જે નમે એ ખુદાને ગમે
જે નમે એ ખુદાને ગમે ક્રમ હતો
એટલે હું બધાને જ નમતો હતો
એ બિછાવી ગયા કંટકો બારણે
હું સદા જેમને ફૂલ ધરતો હતો
એમ મારી ગણતરી જ ખોટી પડી
કે બધાને અમારા જ ગણતો હતો
મિત્ર ઊભા રહે હાથ લંબાવતા
મૌન રહી સદા દાન કરતો હતો
ડૂબતી નાવ છોડી ગયા છેવટે
સાગરે આજ નિર્મુક્ત તરતો હતો
આબિદ ઓકડિયા
મિત્ર અંતે ક્યાં ગયા કોને ખબર?
દુશ્મ્નોનું નામ લૈ બેઠા છીએ
અહમદ મકરાણી
પંખીએ મધમાખીને પૂછ્યું ;
તું મધ બનાવવા કેટલી સખત મહેનત કરે છે ને માણસ એને લઇ જાય છે,
તો એનું તને દુઃખ નથી લાગતું ?
મધમાખીએ જવાબ આપ્યો ;
”ના” કારણ કે..
માણસ જીવનમાં કદીપણ મધ બનાવી શકવાનો જ નથી…!!!
” સકારાત્મક અભિગમ “
LikeLike
By: અમિત પટેલ on એપ્રિલ 6, 2013
at 3:03 એ એમ (am)