Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 3, 2014

બાકીના આયખાનું શું?

Bakina Aayakhanu shu

બાકીના આયખાનું શું?

ધારો કે એક સાંજ આપણે
બોલ્યાં ચાલ્યાં ને ચડભડ્યાં
ને વઢાવઢ કરી વિખૂટાં પડ્યાં
પણ બાકીના આયખાનું શું?

રાજપાટ છોડીને તમ કાજે તહીં
ઘેલાં ને ગાંડાં થઈ દોડ્યાં અહીં
વિત્યું અર્ધું આયખું એકલું અટૂલું
પણ મૂંગી આ વેદનાનું શું?

વેઠી દુરાગ્રહ અને કર્યા બહુ ઉજાગરા
થથર્યાં ઠંડીમાં ને ગાળ્યા આ હાડ્કાં
કહેવી કોને આ છાનાછાની વારતા?
ને પુત્રપૌત્ર તણી ઝંખનાનું શું?

લોહીની સગાઈ તોડી એક જ ઝાટકે
તમે સંતાયા ધરતીને કોક અજાણ ખૂણે
દીધાંતાં એક દી વચનો લોભામણાં
હવે છેતરામણી વાતોનું શું?

પાનખરે હાર્યા અમે ખજાના ખેરાત કરી
હૈયાને છાને ખૂણે માંહ્યલાને પૂછજો જરી
કે દૂઝણી ગાયને પાટુ મારીને તમે
જીવતરની હોડમાં મેળવ્યું શું?

ભાંગેલા હૈયાની ઉઝરડાતી તિરાડો
કહોને કેમ કરી સાંધવી પ્રેમવિહીન
ઝંખે ને વલવલે કાળજું આ રાતદિન
બોલો, બાકીના આયખાનું શું?

ધારો કે એક સાંજ આપણે વિખૂટાં પડ્યાં
પણ હવે બાકીના આયખાનું શું?

મધુરી ધનિક

હું જેને આંગળી પકડી અહીં ઉંબર સુધી લાવ્યો,
મને ભૂલી ગયા ઘર જોઈને એ દ્વારની આગળ.

અશોક ચાવડા ‘બેદિલ’


Responses

  1. Wonderful and thoughtful poem. Congratulation.

    Like

  2. very nice.
    thanks

    Like

  3. સાચે જ, બાકીના આયખાનું શું?
    બહુ સુંદર કવિતા. ઘણી ગમી. એક વિચાર આવ્યો :
    બહુ મોડું થઈ જાય તે પહેલાં પુનર્મિલન, હૃદયો વચ્ચેનું સંધાન શક્ય છે? ભુલ ન કરનાર સ્વર્ગના દેવો હોય. પણ કલાપિએ જોયેલું અને અનુભવેલું સ્વર્ગનું ઝરણું આ દેવોએ અહીં પૃથ્વી પર ઉતાર્યું છે. તેમાં ડૂબકી દેનાર તમારી પુણ્યદૃષ્ટિ અને ક્ષમાની અપેક્ષા કરી શકે? બાકીનું આયખું પ્રાયશ્ચીતની શીતળ ધારામાં પાવન થઈ શકે?

    Like

  4. ધારો કે એક સાંજ આપણે વિખૂટાં પડ્યાં
    પણ હવે બાકીના આયખાનું શું?

    મધુરી ધનિક
    Saras !
    Gamyu !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Kishorbhai..Hope to see you @ Chandrapukar !

    Like

  5. પુરુષ તો છોડીને ચાલ્યો જાય તો પણ તે પોતાની સગવડ તો ગમે તેમ કરીને કરી લેશે, પણ સ્ત્રીનું શું….???? પછી એ ભારતની હોય કે પરદેશની, તકલીફ તો એણે ભયંકર ભોગવવી પડે છે…..આવી સ્ત્રીની, જેના છોકરાઓ પણ હજી નાના હોય તેની વેદના પણ ભયંકર હોય છે….

    “હું જેને આંગળી પકડી…… ભુલી ગયા દ્વાર આગળ”…. આમાં સમજ ન પડી… ખરેખર તો એમ ન હોવું જોઈએ કે..

    “હું જેની આંગળી પકડી અહીં ઉંબર સુધી આવી
    મને ભૂલી ગયા ઘર જોઈને એ દ્વારની આગળ.”

    આમ ન હોવું જોઈએ….????

    Like

  6. સુંદર ભાવ. આવા પ્રશ્નો ની વણઝાર જેના કોઈ જવાબ નથી હોતા.

    Like

  7. બોલો, બાકીના આયખાનું શું?
    aa darda bharya kavye to dil valovi didhun. khub saras!!!

    Like

  8. સુંદર

    Like

  9. સંવેદનશીલ સવાલોની ઝડી સાથે એક નવીન અભિવ્યક્તિસભર ગઝલથી દિલે ખૂબ રાજીપો અનુભવ્યો.
    મારા કવિયત્રીશ્રીને અભિનન્દન.

    Like

  10. કે દૂઝણી ગાયને પાટુ મારીને તમે
    જીવતરની હોડમાં મેળવ્યું શું?

    આ બે લીટીમાં દર્દ નીચોવાઈ ગયું છે.
    સુંદર કાવ્ય.

    ચીમન પટેલ ‘ચમન’

    Like

  11. Great poem, I loved it.

    Like

  12. હું જેને આંગળી પકડી અહીં ઉંબર સુધી લાવ્યો,
    મને ભૂલી ગયા ઘર જોઈને એ દ્વારની આગળ.

    bahu j sundar kishorbhaai. maja aavi gayi ghana samay pachhi aapni mail mali. vanchi ne luft leva no anand anero thayo.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: