Posted by: Shabdsetu | ફેબ્રુવારી 13, 2013

ઢળતી સાંજનો એક સંવાદ – વેલેનટાઇન ડે

Picture for Valentine day

ઢળતી સાંજનો એક સંવાદ – વેલેનટાઇન ડે

“ચાલ પ્રિયે, કાલે આપણે વેલેનટાઇન ડે ઉજવીયે”
“કહુ છું આ ઉમ્મરે આપણે બહુ સારા ન લાગીએ”

“હું તને એક રાતું ગુલાબ અને મસ્ત કિસ આપીશ”
“છોકરાઓ શું કહેશે એનો વિચાર પણ જરા કરીશ”

“કોફીહાઉસમાં જઈ આપણે મજાની ફ્રેન્ચ વેનીલા પીશું”
“આ વેધરમાં બહાર જઈશું તો ઠરીને કુલ્ફી થઇ જશું”

“એક જણે તો એની વેલેનટાઇનને સો ગુલાબ મોકલેલા”
“છોકરીને કાંટા કેટલા વાગ્યા હશે, એ કદી તમે ગણેલા?”

“યાદ છે, ઓફિસેથી પાછા ફરતા લઇ આવતો ડઝન ગુલાબ”
“ક્યાંથી ભૂલું, વગર વેલેનટાઇન ડે એ મળતાતા રાતા ગુલાબ”

“નવા જમાના સાથે જીવવું હોય તો પરિવર્તન જરૂરી છે”
“ના ક્યાં કહું છું, પણ શું એટલા મોર્ડન બનવું ઉચિત છે?”

“મુસાફિરને જિંદગી ભર ઘણો આપ્યો તેં સંગાથ ”
“માટેજ કહું છું, કાલે મોજથી કોફી પીશું સાથ સાથ”

નિધીશ દલાલ ‘મુસાફિર’

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ
લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને
સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

મુકેશ જોષી


Responses

  1. તમારી કવિતા વાંચી,માણી ગમી,ખુબ મઝા પડી। આવું આવું તમે લખતા રહો અને અમે આનંદથી માણતા રહીએ।

    Like

  2. અમે બન્નેએ ( ઉમર: 72 & 66 વર્ષ) સાથે સાથે તમારી કવિતા વાચી,માણી ગમી,ખુબ મઝા પડી। અમે ફક્ત વાચક (ભાવક) જ છીએ . ઢળતી સાજે મઝા કરીએ છીએ। આભાર ,અભિનંદન,ખુબ ખુબ શુભેચ્છો, આવું આવું અમારા માટે તમે લખતા રહો અને અમે આનંદથી માણતા રહીએ।

    Like

  3. The crux of the matter is Valentine day may be a formality. Love for anyone should be reflected on an ongoing basis.

    Pravin Desai
    Markham

    Like

  4. “કોફીહાઉસમાં જઈ આપણે મજાની ફ્રેન્ચ વેનીલા પીશું”
    “આ વેધરમાં બહાર જઈશું તો ઠરીને કુલ્ફી થઇ જશું”
    Khub sunder Nidhish Dalal…aapni rachana.

    Like

  5. Good one.

    Like

  6. Kavi e pote j sikka ni banne baju o batavi te majaa aavi!

    Mukesh Joshi nu muktak ghanu rangeen chhatan dhardar chhe!

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: