મુક્તક
ક્યાંક ઊથલ ક્યાંક પાથલ થાય છે
છોકરીનો અર્થ હલચલ થાય છે
બે જણા છાયે કરે છે ગુફ્તગુ
સાંભળીને એક ઝાડ જંગલ થાય છે
કલાપી ઍવોર્ડથી સન્માનિત અદમ ટંકારવીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે – કાવ્યપઠન
આ તને જોઈ મને જે થાય છે
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે
તારા પરથી નજર ખસતી નથી
ને ખસે તો ત્યાંય તું દેખાય છે
આમ જો પૂછે તો તું સંદિગ્ધ છે
આમ તારો અર્થ પણ સમજાય છે
હું યે ક્યાં ક્યાં આવી શોધુ છું તને
તુંયે ક્યાં ક્યાં જઈ અને સંતાય છે
થાય મારાથી શરૂ પણ તે પછી
આ કથા તારા સુધી લંબાય છે
સૌની આંખોમાં આ એક જ પશ્ન છે
અમને મૂકીને બધા ક્યાં જાય છે.
અદમ ટંકારવી
એક તારું નામ લખતાં આવડ્યું,
તે પછી તો સ્લેટ આ કોરી રહી.
તારા પરથી નજર ખસતી નથી
ને ખસે તો ત્યાંય તું દેખાય છે
અદમ ટંકારવી
ગઝલનો પર્યાય બની રમતું નામ …ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
By: Ramesh Patel on ડિસેમ્બર 17, 2013
at 10:40 પી એમ(pm)
તેમને દસેક વર્ષ પહેલાં ડલાસમાં સાંભળવાનો લ્હાવો માણ્યો હતો.
તેમનો બાયો ડેટા મેળવી આપવા વિનંતી.
LikeLike
By: સુરેશ જાની on ડિસેમ્બર 16, 2013
at 7:18 પી એમ(pm)
Khubaj saras Ghazal. Adam saheb is my favourite. May Allah give him long life.
Kishore bhai, please give me a call at 416 473 3854. Thanks you.
LikeLike
By: Firoz Khan on ડિસેમ્બર 15, 2013
at 7:18 પી એમ(pm)
nice. simple but deep
LikeLike
By: mera tufan on ડિસેમ્બર 13, 2013
at 9:33 પી એમ(pm)