શિયાળો સુકાઇ ગયો છે
ઉત્તર ધ્રુવનાં વાદળ કહે છે
ચૂમવી હતી ધરતી’મા’ને
વર્ષા થઈને વર્ષવું’તું મારે
વર્ષી ન શક્યો
કારણ ઠંડી બહુ વરતાતી હતી
રોકી ન શક્યો
આકર્ષણ ધરતી માને ચૂમવાનું
આકાશે સ્થિર ન થઈ શક્યો
વર્ષી પડ્યો બરફ થઈને
સફેદ ચાદર થઈ પથરાઈ ગયો
ધરતીને લપેટાઈ ગયો
આનંદ અપાર હતો
સાથ ધરતીમાનો લાંબો રહેશે
કારણ શિયાળો સુકાઇ ગયો છે.
કેશવ ચંદરયા
પથરાયો ત્યાં ધવલતર પાથરણ થઈ ફરી ફરી
લપેટાયો આચ્છાદિત ઓઢણ બની ઘડી ઘડી
યુગ્મક સોડ તાણી સૂવે એકમેકને ધરી ધરી
એકત્વ જુએ હિમયુગના સ્વપ્ના વળી વળી
કિશોર નિજાનંદ
bahu j sundar abhivyakti. aa post vanchi ne unalo door jai rahyo chhe teni pratiti thayi.
LikeLike
By: purvi on સપ્ટેમ્બર 3, 2014
at 5:09 પી એમ(pm)
સરસ રચના. કિશોરભાઈનું મૂક્તક પણ ગમ્યું.
સરયૂ http://www.saryu.wordpress.com
LikeLike
By: SARYU PARIKH on ફેબ્રુવારી 27, 2014
at 7:40 પી એમ(pm)
Khub saras. Vicharo ane shabda ni baandhni gamyan.
LikeLike
By: Firoz Khan on ફેબ્રુવારી 21, 2014
at 7:42 એ એમ (am)
સુંદર રચના.. ગમી.
LikeLike
By: અશોક જાની 'આનંદ' on ફેબ્રુવારી 21, 2014
at 5:09 એ એમ (am)
શિયાળાની સરસ અભિવ્યક્તિ
LikeLike
By: kishoremodi on ફેબ્રુવારી 20, 2014
at 6:01 પી એમ(pm)