Posted by: Shabdsetu | જાન્યુઆરી 28, 2014

પ્રેમનો મહિમા ગાતા રહેવું જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે

VTS_01_2 094

રંગીન ગઝલકાર તરીકે ખ્યાતિ પામેલા, સદાબહાર, દિલથી હંમેશા યુવાન રહેતા, રોમૅન્ટિક ગઝલકાર આસિમ સાહેબને ચાલો આજે યાદ કરીએ. એમને સાંભળીએ.  તેઓ જીવનભર તેમની ગઝલલીલામાં યુવાન હૈયાઓને તરબોળ કરતા રહ્યા. ૧૦૪ વર્ષની ઊંમરે ૦૫-૦૨-૨૦૦૯ ના રોજ રાંદેર, સુરત મુકામે એમણે એમની “લીલા” સંકેલી…
પ્રભુ એમના આત્માને શાંતિ આપે. ખુદા એમની રૂહને જન્નત બક્ષે.

આસિમ રાંદેરીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
પ્રેમનો મહિમા ગાતા રહેવું, જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે – કાવ્યપઠન

રૂપ સિતમથી લેશ ના અટકે
પ્રેમ ભલેને માથુ પટકે

પ્રેમ નગરના ન્યાય નિરાળા
નિર્દોષો પણ ફાંસી લટકે

બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા
જીવન પણ છે કટકે કટકે

એ જ મુસાફર જગમાં સાચો
જેની પાછળ મંઝિલ ભટકે

દીપ પતંગને કોઈ ના રોકે
પ્રીત અમારી સહુને ખટકે

રૂપના ફંદા ડગલે ડગલે
દિલ-પંખેરુ ક્યાંથી છટકે

નજરોના આવેશને રોકો
તૂટી જશે દિલ એક જ ઝટકે

નજરોના આવેશને રોકો
તૂટી જશે દિલ એક જ ઝટકે

ઊંઘ અમારી વેરણ થઈ છે
નેણ અભાગી ક્યાંથી મટકે

એ ઝૂલ્ફો ને એના જાદૂ
એક એક લટમાં સો દિલ અટકે

એની ઝુલ્ફો માનસરોવર
મોતી ટપકે જ્યારે ઝટકે

પ્રેમનો મહિમા ગાતા રહેવું
જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે

મુઝ પર હજી યે મારો ખુદા મહેરબાન છે
છે એ જ રંગ, એ જ છટા, એ જ શાન છે


પ્રતિભાવો

  1. એ જ મુસાફર જગમાં સાચો
    જેની પાછળ મંઝિલ ભટકે
    વાહ ક્યા બાત ..

    Like

  2. ટુંકી બહેરમાં સરસ ગઝલ જો કે કાફિયાનું પુનરાવર્તન ટાળી ગઝલ ટુંકી થઇ હોત તો ચાલી જાત

    Like

  3. તેમની ‘લીલા’ સદાયે લીલી રહેશે..માણ્યા જ કરીએ. સરસ આસ્વાદ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. I posted this on my FB page. Many like it.

    Date: Tue, 28 Jan 2014 21:17:16 +0000
    To: firozkhan42@hotmail.com

    Like

  5. Excellent, romantisizm in his poetry. Nice to here him live! Thanks for posting!

    Like

  6. Thank you Kisore bhai. I enjoyed it.Firoz bhai

    Date: Tue, 28 Jan 2014 21:17:16 +0000
    To: firozkhan42@hotmail.com

    Like


Leave a comment

શ્રેણીઓ