પાંચ વર્ષ વીતી ગયા પણ હજી ગઈ કાલની જ વાત હોય એમ લાગે છે.
આદિલ સાહેબ આપણી સાથે જ છે. એમના જ શબ્દોમાં-
મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી
ને જુઓ તો તમારી જ આસપાસમાં છું
આદિલ મન્સૂરીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
પોતાનો કક્કો સાચો કરાવે છે આ નગર – કાવ્યપઠન
પોતાનો કક્કો સાચો કરાવે છે આ નગર
બીજા બધાને ખોટા ઠરાવે છે આ નગર
સપનું બનીને ઊંઘમાં આવે છે આ નગર
આઘું રહીને કેવું સતાવે છે આ નગર
કઠપૂતલી જેમ સૌને નચાવે છે આ નગર
ને કેવાં કેવાં કામ કરાવે છે આ નગર
માણસને જીવતાયે જલાવે છે આ નગર
પાછળથી ખાંભીઓયે ચણાવે છે આ નગર
લંગરિયા નાખવા ને કિન્નાથી કાપવા
સૌને પતંગ જેમ ચગાવે છે આ નગર
ઘોંઘાટ, ભીડ, ધૂળ, ધુમાડો ને હુલ્લડો
જેવું છે તેવું લોકને ફાવે છે આ નગર
પડછાયા સાંજે પૂછતા ભઠિયાર ગલીમાં
આદિલ હજીયે આપને ભાવે છે આ નગર
આદિલ મન્સૂરી
પૂછી રહ્યો પડછાયો મને જે મળ્યો સામે
શું નામ તમારું અને રહેવું ક્યા ગામે
દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા…
LikeLike
By: અમિત પટેલ on નવેમ્બર 23, 2013
at 4:58 એ એમ (am)
વતનની મીઠી યાદોની પળોને , આટલી સરસ રીતે શબ્દોમાં મઢવાનું કૌવત..આદરણીય મનસુરી સાહેબમાં જ હતું. ગઝલના આ શહેનશાહને સો સો સલામ.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
By: nabhakashdeep on નવેમ્બર 22, 2013
at 9:59 પી એમ(pm)
‘નદીની રેતમાં ….’ લખનાર આ કવિને અમદાવાદ શહેરની યાદ તડપાવે છે એ આ ગઝલમાં દેખાઇ આવે છે.. એક શહેરને પણ તેઓ કેટલું ચાહી શક્યા હતા…!!
LikeLike
By: અશોક જાની 'આનંદ' on નવેમ્બર 18, 2013
at 11:51 પી એમ(pm)