર છે આ કેટલો જીવન તણો
હક તણી કોઈ અઝાં સંભળાય ના
વેદનાના પા’ણ છે હૈયા ઉપર
દર્દ આ કહેવાય ના સહેવાય ના
આપણી મરજી વફા ત્યાં ક્યાં રહી
મોત ને રોકાય ના- જીવાય ના
અઝાં= અઝાન, બાંગ
મુહમ્મદઅલી ભૈડુ “વફા”
ક્હો તો બધાં પ્રતિબિંબ, હું હમણાં જ ભૂંસી દઉં
અરીસો ફોડવા બેસું, તો વરસોનાં વરસ લાગે
મનોજ ખંડેરિયા
સરસ ગઝલ
LikeLike
By: અશોક જાની 'આનંદ' on જાન્યુઆરી 23, 2013
at 12:32 એ એમ (am)