Posted by: Shabdsetu | એપ્રિલ 19, 2013

મધુરજની

Honeymoon-J-peg

મધુરજની

પરોઢિયે પોઢેલી મસ્ત વિભાવરીને
વિભાકર હળવે ચૂમે અવારનવાર
ઊઘડે નિશાની અધપડિયાળી આંખડી
ને ધીરે ધીરે અરુણિમા ઉજાસે સવાર

ત્યાં જ અનુરાગિણી આગોશમાં લઈ
થાય અર્ધનિદ્રિત શર્વરી મદમાતી
અભિસારિકા પુલકિત કરે રોમ રોમ
ને ભાનુકેશર કરી નાખે રાતી રાતી

અચાનક ઝબકીને જાગે ભાસ્કર
અરે, ઝળઝળું  થઈ ગયું અંતરંગી
શરમાઈને ઊઠી લઈ મીઠી અંગડાઈ
દીપે કમનીય રજની થાય ઉષારંગી

કમને કરી તૈયાર ઝળઝળી સવારી
આદિત્ય પ્રેમી ચાલ્યો આંખમિચકારી
અરુણપ્રિયાથી તો એકાકી ન રહેવાય
વિરહનો તીવ્ર તાપ કેમે ન સહેવાય

દિવસભર વાદળી અધીર થઈ થઈ
વિયોગિની વળગે રવિને વારંવાર
દિવાકર પણ મન મૂકીને ભીંજવે
ઝરમર ઝરમર થઈ મીઠી ફુહાર

પ્રતીક્ષા કરી કરી થાકે તૃષિત સંધ્યા
ને ઉતાવળે થાય લાલચટક પીળી
હાંફી હાંફીને દોડે સૂરજ શુષ્ક થઈ
વિરહિણી સંધિકાને ચૂમે વળી વળી

ધૂંધળો ધૂંધળો ઊતરે ઘેલો અંધકાર
ઉભયના કરે સપ્તરંગી સમણાં સાકાર
અદ્વિતીય તૃપ્તિ અતૃપ્તિના દ્વંદ્વમાં લીન
યુગ્મ આશ્લેષમાં ધીરેથી થાય વિલીન

કિશોર પટેલ

ક્ષિતિજની પાંપણે પીળાં સપનનો ભાર હશે,
ઉદાસ રાતની આંખોમાં અન્ધકાર હશે.

આદિલ મન્સૂરી


Responses

 1. Kishorbhai,
  Very nice Creation.
  Thanks for the Link @ Chandrapukar.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 2. ક્ષિતિજની પાંપણો પર નૂતન શમણાનો વાસ હશે

  વહેલી પરોઢના પહેલાં સૂર્ય કિરણનો સંદેશ હશે!

  મધુરજનીનો અહેસાસ——-

  Like

 3. તત્ત્વચર્ચાને અાઘી રહેવા દઇને માણવા જેવી અા કૃતિ છે. તેમાં પ્રસાદ, માધુર્ય, અને ઓજસ ભારોાભાર ભર્યાં છે. તમાંની કલ્પના અાહ્લાદક છે. અાવી એકાદ રચના વાંચવા મળે તો સંખ્યાબંધ બ્લોગ ઉપરનાં અગણિત અને અસહ્ય જોડકણાંઓને માફ કરી દેવાય. ધન્યવાદ!
  ડૉ. ભરત શાં. શાહ
  ન્યૂ યૉર્ક

  Like

 4. સમજણનો સુરજ…

  Like

 5. What a wonderful creation!!!

  Like

 6. સુંદર રચના…!

  Like

 7. કવિની સર્વ છટાઓ આ કૃતિમાં દેદીપ્યમાન છે. વાહ! શ્રી કિશોરભાઈની શબ્દ સરિતાના ઓચ્છવની.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 8. It is indeed fine poetry with deep meaning, GREAT!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  Like

 9. બહુ જ સરસ રચના. શ્રૂંગારરસ અને સજીવારોપણની સુભગ, નાજૂક જુગલબંધી.

  Like

 10. ખૂબ જ ભાવવાહી,અતિ સુંદર કમનીય રચના.અભિનંદન

  Like

 11. sweet!
  Thanks.

  Like

 12. સરસ ભાવવાહી પદ્ય રચના..!!

  Like

 13. પ્રાતઃ કાળ અને રવિના આગમનની વાત ખુબજ ઉચ્ચ ગુર્જરી ભાષામાં રજુ કરી છે. કિશોરભાઈનું ભાષાનું પ્રભુત્વ શબ્દે શબ્દે વર્તાય છે. આદિત્યના ઘણા બધા નામો. સંધ્યાકાળનું આબેહુબ ચિત્રણ, પરમ તત્વની સાથે ઐક્ય થાય ત્યારે આવી દિવ્ય રચના સર્જાય. ખુબ જ સરસ.

  ઈશ્વર ર દરજી

  Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: