છેડો નથી બનતો
મત્લો નથી બનતો અને મકતો નથી બનતો,
આ જિંદગીનો એક પણ છેડો નથી બનતો..
ક્ષણો ખસેડો તો સમય પણ વાંઝિયો લાગે,
તોડો સદીના પથ્થરો, રસ્તો નથી બનતો.
પાનખર નું આગમન હો તો પણ વધાવી લો,
વસંતો તણો એના વિના મુદ્દો નથી બનતો.
તું બેસતો લૈને પરબ પણ ઝાંઝવાની અહિ ,
પ્યાસા હરણનો એ થકી દરિયો નથી બનતો.
શમ્આ જલાવી લો હજારો આગિયાઓની,
સૂરજ પણા જેવો વફા દીવો નથી બનતો.
મુહમ્મદઅલી ભૈડુ “વફા”
કોઈ લાંબી લાંબી લખાવટ નથી
ગઝલ છે ઇશારો, છણાવટ નથી
હેમંત પુણેકર
ઘણો સારો પ્રયત્ન છે દોસ્ત તમારો. આનંદ થાય છે. અજાણ્યો જણ છું તમારા માટે પરંતુ ભાષાપ્રેમી છું. ગઝલની બહુ ગતાગમ હોય કે નહીં પરંતુ, આ લખાણમાં જેમ બે વાર પરંતુ શબ્દ આવ્યો તેમ તમારી ગઝલના બધા શેરમાં પણ શબ્દ આવે છે, મક્તાને બાદ કરતાં. તેમાંયે પણ નહીં તો પણા લાવ્યા જ છો. એકના એક શબ્દ વારંવાર યોજવાથી કાવ્યનું ઋત, લખાણનું હાર્દ ઓછું-આછું થઈ જાય. લખતા રહો. લખતા લહિયા થવાય. એમ જ કલમ ધારદાર બને
LikeLike
By: ajit makwana (gandhinagar, gujarat, india) on ઓક્ટોબર 9, 2013
at 10:46 એ એમ (am)
તું બેસતો લૈને પરબ પણ ઝાંઝવાની અહિ ,
પ્યાસા હરણનો એ થકી દરિયો નથી બનતો….થોડીક છંદની ભૂલ સાથે સરસ ગઝલ..!!
LikeLike
By: Ashok Jani 'Anand' on ઓગસ્ટ 8, 2013
at 11:19 એ એમ (am)
Thanks to all for your encouragung remarks.Pl.visit http://www.arzewafa.wordpress.com to read more Ghazals.
LikeLike
By: bazmewafa on જુલાઇ 20, 2013
at 2:15 એ એમ (am)
સરસ અભિવ્યક્તિ. મનનીય રીતે શેર વિચારોને વ્યક્ત કરેછે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
By: Ramesh Patel on જુલાઇ 12, 2013
at 2:51 પી એમ(pm)
વાહ ખૂબ સરસ ગઝલ…
LikeLike
By: sapana53 on જુલાઇ 7, 2013
at 11:35 પી એમ(pm)
સરળ બાનીમાં વહેતી જતી સુંદર ગઝલ.
LikeLike
By: kishore modi on જુલાઇ 7, 2013
at 6:33 પી એમ(pm)