Posted by: Shabdsetu | મે 1, 2014

આઇસ સ્ટોર્મ અને ન હોશમાં આવું

આ વર્ષે, આ શિયાળે, સઘળું અધિક રહ્યું છે. ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. હજી પાનખરને આવવાની તો ઘણી વાર છે. પણ ‘ડાયાસ્પોરા’ ના બે પર્ણો અકાળે, કવેળા ખરી પડ્યાં. હવે આપણી આથમતી પેઢીનું આજ ભાવિ…હકીકત છે…!

પ્રવીણભાઈ પટેલ ‘શશી’ અને સુમનભાઈ અજમેરી, આ બન્ને સાહિત્યરસિક સર્જનકર્તાઓને ‘શબ્દસેતુ’ની હ્રદયપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલી.  પ્રભુ એમના આત્માને શાંતિ આપે.  એમની એક એક રચના એમના સ્મરણમાં…

Pravin Patel 'Shashi'-Jpeg

આઇસ સ્ટોર્મ

શ્વેત, ધોળું, ધવલ, સફેફ, વ્હાઇટ-
સર્વત્ર બસ આવું, ફરી પાછું એવું ને એવું;
ફરીફરી, હા ફરીફરી, ને વળી વણનોતર્યું,
હિમવર્ષા, તૂફાન બર્ફીલું, હા આવ્યું હરીફરી !

ફુટ સ્નો, ને ઉપર આઇસ રેઇન,
વર્તાય એવું જાણે, આઇસ શિલ્પ ઉદ્યાન;
ઘર, ગાડી, ઝાડી, ડાળી, જાળી, ને પાળી,
બર્ફિલું, બરફ ઢંકાયું, અન્યમનસ્ક, ને અમૂર્ત વળી બધું !

રૂડું, રૂપાળું, ને આકર્ષક,
ગમ્યું ? જરાય નહીં, હતું આ, એક તાંડવ;
ઠંડુ, ટાઢું, ઠરેલું, ને ગાત્ર ગાળતું,
ઠપ, ટક, ધકધક, ને અધિક પાછું ડારતું !

તાર, ડાળ, ઝાડ, સઘળું, વળ બરફ વીંટાયું,
ગઇ વિજળી, ને ફટ સાથે બથું જ કટ-
ટીવી, લાઇટ, ક્લોક, રેડિયો, ટેલિફૂન, કમ્પ્યુટર,
ઇગ્લૂ ઘર હવે, ને માત્ર અંદર હું, એક એસ્કિમો!

ફ્રિઝિંગ ડ્રોપ, જાણે સરકતાં કાચ મોતી,
લટકણિયાં નેવે, જાણે ગ્લાસ તોરણિયાં;
તૂટે ડાળીઓ, બરફ વજને, કડડ ભમ્મભૂસ,
ને લાગે મને, થશે બધું, ફડડ ફમ્મફૂસ !

શિર ઝુકાવી ખડો સમય,
સ્થિર, સાયલન્ટ, સ્થિતપ્રજ્ઞ-
અંધ અંધારું, બંધ હું કેદ, મારા જ ગૃહમાં,
હે નાથ નારાયણ ! લઇ જાઓ હવે, મને તિમિરેથી તેજે !

પ્રવીણ પટેલ  ‘શશી’ – ફેબ્રુઆરી ૫, ૨૦૧૪

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

નીતિન વડગામા

 

Suman Ajmeri-Jpeg

ન હોશમાં આવું

કબરમાં ટાંટિયાં લટકે, હજુ ના હોશમાં આવું
છકીને ખૂબ ખેલ્યો છું, રુકું, ના જોશમાં આવું.

વિતાવી શિશુતા ઘેલી, જવાની રંગરેલી છે
જમીં-જોરુ બધું માણ્યું, છતાં ના તોષમાં આવું.

રસિક, રંગના છાંટે ભરી દિલ ખૂબ રેલ્યો છું
ન રાખું આશ કૂંડાની, જપું, બા-હોશમાં આવું.

જવાનું એક દિ’ તો છે, જવું પડશે ભલા ચાલી
સબૂરી શીખી લૌં શાણી, હવે ખામોશમાં આવું.

હયાતી ખૂટી ગૈ મારી, ન મૂડી શ્વાસની બાકી
ગ્રહીને નામની આભા પરમ આગોશમાં આવું.

સુમન અજમેરી – ઑક્ટોબર ૨૯, ૨૦૦૬

શિશુતા – બાળપણ,  જમીં – જમીન, જાગીર,  જોરુ – પત્ની,  તોષ – સંતોષ,  બા-હોશમાં – હોશ સાથે હો તેવી સ્થિતિ,  સબૂરી – ધીરજ, સહનશીલતા,  ખામોશ – શાંતિ, શાંત,   હયાતી – આયખું, વય,  આગોશ – ખોળો

એમ જર્જર જાત સંકેલાય છે,
ને અચાનક સાંજ ઢળતી જાય છે.

નીતિન વડગામા

 

 


Responses

 1. વતનથી આટલે દૂર આટલી સુંદર સંસ્થા ચાલે તે જાણી ખૂબ આનંદની લાગણી થાય છે

  Like

 2. આ સમાચારે એક ખોટકો અનુભવ્યો..આપણો દરબાર ગજવતો નાદ શાન્ત થઈ ગયો…કેમ માનવું? શ્રધ્ધાંજલિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. નયુ જરસીથી ૪ મહિના પહેલાં ફિનિકસ આવયાં, ભાઈ “શશી” ને ઘણી વાર મળવાનું થયેલ. અમારા મિતરે તમારી વેબ સાઈટ મોકલી, શોક જનક સમાચાર વાંચીને મન રોઈ ઊઠયું,
  ઈશ્રર બનેંના આતમાને શાંતિ આપે.
  મીના પટેલ

  Like

 4. Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.

  Like

  • ખૂબ આભાર વિજયભાઈ, બન્ને સર્જકોની યાદ આ રીતે વિસ્તરતી રહે… આપણા સ્મરણમાં રહે એજ આશા.
   કિશોર પટેલ.

   Like

 5. Excellant
  Uttan kaavya karm
  banne naa atmaane param shaaMti male tevi prabhu ne prrarthanaa

  Like

 6. સાહિત્ય આકાશમાં ચમકતા બે તારાઓ ખરી પડ્યા

  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે

  આ બે સાહિત્યકારોને એમની કૃતિઓ રજુ કરી શ્રધાંજલિ આપવા માટે અભિનંદન

  Like

 7. બંને સર્જકોને અજબની સિસૃક્ષા હતી તેમને મારા નમન.

  Like

 8. This is really sad news. May their soul Rest In Peace. I met Suman bhia in Toronto a couple of times. Wrote about him and his poems in a local Gujarati newspaper in Toronto. I was in fact introduced to him by my family friend Sehnaz Mansuri who also lives in Toronto. I still have a couple his books which he gifted to me. In a true sense he was a scholar.

  Like

 9. બંનેની સુંદર કૃતિ પ્રસંગ કરવા માટે અભિનંદન.

  બંનેએ જાણે અજાણે જવાનો ભય એમની કૃતિમાં કરી દીધો’તો!

  બંનેના આત્માને ભગવાન ચિંરજીવ શાંતિ આપે.

  ચીમન પટેલ ‘ચમન’

  Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: