યાદદાસ્ત
ચશ્મા ચોપડી અને ચોકઠું ક્યાં મૂકયાં?
બહુ શોધ્યા, પણ એકે નજરે ના પડ્યા.
ભુલકણો અલ્ઝાઇમર ભલે ન હોય
ઉમ્મર વધતા યાદદાસ્ત ઘટતી જોય
પ્રસંગોની ઘટમાળ એકબીજામાં ગૂંચવાઈ જાય છે
લાગ્યા કરે કે હવે જિંદગીની સાંજ ઢળતી જાય છે
ઈગો’ એ હકીકત સ્વીકારવા જરાએ ન હોય રાજી
પણ ખાઓ બદામ હરરોજ યાદદાસ્ત રહે તાજી
બચપણના મિત્રો અને શિક્ષકો ભૂલાતાજ નથી
પછીથી પ્રવેશેલા મેમરીમાં પણ રહેતા નથી
રીટાયર્ડ પતંગિયું દિલ, ચોતરફ ઉડતું રહે
પણ કાયાની કરચલીઓ તો વધતીજ રહે
ભૂલવાનું ભૂલવાનો સતત પ્રયત્ન કરો
વાંચન વધારો, સુડોકુ સોલ્વ કરો, ક્રોસવર્ડ ભરો,
યાદદાસ્ત સુધરશે.
નિધીશ દલાલ ‘મુસાફિર’
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
પહેલાં તો દાંત ઉપર દુનિયા ઊંચકતો’તો, હવે સ્ટ્રેચરમાં ઊંચકે મને લોકો;
જીવતર આખુંય બહુ ભાષણ ઠોક્યાં, હવે શ્રોતા બનવાનો આવ્યો મોકો,
વાંસળી બનવાના ઘણા ફાંફાં માર્યા, પણ બની ગયો સાંબેલું પોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
અનિલ જોશી
ભૂલવાનું ભૂલવાનો સતત પ્રયત્ન કરો
વાંચન વધારો, સુડોકુ સોલ્વ કરો, ક્રોસવર્ડ ભરો,
—
સાચી વાત.
LikeLike
By: સુરેશ જાની on ઓક્ટોબર 10, 2013
at 5:05 પી એમ(pm)
ભૂલી જવું એ એક સારી વાત છે. પણ અગાઉથી કહી દેવું કે ભૂલી જવાની ટેવ છે. બહુ યાદ રાખનારા વધુ દુખી થતા હોય છે. જુવાનીમાં પણ ભૂલી જવાની ટેવ રાખવી. હા ભણવાનું બરાબર યાદ રાખવું.
LikeLike
By: smdave1940 on ઓક્ટોબર 7, 2013
at 1:43 પી એમ(pm)