Posted by: Shabdsetu | જુલાઇ 7, 2014

દશ્યના સંકોર્યા પરીઘો મેળવ્યું શું?

Kirtikant -Jpeg

દશ્યના સંકોર્યા પરીઘો, મેળવ્યું શું?

દશ્યના સંકોર્યા પરીઘો, મેળવ્યું શું?
સાધનાનો પામ્યા નતીજો, મેળવ્યું શું?

શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ પણ
જ્યાં નિહાળું જોઉં અરીસો, મેળવ્યું શું?

હાથ છેવટ મસળી રહ્યા’તા ભાગ્ય નામે
જિંદગીભર પાડી પસીનો, મેળવ્યું શું?

પીંજરે પોપટ રામનો પૂરી ભજ્યા’તા
ઉડવા એ શોધે તરીકો, મેળવ્યું શું?

બાદશાહોના વારસો પૂછે હવે તો
કઇ પ્રકારે લખવો ખલીતો, મેળવ્યું શું?

‘કીર્તિ’ના સહુ સંબંધ આખર રાખ બનતા
એક બસ જોઇએ પલીતો, મેળવ્યું શું?

કીર્તિકાન્ત પુરોહિત

બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

અલ્પેશ ‘પાગલ’

 


પ્રતિભાવો

  1. કીર્તિકાન્તભાઇની કસાયેલી કલમે એક વધુ સુંદર ગઝલ.મેળવ્યું શું ? જેવો પ્રશ્રાર્થ રદીફ વાપરીને કવિશ્રીએ જીવનના શૂન્યપણાની વાત અજાણપણે જાણે ઉજાગર કરી છે.

    Like

  2. “પીંજરે પોપટ રામનો પૂરી ભજ્યા’તા
    ઉડવા એ શોધે તરીકો, મેળવ્યું શું”
    સુંદર ગઝલ. કશુ મેળવવાની ઝંખના મા માનવી જીવન જીવવાનુ ભુલી જાય છે.

    Like

  3. વાહ…!
    કવિશ્રી કીર્તિકાન્તભાઈની કસાયેલ કલમે અભિવ્યક્ત, અત્યંત સંવેદનશીલ
    પ્રશ્નાર્થ ગઝલ…

    Like

  4. khalito means a “farman” post of a Badshah.

    Like

  5. સરસ ગઝલે પડઘો પાડ્યો …

    શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ

    Like

  6. […] […]

    Like

  7. ગજબનાક કલ્પના. જીવનનું વાસ્તવિક સરવૈયું.
    કમભાગ્યે , એ સફરના અંતની નજીક જ ખબર પડતી હોય છે.
    શોભિત દેસાઈ યાદ આવી ગયા.

    ‘આકાશ તો મળ્યું પણ, ઊડી નથી શકાતું
    પિંજરને તોડવામાં પાખો કપાઈ ગઈ છે.
    સરવૈયું માંડી બેઠા, તો સત્ય એ મળ્યું છે.
    આ જિંદગી ન ન્હોતી, છતાં જીવાઈ ગઈ છે.’

    Like

  8. very nice one

    Like

  9. હાથ છેવટ મસળી રહ્યા’તા ભાગ્ય નામે
    જિંદગીભર પાડી પસીનો, મેળવ્યું શું?…સુંદર .. મજાની ગઝલ.

    Like

  10. શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ પણ
    જ્યાં નિહાળું જોઉં અરીસો, મેળવ્યું શું?

    બહુ જ સુંદર

    Like

  11. બાદશાહોના વારસો પૂછે હવે તો
    કઇ પ્રકારે લખવો ખલીતો, મેળવ્યું શું?

    આ વાક્ય ન સમજાયું પણ તોયે લખાણ સુંદર રહ્યું. વાંચવાનો આનંદ

    Like


Leave a comment

શ્રેણીઓ