Posted by: Shabdsetu | મે 23, 2014

અહેસાસ છું

Ehsasa chhu - Jpeg-bmp

અહેસાસ છું

બેજુબાન, માસૂમ ચહેરા પર સળવળતા
કાળા, ધોળા, કે ભગવા ઓળે ઊતરતા
વિશ્વાસુ, વૈરાગી ધર્મધુરંધરના
ચળ કાઢતા હાથોનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

વિકસતી કળીઓનુ વહાલથી જતન કરતી
રૂપાંતરિત ફૂલગુલાબી નિરખી મગન થતી
બાગના માળીની એકાંતે વિકારાતી
ડંખીલી નજરનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

વિતેલી વસંતને સ્મરી સ્મરી વિસ્મરતી
એકાકી અંધારકૂપ ભાવીમાં ગરકતી
નિપીડિત, નવવિવાહિત વિધવાની
સ્વપ્નહીન આંખોનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

સફેદ ગલીએ કાળા, લાલ, પીળા પ્રેમે રંગાતી
જાગતી રાતોની દીર્ઘ, દાસ્તાનો દબાવતી
રોજ રોજ તિમિરે પથરાતી, મુન્નીબાઇની
દીર્ણ, મલિન ચાદરનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

ન પૂર્ણ નર કે ન બનાવી નારી, વિધાતાએ વેઠ ઉતારી!
વ્યંગ, ફજેતી, ધિક્કાર તોયે તાબોટા પાડી, દુઆ બક્ષતી
હયાતીનો હકક માંગતી, વ્યંડળની
હતભાગી હથેળીનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

કિશોર પટેલ

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

મુકેશ જોષી

 


Responses

  1. જીવનની દરેક પળમાં નવો જ અહેસાસ છે,
    હમણાં જ તમને જોયા એવો મને અહેસાસ છે,
    ભલે સમય કરી દે દૂર ગમે એટલા
    તમે યાદ કરતા જ હશો મને એવો વિશ્વાસ છે…

    Like

  2. વ્યથાને ઝીલતા શબ્દોની પસંદગી ને કાવ્ય વિષય સઘળું જ નોંખું ને સરસ વેધક.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. Many Congratulations to Shabdsetu.Great.innovative step.Im regularly writing an article every Wednesday in Divya bhasker .gujarati.Kalash edition. MY BOOK “PATHEY” BY GURJAR PUBLICATION AVAILABLE IN ALL CROSSWORD BOOK STORES.BEST WISHES.

    Like

  4. વિકસતી કળીઓનુ વહાલથી જતન કરતી
    રૂપાંતરિત ફૂલગુલાબી નિરખી મગન થતી
    બાગના માળીની એકાંતે વિકારાતી
    ડંખીલી નજરનો અહેસાસ છું – That is the summation of life. We all love, care and raise our children only to witness their brilliance in colors, beautiful fragrance and although we have no control, we derive happiness. AND THAT IS FULFILMENT OF LIFE. As somebody wrote, one of that flowers may end up in the lap of a statue of God, the other one, from the same plant, same garden(family) may end up on the corpe of a terrorist. We are only a witness and have to learn to rejoice it.

    Like

  5. શબ્દરસાળ રચના. “વિતેલી વસંત…” લાઇનો વિશેષ ગમી.
    સરયૂ

    Like

  6. આવા વિચારો, આવી અલગ દ્રષ્ટિ, આજે આ કાવ્યમાં મને તો પ્રથમવાર વાંચવા મળી! . કાવ્ય ગમ્યું. આવું પિરસતા રહેશો.
    ચીમન પટેલ ‘ચમન’

    Like

  7. ન પૂર્ણ નર કે ન બનાવી નારી, વિધાતાએ વેઠ ઉતારી!
    વ્યંગ, ફજેતી, ધિક્કાર તોયે તાળોટા પાડી, દુઆ બક્ષતી
    હયાતીનો હકક માંગતી, વ્યંડળની
    હતભાગી હથેળીનો અહેસાસ છું.
    પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!
    Kishorbhai,
    One of your best creation.
    Congrats !
    Last stanza, touching the social issue.
    Never recognized community demanding the rights.
    A touching subject for the Society with its norms.

    મેં પણ એક રચના એવા ભાવે કરી છે…”કળિયુગ કે પ્રભુની લીલા કહો ?”.

    હજુ પ્રગટ કરી નથી …જ્યારે થશે ત્યારે જરૂર પચારી “બે શબ્દો” લખશો.

    તમારૂં બ્લોગ કાર્ય સારી રીતે થતું રહે !

    …..ચંદ્રવદન
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    See you @ Chandrapukar !

    Like

  8. Saras rachna. Keep it up.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: